________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
૨, ચેવીસટ્ટા (ધાતુના) ૨, સિદ્ધચક્ર (ધાતુના) ૨, પ્રતિમાજી (ધાતુના) ૫, નાનું યંત્ર (ધાતુનું) ૧, અષ્ટમંગળ (ચાંદીનું) ૧. કુલ સેળ. જમણુ બાજુના ગભારામાં– મૂળનાયક વાસુપૂજ્ય છે. પાષાણુની પ્રતિમા ૩, ચેવીસવડ્યા (ધાતુના) ૨, શાંતિનાથ ધાતુના ૧, સિદ્ધચક્ર ૨ (ચાંદીના ૧ ધાતુના ૧), અષ્ટમંગળ ધાતુના ૧, યંત્ર ધાતુનું ૧, પ્રતિમાજી ધાતુની છે. કુલ સત્તર. પશ્ચિમ તરફને ગભારો–મૂળ નાયક ધર્મનાથજી, પાષાણુના પ્રતિમાજી ૩, પ્રતિમાજી ધાતુના ૧, પંચતીર્થ ધાતુની ૧, શાંતિનાથ ધાતુના ૧, સિદ્ધચક્ર ધાતુના ૨, અષ્ટમંગળ ધાતુના ૧, સિદ્ધચક્ર ચાંદીના ૨. કુલ અગિયાર. ભીતમાં કોતરેલા પ વગેરે–૧ સમેતશિખરને પટ (ધર્મનાથના ગભારા બહાર ), ૧ શત્રુંજયની ટૂંકનો દેખાવ (પાષાણુને, ગભારા બહાર), ૧ તારંગાની ટૂંકનો પટ (પશ્ચિમ દિશાની ભીતે) કાતરે, ૧ અષ્ટાપદજીનો પાષાણને પટ (પૂર્વ દિશાએ), ૧ નંદીશ્વર દ્વીપ પાષાણુને પટ (પૂર્વ દિશાએ). ૧ ગિરનારજીની ટૂંકો નકશો ચીતરેલે ૧. શત્રુંજયગિરિનો પટ ચીતરલે, દેરાસરની બહાર છજામાં શ્રી મણિભદ્રજીને ગોખલે.
(૭) નવા શાંતિનાથજીનું દેરાસર-આ દેરાસરમાં મૂળનાયક શાંતિનાથજી, જમણી બાજુ ચંદ્રપ્રભ, ડાબી બાજુ મહાવીરસ્વામી છે. આમાં પ્રતિમા આ પ્રમાણે છે, પાષાણુની પ્રતિમા ૧૦, ધાતુની પ્રતિમા ૨, વીસવો ધાતુને ૧, પંચતીર્થી ધાતુની ૧, સિદ્ધચક્ર ધાતુના ૩, અષ્ટમંગળ ધાતુના ૧૦, કુલ અઢાર. ગભારા બહાર-પૂર્વ દિશાએ પદ્માવતી દેવી ગેખલામાં), સમેતશિખર પાષાણમય પટ, ગિરનારને પાષાણમય ૫ટ, સિદ્ધાચલજીને પાષાણમય ૫ટ, અષ્ટાપદજીને પાષાણમય ૫ટ, શિખરજીને સાદે પટ.
(૮) ચંદ્રપ્રભજિનનું દેરાસર-મૂળનાયક ચંદ્રપ્રભસ્વામી છે. આમાં પ્રતિમાજી આ પ્રમાણે છે. પ્રતિમાજી પાષાણુની પ્રતિમા ૧, શ્યામ પાષાણની પ્રતિમા ૧, ચોવીસી ધાતુની ૧, પંચતીથી ધાતુની ૧, પ્રતિમાજી ધાતુની ૨, સિદ્ધચક્ર ચાંદીના , સિદ્ધચક્ર ધાતુના ૧, અષ્ટમંગળ ધાતુના ૧, સિદ્ધચક્ર યંત્ર ધાતુને ૧, કુલ પંદર. ગભારા બહાર–પ્રતિમાજી પાષાણુના ૧, ગિરનારને પટ પાષાણને ૧, મતિ પાષાણની ૩, દક્ષિણ ભીતે ગોખલામાં સિદ્ધાચલજીની ટૂંકનો પટ પાષાણને ૧.
આ સર્વ દેરાસરમાં રહેલી ધાતુ પ્રતિમાજીના લેખો પ્રાયઃ કરીને આ. બુદ્ધિસાગરસૂરિજીકૃત “ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા. ૧-૨માં પ્રગટ થઈ ગયેલા છે.
શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિસ્થળ ગામની દક્ષિણ દિશાએ આશરે ત્રણ-ચાર ફર્લોગ દૂર શીતલાઈ તળાવની નજીક ન્યા. ન્યા. મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિસ્થળ અને તેની સાથે ભવ્ય બગીચે આવેલ છે. તેમાં પ્રવેશ કરવાને મુખ્ય દરવાજો પશ્ચિમ દિશાએ છે. દક્ષિણ દિશાએ શ્રીમદૂતા સમાધિસ્તૂપ સાથે મળી કુલ ૮ રતૂપને ચેરે આવેલ છે, જે પાષાણ જડિત, પતરાંથી આચ્છાદિત મંડપરૂપ અને ચારે બાજુ લોખંડના સળિયાના કઠેરાથી સુરક્ષિત છે. તેની ઉત્તર દિશાએ માળીને રહેવાનું મકાન અને આગળ બાગ આવેલ છે; જેમાંથી પુષ્પાદિ સામગ્રી સર્વ દેરાસરમાં જિનપૂજનાદિ માટે પૂરી પાડવામાં આવે છે. ચેરા નજીક ફૂલે છે જેનું પાણી બાગના ઉપયોગમાં આવે છે. બાગની આગળ મુનિ
For Private And Personal Use Only