SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૪ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૭ ચિડમાં અને મહમૂદે માંડવમાં વિજયસ્તંભ ઊભો કર્યો. માંડવમાં તે સ્થંભ પડી ગયો છે ને ચિતડમાં આજ પણ તે સ્તંભ કાયમ છે. ૩૪ વર્ષને રાજ્યકાળમાં તેણે માંડવની શોભા ખૂબ વધારી હતી. તે લડાઈને ઘણો શોખીન અને મહત્ત્વાકાંક્ષી હતું. તેણે પાંચ છ વખત મેવાડ પર અને ગુજરાત, બહમની, દિલ્લી વગેરે રાજ્યો પર ચઢાઈ કરી હતી, પણ કોઈ સ્થળે તે ફાવ્યો ન હતો. માળવાના દરેક સુલતાને કરતાં આની કીર્તિ દૂર દૂર ફેલાઈ હતી. તે ધર્માન્ત મુસલમાન હતા. તેણે માંડવમાં વિશાળ મકાન સંગેમરમર પત્થરનાં બનાવ્યાં હતાં. તેમાંના અગ્રણી મહેલ વગેરે હાલ પણ ત્યાં છે. તેણે પોતાની રાજધાની માંડવામાં ગાંડાનું દવાખાનું ખૂલ્યું હતું અને મૌલાના ફજલઉલ્લા હકીમને ત્યાં નિયુક્ત કર્યા હતા. અને મલિક-ઉલ-હુકમા–નો ખીતાબ હકીમને તેણે આપ્યો હતે. . ' મધ્યકાલીન યુગમાં ગાંડાના દવાખાનાની આ વાત પ્રથમ જ મળે છે. આના સમયમાં માંડવના તત્વવેત્તાએ શિરાજ અને સમરકંદ સુધી વિખ્યાત થયા હતા. બુંદીકેટા, રણથંભોર, મંદસૌર વગેરેના ખંડિયા રાજા અને ઈજિપ્ત (મિથ) ને સમરકંદ સુધીના રાજદૂત પણ માંડવમાં આવતા ને હિન્ડોલા મહેલમાં (દરબાર કચેરિમાં) બેસીને રાજનીતિને અનુભવ લેતા. આના રાજ્યમાં પણ જેનોનો સારો પ્રભાવ હતો. આની રાજ્યનીતિ વખણાતી હતી. તેની એક વાત એવી છે કે, માંડવમાં એક રાતે એક વાણિયાને ત્યાં ચોરી થઈ વાણિયાએ રાજ્યમાં ફરીયાદી કરી. ચોરી થઈ છે એવું પૂરવાર થયે છતે શાહી ખજાનામાંથી તેની કિંમત આપી દીધી અને પછીથી કોટવાલ, જમાદાર વગેરે નગરરક્ષક પુરુષને પગારમાંથી કાપીને તે રકમ પૂરી કરવામાં આવી હતી. ૧૫ર ૫ થી ૧૫૫૬ સુધી ગયાસુદ્દીન ખીલજીએ રાજ્ય કર્યું. તે મહમૂદને મોટે પુત્ર હતો. તેણે પોતાના ભાઈઓને જાગીર આપી સંતુષ્ટ રાખ્યા હતા. તેને સંગીત, નૃત્ય વાજિત્ર વગેરેને ઘણો શોખ હતો. તેને ઘણે સમય એશ-આરામમાં જ જતો હતો. તે પ્રેમી ખૂબ હતો. તેના મહેલમાં એબીસીનીયાની ૫૦૦ છોકરીઓ પુરષષમાં શસ્ત્ર સહિત રહેતી હતી ને તે સૈન્ય ‘હવીવાશ સૈન્ય’ કહેવાતું. એ જ પ્રમાણે તુર્કસ્તાનની ૫૦૦ છોકરીઓ રહેતી હતી ને તે “મુગલ સૈન્ય” કહેવાતું. બીજી ૫૦૦ છોકરીઓ રહેતી હતી તે પિતાની બુદ્ધિ માટે પ્રસિદ્ધ હતી. આમાંથી હંમેશ એક છોકરી સુલતાન સાથે ભોજન કરતી હતી. તેના ઝમાનામાં ૧૫૦૦૦ (પન્નર હજાર ) સ્ત્રીઓ હતી. માંડવમાં ચમ્પાવાવડી અને મુંજ સરોવરની આસપાસ તેણે એક સ્ત્રીનગર વસાવ્યું હતું, જેમાં વરથી માંડીને સામાન્ય નોકર સુધી સર્વ અધિકાર પર સ્ત્રીઓ હતી. તે ઘણો જ ધર્માન્ત હતો. તેની એક વાત એવી આવે છે કે, એક મનુષ્ય એક ગધેડાની ખરી લઈને તેની પાસે ગયો ને કહ્યું કે આ “ઈસા મસીહ ના ગધેડાની ખરી છે. રાજાએ તે લીધી અને તેને પચાસ હજાર સીક્કા બક્ષીસ કર્યો. એ પ્રમાણે બીજ ત્રણ જણ પણ ઈનામ લઈ આવ્યા. પછીથી એક પાંચમો માણસ પણ ખરી લઈને ગયા ત્યારે દરબારીઓએ કહ્યું કે “સુલતાન, ગધેડાને ચાર જ પગ હોય છે. રાજાએ ઉતર આપ્યો કે, “સારુ, પણ કદાચ પેલા ચારમાંથી કઈ જઠો હશે અને આ સાચું હશે તો.” આના સમયમાં જહાજમહેલ, તબીરીમહેલ, હિન્ડોલામહેલ, ચંપાવાવડી, જનાનામહેલ વગેરે મેઢાં મકાને સુધારા-વધારા સાથે પૂર્ણ કરવામાં આવ્યાં હતાં. For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy