________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭ દુભવ્યા છે, પણ તેમણે તે આખાય હિંદુસ્તાનની જેને પ્રજાના હૃદયમાં કારી ઘા કર્યો છે. આપણે ઈચ્છીએ કે એ ભાઈઓ પિતાની આ ભયંકર ભૂલ સવેળા સમજે ! સિરોહી રાજ્યની જવાબદારી
અમે માનીએ છીએ કે આ ઘટના માટે, કાયદો અને વ્યવસ્થાની જોખમદારી જેના શિરે છે તે સિરોહી રાજ્ય વધુમાં વધુ જવાબદાર છે. અને તેમાંય વળી એ રાજ્યની અદાલતે આપેલા ફેંસલાની ઉપરવટ થઈને જ્યારે આવા અત્યાચાર ગુજારવામાં આવે ત્યારે તો એ જવાબદારી સગણી વધી જાય છે.
રાજ્યની અદાલતે આપેલા ફેંસલા સામેનો પડકાર એ રાજ્ય સામેના પડકાર સમે ગણવો જોઈએ. આ પડકાર મૂંગે મોંએ જોઈ લેનાર રાજ્ય કાંતે નબળું છે અને કાંતે આંખ આડા કાન કરવા માગે છે એમ જ માની શકાય. અમે નથી ઈચ્છતા કે સિરોહી રાજ્ય માટે આમાંની એક માન્યતા સ્વીકારવાનો પ્રસંગ જનતા માટે ઉપસ્થિત થાય.
હિંદુઓ અને જેન–બને સિરોહી રાજ્યની પ્રજા છે. સિરોહી રાજ્ય એ હિંદુરાજ્ય છે. એ હિંદુરાજ્યમાં હિંદુઓના જ હાથે એ રાજ્યની પ્રજા ગણતા જેને ઉપર આવા અત્યાચાર ગુજરે એ રાજ્ય માટે કલંકરૂપ છે. આ અત્યાચાર બન્યા પછી રાજ્ય ગુન્હેગારોને, ભલે જામીન ઉપર પણ, છૂટા ફરવા દેવા વગેરેમાં જે ઢીલું વલણ અખત્યાર કર્યું છે તે દિલગીરી ઉત્પન્ન કરે તેવું છે.
સાંભળવા પ્રમાણે, થોડાં વર્ષ પહેલાં જાવાલના કાંકરે મંદિરમાં દારુ દઈ જઈને તેફાન કર્યું હતું, તે પ્રસંગે રાજ્ય કડક હાથે કામ લઈને ઠાકરને માફી માગવાની ફરજ પાડી હતી. આપણે આશા રાખીએ કે આ વખતે પણ રાજ્ય સવેળા જાગ્રત થાય અને કડક હાથે કામ લઈ તફાનીઓને યોગ્ય નસ્થત કરે, જનતામાં નિર્ભયતાનું વાતાવરણ સ્થાપે અને જૈનેને જે કંઈ સહન કરવું પડયું છે તેનું વળતર અપાવે.
આમ કરીને જ સિરોહી રાજ્ય પિતાની શુદ્ધ બુદ્ધિની છાપ જનતા ઉપર બેસારી શકે ! આપણી ફરજ
આ બધી તે અત્યાચાર, અત્યાચાર કરનાર અને અત્યાચાર માટે જવાદારની વાત થઈ. પણ એથી કંઈ આ દુઃખનો અંત નહીં આવી શકે. એ માટે તે આપણે પોતે જાગ્રત થઈ પ્રયત્નશીલ થવું જોઈશે.
જેના ઉપર દુઃખ આવી પડયું હોય એ પોતે પોતાના બળે એમાંથી ન ઉગરી શકે, એ સમજી શકાય એવી વાત છે. આ અત્યાચારો સિરોહી રાજ્યમાં જાવાલન જેને ઉપર ગુજર્યા છે એટલે જાવાલના કે સિરોહી રાજ્યના જેને એને પ્રતિકાર કરી શકે એ શક્ય નથી. એ માટે તે સમગ્ર હિંદના જેનોએ મદદ કરવી જોઇએ.
આગ લાગી હોય તેવે વખતે આગ લગાડનાર કે આગલગડાવનારની શોધ કરવા માત્રથી જ કશું ન વળે. એ વખતે તે જાતે આગ ઓલવવા જવું જોઈએ. જાવલમાં સળગેલી અત્યાચારની આગ સમસ્ત હિંદના જૈનોના પ્રયત્નથી જ સદાને માટે બુઝાવી શકાશે એમ અમને લાગે છે.
આ માટે અમારી વિનંતી છે કે-જૈન તીર્થોને વહીવટ કરનાર શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સમર્થ સંસ્થાએ, આ પ્રશ્નને, સમગ્ર જૈન સમાજનો પ્રશ્ન ગણીને, ઉપાડી લેવા જોઈએ, અને જાવાલના જેન ભાઈઓને વહેલામાવહેલી તકે રાહત મળે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. અને જેનોની બીજી નાની-મોટી સંસ્થાઓએ પેઢીના આ પ્રયત્નમાં સહાયક થાય એવું દેલન કરવું જોઈએ. પૂજ્ય મુનિ મહારાજેએ પણ તે તે ગામના સંઘને આ પ્રયત્નમાં ફાળો આપવા ઉપદેશ આપવું જોઈએ. મારવાડમાં વિચરતા પૂજ્ય મુનિવર્યોને અમારી નમ્ર પ્રાર્થના છે કે તેઓ આ પ્રકરણમાં ધ્યાન આપી ત્યાંના જેન ભાઈઓને યોગ્ય માર્ગ સૂચન કરાવે.
અંતમાં–જાવાલ પ્રકરણ આપણું માટે ચેતવણીરૂપ બને, અને તેથી જાગ્રત બનીને આપણે એવું સંગઠિત બળ ઉત્પન્ન કરીએ કે જેથી એ બળને પ્રભાવ બીજું “જાવાલ” ઉભું થતાં અટકાવે અને જૈન સંધનું વર્ચસ્વ તેજસ્વી બને-એમ ઇચ્છિીએ છીએ.
For Private And Personal Use Only