________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૪ ]
નરોડાના ઘ્વસ્ત મદિરના પરિચય
[ ૨૭૭ ]
ખેદની વાત તે! એ છે કે અમદાવાદ કે જે જૈનપુરી કહેવાય ત્યાંથી દર વર્ષે હજારા જેના અહીયા આવે છે. છતાં કાઈ પણુ ભાવિક મહાનુભાવે આ તરફ લક્ષ્ય આપી આ મંદિરને પ્રકાશમાં લાવી જીર્ણોદ્ધાર માટે પ્રયત્ન નથી કર્યું. અમદાવાદના ધર્માં પ્રેમી ભાવિક ધનાઢય–જૈન સધની પહેલામાં પહેલી ફરજ છે કે આ મદિરને પ્રકાશમાં લાવે. વિધર્મીએના ભયથી કેટલાંએ સૈકાંઓથી ભૂગર્ભમાં રહેલા આ કળામય પ્રાચીન જિનમદિરને બહાર લાવી આજના પ્રચારયુગમાં ગુજરાતને પ્રાચીન કળા, ભક્તિ અને શ્રદ્ધાનાં દર્શન કરાવવાની અનિવાર્ય આવશ્યક્તા છે.
જૈનસધની સુપ્રસિદ્ધ પેઢી—આણંદજી કલ્યાણજીની પેઢી જૈનપુરીમાં છે. તેના પ્રતિનિધિએ સવેળા જાગૃત થઈ આ પુણ્ય કાર્યના ભાર ઉપાડી લઇ આ ભવ્ય જિનમદિરને પ્રકાશમાં લાવવાનું પુણ્ય ઉપાર્જન કરે એ સૂચના વધુ પડતી નથી.
મને આશ્રય તે। એ થાય છે કે અમદાવાદની નજીકના આ ભવ્ય મદિર પ્રત્યે જૈન સંઘે કેમ દુČક્ષ્ય કર્યું હશે ? ખેર, જે થયું તે થયું. હવે સમય ન કાઢતાં આ મદિરના ખેાદકામનું કાર્ય જલદી જ શરૂ થાય એમ ઈચ્છું છું
આ લખતી વખતે ગુજરાત પુરાતત્ત્વના ભૂતપૂર્વ આચાર્ય અને ઇતિહાસના સાક્ષર સુજ્ઞ જિનવિજયજીના વિચાર! ટાંકી આ લેખ પૂર્ણ કરું છું.
“××× મંદિરનિર્માણુ પાછળ તે કાલના જૈનાચાર્યોએ જે આટલા બધા વિશિષ્ટ ભાર આપ્યા છે અને કાર્ય દ્વારા પુણ્યપ્રાપ્તિની મહત્ત્વાકાંક્ષા જાગ્રત કરવા માટે શ્રાવકાને તેમણે જે સતતરૂપે લક્ષ્મીની સાર્થકતા ઉપદેશી તેના લીધે જૈતાએ આજ સુધીમાં ગુજરાતમાં હજારા જૈન મંદિરે બધાવ્યાં અને લાખા જૈનમૂર્તિ સ્થાપિત કરી-કરાવી. ગુજરાતનાં ગામે ગામ અને નગરે નગર નાનાં મેટાં અસંખ્ય જૈન મદિશ બંધાયાં; અને એ રીતે ગુજરાતની સ્થાપત્યકળાના અદ્દભુત વિકાસ સધાયા. એ સુંદર અને સુરમ્ય મદિરાના અસ્તિત્વથી ગુજરાતનાં કેટલાંએ ક્ષુદ્ર ગામેાને પણ નગરની શાભા પ્રાપ્ત થઈ, અને નગરેને પેાતાની સુંદરતામાં સ્વર્ગીપુરીની વિશિષ્ટ આકર્ષીકતા મળી. દુર્ભાગ્યે ગુજરાતનાં એ દિવ્ય દેવમદિરા અને ભવ્ય કળાધામેાના વિધર્મીઓના હાથે વ્યાપક વિધ્વંસ થઈ ગયા છે, અને આજે તે તેને હારમે હિસ્સે પણ વિદ્યમાન નથી. છતાં જે કાંઈ થેાડા ધણા અવશેષ। બાકી રહ્યા છે તેમનાં દનથી ગુજરાતની સ્થાપત્યકળાને આજે આપણને જે કાંઈ યત્કિંચિત્ સ્મૃતિસંતાષ થાય તેવા આલ્હાદ થઈ શકે છે તે માટે આપણે જૈનાને જ ઉપકાર માનવા જોઇએ. ’’ ( ગુજરાતિ ગ્રંથકાર સંમેલન-૧૯૩૮-વ્યાખ્યાન માલા) ( ગુજરાતના જૈનધર્મ વ્યાખ્યાન ) આ વચને નરાડાના ધ્વસ્ત મંદિરમાં આપણને પ્રત્યક્ષ દેખાય છે. અમદાવાદના જ કાઈ દિલેર દાની ધર્મી ગૃહસ્થ ધારે તે આ પ્રાચીન જિનમદિરને પ્રકાશમાં લાવી જૈનશાસનની પ્રભાવના કરી શકે તેમ છે, તેમજ સમસ્ત ગુજરાતને એક પ્રાચીન ભવ્ય કલામય મંદિરનાં દર્શોન કરાવી શકે તેમ છે. અમને પણ આ મંદિરનાં દર્શનને લાભ મલ્યે તેમાં અમદાવાદની માંડવીની પોળની નાગજી ભુધરની પેાળના ઉત્સાહી જૈન સંધ જ નિમિત્ત ભૂત છે. તેમના આગ્રહથી એક નાનકડા સધ સાથે અમે ત્યાં ગયા, રેકાયા અને મંદિરનાં દર્શનને લાભ મેળવ્યા. આ મદિરને પ્રકાશમાં લાવવાનો કાઈ ધર્મવીર લાભ લ્યે એ શુભેચ્છા સાથે વિરમું છું.
For Private And Personal Use Only