________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક પ ]
અહિચ્છત્રા નગરી ઐતિહાસિક ઉલ્લેખ ઈ. સ. પૂર્વે. ચઉદમી શતાબ્દિ સુધી મળી શકે છે. પુરાતન સમયમાં આ નગર ઉત્તર પાંચાલ દેશની રાજધાનીનું શહેર હતું. અહિચ્છત્રાનો અર્થ નાગફણું યાને નાગના ફણાની છત્રી થઈ શકે છે. ત્યાં આવેલ પુરાતન કિલ્લાને આદિ કોટ કહેવાય છે.”
–(મેક કન્ડલ, એશ્યન્ટ ઈન્ડીયા, પૃષ્ઠ. ૧૩૩-૩૪.) અહિચ્છત્રાના ખોદકામમાંથી પુરાતત્ત્વ ખાતાએ કેટલોક શિલાલેખ ખોદી કાયા છે. તેમાંના લેખો પૈકીના એક શિલાલેખમાં ગ્રીક ભાષામાં “અડિસડર” (અહિચ્છન્ના) નામ બતાવેલ છે.
–(કનિંગહામ, એશ્યન્ટ જોગ્રાફી ઑફ ઈન્ડીયા, પૃષ્ઠ ૭૦૫ માં બતાવેલ નેટ.)
આ પરથી જણાઈ આવે છે કે આ સમયમાં આ પ્રદેશમાં ગ્રીનું આવાગમન અને કળા દાખલ થયેલ હેવી જોઈએ.
ઈ. સ. પૂર્વે ૮૫૦ ના સમય દરમ્યાન આ નગર પૂર્ણ જાહેરજલાલીમાં હતું. આ સમૃદ્ધિશાળી નગરમાં આ સમયે મહારાજા કણકેઉ (કનકકેતુ) રાજ્યકર્તા થઈ ગએલ છે. જે સમયમાં વશમા જૈન તીર્થંકર પાર્શ્વનાથને કમઠ નામના દેવે આ સ્થાને ઉપસર્ગ કરેલ હતો.
-(જ્ઞાતાધર્મકથા, પૃષ્ઠ. ૧૯૨) પુરાતત્ત્વ–આર્કિઓલોજિકલ ખાતા તરફની શોધખોળ પરથી તેમજ મળી આવેલ શિલાલેખ પરથી આ નગરના પુરાતન શિલાલેખમાં ઈ. સ. ૯૬ થી ૧૫ર થી લઈ ઈ. સ. ૧૦૦૪ સુધીના એતિહાસિક ઉલ્લેખો મળવા પામ્યા છે. અહીં આવેલ આલમપુર નામના કેટના મંદિરમાં જૈન મૂર્તિઓ તેમજ બૌદ્ધ મૂર્તિઓ મળી આવેલ છે. અને કટારી ક્ષેત્રમાંથી કેટલીક જૈન મૂર્તિઓ મળવા પામેલ છે. કટારી ક્ષેત્ર આ પુરાતન કીલાથી ૧૨૦૦ ફીટની અંતરે ઉત્તર દિશા તરફ આવેલ છે. ડૉ. દૂહરરે આ સ્થાનના ખેદકામમાંથી કિલ્લાની પશ્ચિમ દિશા ભણીના ભાગમાં આવેલ ટીલાનું ખોદકામ કરતાં ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દનું એક સભામંદિર શોધી કાઢેલ હતું. તેમજ તેની ઉત્તર દિશાના ભાગમાં ખોદકામ થએલ તે વખતે ખંડેરેમાંથી એક બીજું મંદિર શોધી કાઢેલ હતું. આ સ્થાનને અહિચ્છત્રાવર્તમાન રામનગર–નામથી ઓળખાવવામાં આવે છે. ઈ. સ. પૂર્વે અને તે પછીના ગુપ્ત રાજ્યકાલના શાસન સુધીમાં આ પાંચાલ દેશ પર કેટલાએક જેન રાજાઓ રાજ્ય કરી ગએલ છે. ગુપ્ત રાજાઓની પૂર્ણ જાહોજલાલીના સમય સુધી આ પ્રદેશમાં જેનધર્મ ઉન્નતિ પર હતા. જ્યાં સેંકડો જેન નિશ્રમ) વિહાર સારા પ્રમાણમાં થતા, પરંતુ વર્તમાનમાં આ સ્થાન પર એક પણ જેન શ્રમણને વિહાર થતા સાંભળવામાં પણ આવી શકતો નથી.
૨ાજ્યકર્તાઓના સિક્કા–આ પુરાતન સ્થાનના ખોદકામમાંથી રાજ્ય કર્તાઓના સિક્કાઓ સારા પ્રમાણમાં મળી આવ્યા છે. જે ઈ. સ. પૂર્વે. ૨૦૦ થી ઈ. સ. છઠ્ઠી શતાબ્દિ સુધીના છે. સિક્કાઓ પરથી જણાઈ આવે છે કે શુંગ વંશના રાજાઓ અગ્નિમિત્ર,
- -
-
-
૧ ડો. હરર. રિપોર્ટ. સન. ૧૮૯૧-૯૨. ૨ એપિઝારીઆ ઈન્ડીકા વૅ, ૧૦ પૃષ્ઠ. ૧૧૦-૧૧૫
For Private And Personal Use Only