________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
દિશામાં ઉગ્રસેનગઢ નામને દુર્ગ યુગાદિનાથ પ્રમુખનાં જિનમંદિરેથી શોભે છે. તેનાં ત્રણ નામે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
ઉગ્રસેનગઢ, ખંગારગઢ અથવા જુસણ (છ) દુર્ગ ગઢની બહાર જમણી દિશામાં ચતુરિકા, વેદી, લડુકઉરિકા, પશુ નાટક વગેરે સ્થાન છે. ઉત્તર દિશામાં વિશાલ સ્તંભની શાળાઓથી શોભિત દસ દશામંડપ અને ગિરિદ્વારમાં પાંચમો હરિ દાદર સુવર્ણરેખા નદીની પારે છે. કાલમેઘની સમીપે તેજપાલ મંત્રીએ મોકલેલા સંઘના બોલાવાઓ લાંબા કાળે આવ્યા અને પછી ક્રમશ: ઉજયંત શિલ પર આવ્યા). વસ્તુપાલ મંત્રીએ શવ્યાવતાર, અષ્ટાપદ અને સમેતશિખરના મંડપ, કવડુિં યક્ષ તથા મરુદેવી માતાના પ્રાસાદ કરાવ્યા. તેજપાલ મંત્રીએ ત્રણ કલ્યાણકનાં ચ કરાવ્યાં. આ મંડપનો દેપાલ મંત્રીએ ઉદ્ધાર કરાવ્યો. ઐરાવત અને ગજપદની મુદ્રાઓથી અલંકૃત ગજેન્દ્રપદ કુંડ છે. યાત્રા માટે આવતા જોકે ત્યાં શરીર ધોઈને દુઃખોને જલાંજલિ આપે છે. છત્રશિલાની સમીપે સહસાવણ છે, જ્યાં યાદવકુળ પ્રદીપ શિવા માતા અને સમુદ્રવિજયના પુત્ર (નેમિનાથ)નાં, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ કલ્યાણક થયાં. ગિરિશિખરે ચડીને અંબિકા દેવીનું ભવન દેખાય છે. ત્યાર પછી અવકન શિખર છે, ત્યાં સ્થિર રહીને દશે દિશાથી નેમિસ્વામી જોઈ શકાય છે. તે પછી પ્રથમ શિખરે સાંબકુમાર અને બીજા શિખરે પ્રદ્યુમ્ન છે. આ પર્વતમાં સ્થાને સ્થાને ચૈત્યોને વિશે રત્ન અને સુવર્ણમય જિનેશ્વર પ્રભુનાં હંમેશા ન્હવણ અને અર્ચન કરાયેલાં બિબે જોવાય છે. અનેક ધાતુ રસના ભેદવાળી સુવર્ણમેદની શોભતી જોવાય છે. દિવસની માફક જ રાત્રે પણ ઔષધીઓ દીપતી દેખાય છે. અનેક પ્રકારનાં વૃક્ષો, વેલડીઓ, પાંદડાં, પુખે અને ફળ પદે પદે પાસ થાય છે. પ્રતિક્ષણ ઝરતાં ઝરણાંઓ, ખલહલ શબ્દ, મત્ત કોયલે અને ભ્રમરનાં ઝંકાર સંભળાય છે. ઉજ્જયંત મહાતીર્થને આ અવશિષ્ટ ના કલ્પ શ્રી જિનપ્રભસૂરિએ જેવો સાંભળ્યો તે અહીં લખ્યો છે.
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર
'
'
ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
૧૪“૧૦” સાઈઝ : આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દેઢ આનો જુદે.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only