________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
ઇલોરાની જેન ગુફાઓ
[૩૩]
હતી, જેને હાલમાં વિનાશ થયેલ છે. એ મૂતિ ઉપરની છતમાં એક વિશાલ કમળનું કુલ ચેરસ શિલા પર કોતરાએલ છે. દીવીઓ લટકાવવા માટે એ શિલાને ચારે ખૂણાઓમાં તેમજ મધ્ય ભાગમાં છિદ્રો છે.
અગ્નિ ખૂણામાં એક બારણું છે જે મારગે ભોંયરામાં જવાય છે. એ ભેયરને એક ખૂણામાં હવાડા જેવું છે. વળી છતમાં કુદરતી એક બાંકું છે જે ચગાનની પૂર્વ બાજુએ એક નાની ગુફામાં પડે છે. થોડાંક પગથિયાં આગળ જઈએ ત્યારે ચોગાનમાં જિનતીયકરની મૂર્તિઓનું શિલ્પકામ નિહાળી શકાય છે. શિલ્પકામવાળા આ ખંની મોખરે એક પાત્ર સાલ છે અને અંદરની બાજુએ ચાર ચોરસ થંભે છે. ગૌતમની મૂર્તિનું સ્થાન જમણું બાજએ છે તેમ પાર્શ્વનાથની મૂર્તિ ડાબી બાજુએ છે. ઈદ્ર જેમના ડાબા હાથમાં વટ અને જમણા હાથમાં શ્રીફળ છે તે પડસાલની દક્ષિણ ભણીને છેડે રેકી રાખે છે. અંબિકાની મૂર્તિ પ્રવેશદ્વારમાં તેની સામે જ આવેલ છે. જેના દ્વારપાળે નગ્ન સ્વરૂપે મંદિરના પ્રવેશદ્વારની રક્ષા કરે છે. આ મંદિરમાં નિત્ય મુજબ મૂર્તિ બિરાજમાન છે. આ ખંડની છત ઉપર ચિત્રકામના કેટલાએક ટુકડાઓ હજુ પણ વિદ્યમાન છે.
મહેટા ખંડમાં થઈને પાછા ફરતાં વાયવ્ય ખૂણામાં એક બારણું આવે છે જે બારણુના માર્ગે એક નાના ઓરડામાં થઈને બીજા મંદિરમાં જઈ શકાય છે. આ મંદિર પશ્ચિમ બાજુએ આવેલું છે અને તે ઉપરોક્ત છેટલા મંદિરને મળતું આવે છે. આ મંદિરનું શિલ્પકામ અદ્યાપિ પર્યત તાજુ જણાય છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ એક ચાર હાથવાળી દેવીની મૂર્તિ છે. તે દેવીના ઉપલા બે હાથમાં ચક્રો અને ડાબા હાથમાં વજ છે. પ્રવેશદ્વારની ડાબી બાજુએ એક બીજી દેવીની મૂર્તિ છે એ કદાચ સરસ્વતીની હેય. એ દેવી મયૂર ઉપર આરૂઢ થયેલ છે. તેને આઠ હાથે છે. આ ખંડની રચના પૂર્વના ખંડ જેવી જ છે. વળી દરેક શિલ્પકામ સંપૂર્ણ જોવામાં આવે છે. ઇંદ્ર, ગૌતમ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આ ખંડમાં બિરાજમાન છે.
જગન્નાથ સભા-જૈન ગુફા ઇંદ્રસભાથી ડેક દૂર એક બીજું ગુફામંદિર છે જે જગન્નાથસભાના નામથી ઓળખાય છે. આ મંદિરના મોખરે એક ગાન છે. મંદિરને અગાઉ કંઈ પડદે હશે તેમજ ચૌમુખમંડપ શિલ્યરચનાત્મક હોવા જોઈએ, એ બન્ને હાલ નાશ થએલ છે. આ ગુફા મંદિરના ચોગાનને સાફ કરતાં છુટી છૂટી મૂર્તિઓના જે સંખ્યાબંધ ટુકડાઓ મળી આવ્યા છે તે ઉપરથી આ ગુફાઓમાં કેટલું બધું શિલ્પકામ થયું હશે તેને પુરા મળી આવે છે. ખડકને ખેદી કાઢવાનું કામ શરૂ થયું તે પ્રસંગે જે ખેદકામ મળી આવ્યું તે ઉપરાંત આ બધું શિલ્પકામ સમજવું.
ચે ગાનની પશ્ચિમ બાજુએ બે ચોરસ સ્થંભવાળે એક ખંડ છે. એ સ્થભે ભારે છે અને તે મોખરે આવેલા છે. એ ઉપરાંત ચાર સ્થભે ખંડની મધ્યમાં આવેલા છે. તેમાંનું શિલ્પકામ બીજા ખંડની માફક થયેલું છે. દાખલા તરીકે પાર્શ્વનાથ ડાબી બાજુએ અને ગૌતમ જમણી બાજુએ અને મહાવીર કે બીન જિન-તીર્થકરની મૂર્તિ કાંતે મંદિરમાં
For Private And Personal Use Only