________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
-
-
-
-
કેટલાક ખડકમાંથી કોતરી કાઢવામાં આવેલા છે. આગલા ભાગની પડ કાળના ડાબી બાજુના છેડા ઉપર સોળમા તીર્થંકર શાંતિનાથની બે મોટી મૂર્તિઓ નગ્ન રૂપમાં છે. એ મૂતિએની નીચે જમણી બાજુએ આઠમા સૈકાને નીચે મુજબ મુદ્રાલેખ કાતરાએલે છે. - श्री साहील ब्रह्मचारिणः शान्तिभट्टारकमतिमेयम् ભાવાર્થ–સાહીલ નામના બ્રહ્મચારિઓ (બનાવેલી) શાંતિભદારની મૂર્તિ.
તેની પિલીમેર મૂર્તિઓ અને નિત્ય મુજબના શિલ્પ કામવાળું એક મંદિર છે. ખંડની અંદરની બાજુએ એક સ્થંભ ઉપર એક બીજી મહાન મૂર્તિ નગ્ન સ્વરૂપે છે. એ મૂર્તિની નીચે એક લીટીમાં શિલાલેખ કતરાએલ છે.
श्री नागवर्माकृत प्रतिमा ભાવાર્થ_શ્રી નાગવર્માએ બનાવેલ પ્રતિમા.
પાસાલના પૂર્વ છેડાની પાસે પથ્થરની સીડી છે જે મારગે ઉપલેમાળ ભવાય છે. તેના તળિયાની સામે એક મંદિર છે જેનું શિલ્પકામ બીજા મંદિર જેવું જ લગભગ છે. એટલે પાર્શ્વનાથની મૂર્તિ જમણી બાજુએ, ગૌતમની ડાબી બાજુએ, ઇંદ્ર અને અંબિકા પાછલી બાજુએ, અને મહાવીરની મંદિરમાં સિંહાસન ઉપર છે.
સીડી હેટા ખંડની પડસાળમાં જાય છે. એ ખંડ એક વખતે ચિત્રકામોથી શોભી રહ્યો હતો અને ચિત્રોના થે ડાક ધુમાડાવાળા અવશે હજુ ઉપલા ભાગ પર ખાસ કરીને માલુમ પડે છે. આગલા ભાગને બે સ્થળે ટકે છે. બીજા બે સ્થંભોથી પડસાલને પાછલે ભાગ બને છે. એ ઉપરાંત જે બાર સ્થંભે છે તે અંદરના ખંડની આસપાસ આવેલ છે. તે બાર સ્થભેની જુદી જુદી ચાર આકૃતિઓ છે. આમાંનાં સ્થંભ જેમને સમયકાળ લગભગ એક જ છે, તેમને લંકેશ્વરની ગુફામાં રથભ સાથે સરખાવતાં એ બને વચ્ચે લગભગ સરખાપણું જણાય છે. જો લંકેશ્વરની ગુફાનો સમળકાળ આઠમા સૈકાના પાછલા અડધા ભાગનો હોવાની માન્યતા ખરી પડે તે આ બને જેનસભાઓ અત્યંત આધુનિક હોઈ શકે નહી. ઈંદ્ર અને અંબિકાની મોટી આકૃતિઓ પડસાલના છેડે આવેલી છે. પડસાલની ઉંચાઈ સાડાચઉદ ફૂટ છે. બન્ને આકૃતિઓને પોતપોતાના પરિચારક છે. ઇન્દ્રની આકૃતિ વડના ઝાડની નીચે અને અંબિકાની આકૃતિ આંબાના ઝાડ નીચે છે. બાજુના અને પાછળ ભાગના ઝરૂખાની દિવાલના જે ભાગો પડે છે તે જિનો કે તીર્થકરોની મૂર્તિઓથી ભરપૂર છે.
દરેક છે. મધ્ય ભાગમાં સિંહાસનસ્થ તીર્થકરની મોટી મૂર્તિ હોય છે. મંદિરના દ્વારમાં પાર્થ અને ગૌતમની કૃતિઓ બિરાજિત કરેલ જેવામાં આવે છે. મંદિરનું દ્વાર સુંદર રીતે શોભિત છે. તેને બે આગળ પડતા સ્થંભે છે. આ દ્વારની ઉપર તેમજ આસપાસ ઘણું જ કેતર કામ છે. મંદિર સવીબાર ફુટ ઊંચું છે અને તેમાં શ્રી મહાવીરની મૂર્તિ હંમેશ મુજબ બિરાજમાન છે.
એક મોટા ખંડની મધ્ય ભાગમાં શાલુંખામાં ચૌમુખ જિનની મૂર્તિ બિરાજતી
For Private And Personal Use Only