SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી દૃષ્ટિવાદના ઝરણુસ્વરૂપ, કર્મવિષયક મહાન ગ્રંથ શ્રી કર્મપ્રકૃતિના વિષયોનું સંક્ષિપ્ત તારણ લેખક-પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ગણી [ પૂ. આ. ભ. શ્રી વિજય મેહનસૂરિશિષ્ય ] (ગતાંકથી ચાલુ) ઉદીરણાનું સ્પષ્ટ સ્વરૂપ ઉદીરણું – આ શબ્દ તે ભાષા–લેકવ્યવહાર–માં પણ ઘણે પ્રચલિત છે. કોઈ માણસ શાંત બેઠે હોય અને તે માણસની કોઈ છેડતી કરે તે વખતે સામાન્ય રીતે એમ બોલાય છે કે–ભાઈ! નકામી શા માટે ક્રોધની ઉદીરણું કરે છે? અહીં કર્મના વિષયની ઉદીરણમાં પણ લગભગ તે પ્રમાણે જ સમજવાનું છે. કર્મના માટે સામાન્ય એવો નિયમ છે કે-જે કર્મની જેટલી સ્થિતિ આત્માએ બાંધેલી હોય તેના પ્રમાણમાં તે કમને જે અબાધાકાલ નક્કી થયેલ હોય તે અબાધાકાલ સમાપ્ત થયે તે કર્મનો ફેલ ભોગવવા રૂપે ઉદય શરૂ થાય છે. પ્રત્યેક સ્થિતિસ્થાનોમાં રહેલા કર્માણુ ક્રમશ: અર્થાત સમયે સમયે ઉદયમાં આવતા જાય છે એટલે કે પિતાનું શુભાશુભ ફળ પ્રગટ કરે છે, અને તે ફળનો અનુભવ કર્મ બાંધનાર આત્માને યથાયોગ્ય થાય છે. હવે જે સ્થિતિસ્થાન પાછળનાં છે અને તેમાં રહેલા કર્માણુઓ સામાન્ય રીતે પોતાનો ક્રમ આવશે ત્યારે ઉદયદ્વારા સ્વફલને અનુભવ કરાવવાનાં છે, તે પાછળના સ્થિતિસ્થાનમાં રહેલા કર્માણુઓને પ્રયત્ન વિશેષ વડે આગળના અર્થાત્ ઉદયસમ્મુખ થયેલ સ્થિતિસ્થાનોમાં (ઉદયાવલિકામાં) નાખી તેને મોડો ભોગવટે કરવાને બદલે શીધ્ર ભગવટે કરવો તેનું નામ ઉદીરણું કહેવાય છે. કોઈ પણ ખાળ વિશેષમાંથી ધીમે ધીમે પાણી નીકળતું હોય, તેટલામાં પાછળથી કઈ લાકડી અંદર નાખી વારંવાર આઘીપાછી કરે તે જેમ એક સાથે પાણીનો પ્રવાહ શરૂ થાય છે એટલે કે લાકડી નાખવારૂપ પ્રયત્ન વિશેષવડે જે પાણું મોડું બહાર નીકળવાનું હતું તેને બદલે જેમ શીધ્ર બહાર આવે છે તે પ્રમાણે જે વીર્યવિશિષ્ટ પરિણામવડે ફળ સન્મુખ (ઉદયસમ્મુખ) નહિ થયેલા (ઉદયાવલિકા બહારના) કર્માણુઓને પણ ફળ સન્મુખ થયેલા (ઉદયાવલિકા પ્રવિષ્ટ) કર્માણમાં સ્થિતિસ્થામાં પ્રક્ષેપી તે કર્માણુઓને શીધ્ર જે ભગવટો કરે તેનું નામ ઉદીરણાકરણ છે. ઉદીરણું સંબંથી ઉદાહરણ સાથે વિશિષ્ટ સમજ જેમકે–એક વ્યકિતએ કોઈ પણ કર્મની, એક કડાછેડી સાગરેપમપ્રમાણુ સ્થિતિ બાંધી, તે કર્મ સામાન્ય રીતે તેને ૧૦૦ વર્ષને અબાધાકાલ પૂર્ણ થયા બાદ ઉદયમાં આવે. સમજવા માટે અસત્ કપનાથી ધારે કે–એક કડાકડી સાગરમય એટલે દશ હજાર સમય કઈ પણ કર્મ બંધાયા પછી સામાન્ય રીતિએ તરત ઉદયમાં નથી આવતું. કર્મશાસ્ત્રને એ નિયમ છે કે-જેટલા કડાકોડી સાગરોપમની સ્થિતિ તેટલા સો વર્ષે તે કર્મ ઉદયમાં આવે. ત્રીસ કેડાછેડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ ૩૦૦૦ વર્ષ બાદ સામાન્ય રીતે ઉદયમાં આવે. આ ત્રણ હજાર વર્ષ જે કાળ તેને અબાધાકાળ' કહેવાય છે. આ અબાધાકાળ આયુષ્ય કમમાં જુદી રીતે છે. For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy