________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનપ્રભસૂરિરચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત
રૈવતગિરિ-કલ્પ અનુવાદક—શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ
પશ્ચિમ દિશાના સૌરાષ્ટ્ર દેશમાં પર્વતરાજ રેવત (ગિરનાર)ના શિખર પર શ્રી નેમિનાથ ભગવાનનું ઊંચા શિખરવાળું મંદિર છે. ત્યાં પૂર્વકાળમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની લેખમયી પ્રતિમા હતી. એક વખત ઉત્તર દિશાના અલંકાર સમાન કાશ્મીર દેશથી અજિત અને રત્ન નામના બે ભાઈઓ સંઘના અધિપતિ–સંધવીઓ થઈને ગિરનાર પર આવ્યા. તેઓએ ગુપ્ત ભેદના કારણે કપૂર-ચંદનવાળા પાણીથી ભરેલા લશો વડે (પ્રભુને) વવણ (સ્નાન) કરાવ્યું. ત્યારે શ્રી નેમિનાથ પ્રભુની લેખમયી મૂર્તિ ગળી ગઈ. તેથી તેઓએ હૃદયમાં ખૂબ દુઃખિત થઈ આહારનાં પચ્ચખાણ કર્યા. એકવીસ ઉપવાસ પછી ભગવતી અંબિકાદેવી આવી. સંઘવીને ઉઠાડયા. તેમણે દેવીને જઈ જય જયકાર કર્યો. તે પછી દેવી બોલી, “આ બિંબ લ્યો, પરંતુ તેની) પાછળ જશે નહિ.ત્યાર પછી અજિત નામને સંઘવી એક તંતુથી બનાવેલ રત્નમય શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ સુવર્ણ તંબુમાં લઈ ગયે. પ્રથમ મંદિરની દેહલી દ્વારા નીચેનું લાકડું) પર સંધપતિએ અત્યંત હર્ષથી પુલકિત થઈને (તે બિંબ) મૂકયું અને પાછળના ભાગમાં જોયું. બિંબ ત્યાં જ નિશળ થયું. દેવીએ કુસુમ વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. એ પ્રમાણે બિંબ વૈશાખ માસની પૂર્ણિમાએ નવા બનાવેલા મંદિરમાં સંઘવીએ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને સ્થાપ્યું. સ્નેપને (સ્નાન) વગેરેને મહોત્સવે કરવા માટે બંધુ સહિત અજિત સંઘવી પિતાના દેશમાં ગયે. કલિકાલમાં કાલુખ્ય ચિત્તવાળા મનુષ્યને જાણીને અંબિકાદેવીએ જવલ્યમાન મણિમય બિંબની કાંતિ ઢાંકી દીધી.
પૂર્વકાળમાં ગૂર્જર ભૂમિમાં જયસિંહ (સિદ્ધરાજ) દેવે ખેંગાર રાજને હણીને સજનને દંડાધિપ સ્થાપે. તેણે વિ. સં. ૧૧૮૫ માં નેમિનાથ પ્રભુનું નવું મંદિર કરાવ્યું. માળવા વગેરે દેશના અલંકાર સમાન સાધુ ભાવડે સુવર્ણનું આમલસાર કરાવ્યું. ચૌલુકય ચક્રવતી શ્રી કુમારપાલદેવે સ્થાપિત કરેલા શ્રી શ્રીમાલ કુળમાં ઉત્પન્ન થયેલા સૌરાષ્ટ્ર દેશના દંડાધિ વિ. સં. ૧૨૨૦ માં પા-પાજ કરાવી. તેના ભાઈ ધવલે માર્ગની વચ્ચે એક વાવડી કરાવી. પાજ પર ચડતા મનુષ્યની જમણી બાજુએ લાક્ષારામ વને દેખાય છે.
અણહિલવાડ પાટણમાં પોરવાડ કુળમાં અલંકાર સમાન અને આસરાજ તથા કુમારદેવીના પુત્રે, જેઓ ગૂર્જર રાજવી શ્રી વિરધવલ મહારાજાના રાજ્યધુરંધર વસ્તુપાલ અને તેજપાલ નામના બંને ભાઈઓ મંત્રી હતા, ત્યાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પિતાના નામથી મોટો કિલ્લે, વાવડી, મંદિર અને બગીચાથી યુક્ત તેજલપુર ગામ વસાવ્યું. ત્યાં “આસરાજ વિહાર એ પ્રમાણે પિતાના નામથી શ્રી પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. “કુમાર” એવું માતાના નામથી સરોવર બનાવ્યું. તેજલપુરની પૂર્વ
For Private And Personal Use Only