________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન
[ પ ]
શ્રી શંખેશ્વરપાસ પ્રભુની પડિમા આદું બહલીજી, આચારજ અધિવાસ ક્રિયાયે અવતારિત કરે સઘલીજી; ફાગણ શુદિ પંચમી કવિ વારે લગન સમય જ આવે , ઇંદ્ર થઈ ગુરૂ કુંભક કરીનેં અંજનશિલાક ફિરાજી. પાંચ શબ્દ વાજિત્ર તિહાં વાજે ગાજે દુંદુભિ નાદજી, કેવલજ્ઞાનતણે કલ્યાણક ગાવે શેરી મધુરે સાદજી; શ્રીસંઘે પ્રાસાદ નિપાયો માનું અપર કેલાસજી, પીઠમંડપને અદ્ભુત દેખી ઉપજે મેદ વિલાસજી. વૃષભ લગનમાં તેહિ જ દિવસે પીઠ ઉપર ઉલ્લાસજી, શુદ્ધ વિધાન કરીને થાણા શ્રી શંખેશ્વર પાસ; આચારજ વાચક મુનિવરની ઉશ્ચિત સહ સાચવીયાજી, સૂત્રધાર શિલ્પી ને યાચક દાન થકી ઉલ્લાસીયાજી. નવનવે ભક્તિ કરી સામીની વિવિધ થકી પકવાનેજી, શાલ દાલ સુરહાં ઘત સાકે ભકિત કરી બહુ માને છે; દઈ તબેલ તિલક કરી છાંટયાં કેશર રાતે વરણેજી, યથાગ્ય પહેરામણી કીધી શ્રીફલ વસ્ત્રાભરણે જી. જિનશાસન ઉન્નત પરશંસા ખટદર્શનમેં બાંધીજી, ઈમ સદવ્યય કરી લખમી જેણે સુશિવ પદવી સાધીજી; તપગચ્છ ઠાકુર ગુણમણિ આગર શ્રીવિજયદેવ સૂરદાળ, પ્રતાપો તબેલગે નામ એ ગુરૂનું જબલગે મેરુ ગિરીરાજી. તાસ સીસ શ્રી લબ્ધિવિજય વર પંડિત માંહે લીહોજી, રત્નવિજય બુધ વિનયી તેહનાં વાદી મતંગજ સીજી; તાસ સસ શ્રીમાનવિજયના વિવેકવિજય વડભાગીજી, તેહના બુધ ગીતારથ સારથ અમૃતવિજય ભાગીજી. તસ ચરણબુજ મધુકર સેવી રંગવિજય કહે તેજી, કર્યું પ્રતિષ્ઠાક૯૫ તવનમેં લહી કારણ કે તેજી; બીજું મંદમતિને હેતે દશ દિનનું એ વિધાનજી; કીધું તેહે સદગુરૂ સંગે કર થઈ સાવધાનજી. વિધિકારક વિધિ એહ સૂર્ણને મત કઈ દુષણ દેજે, નામ માત્ર એ રચના કીધી સુકવિ સુધારી લેજી.
(૯)
For Private And Personal Use Only