________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીપાત્સવી અંક ]
શ્રી અભયદેવસૂરિજી
શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવેલા ગ્રંથા અગટીકાનો વિભાગ
૧ સ્થાનાંગ ટીકા—આ મૂલ સૂત્રમાં પહેલા અધ્યયનમાં આત્મા વગેરે એકેક પદાર્થો જણાવ્યા છે, બીજા અધ્યયનમાં એ એ પદાર્થો કયા કયા તે જણાવ્યું છે. આ ક્રમે અંતે દશમા અધ્યયનમાં દસ દસ સખ્યામાં કયા કયા પદાર્થો છે? તે જણાવ્યું છે. આ રીતે આ ગ્રંથમાં જીવ, અજીવ વગેરે તત્ત્વા, સ્વસમયાદિની બિના, નદી પર્યંત ક્ષેત્ર વગેરેની બિના જણાવી છે, ચોથા અધ્યયનમાં નરકે જવાનાં ચાર કારણેા, એ રીતે થતા શ્રાવકના ચાર પ્રકારે; પાંચમાં અધ્યયનમાં સમિતિ, અણુવ્રત વગેરેની બીના; નવમા અધ્યયનમાં શ્રી વીર પ્રભુના શાસનમાં ભાવી તીર્થંકરના ૯ જીવા શ્રેણિક, શંખ, શતક, સુપાર્શ્વ, સુલસા, રેવતી શ્રાવિકા વગેરે થયા તેની ખીના આપી છે. ‘ અંગુત્તરનિકાય ’ નામના બૌદ્ધ ગ્રંથમાં પણ આ સૂત્રની શૈલી માલુમ પડે છે. અવસરે દૃષ્ટિવાદની પણ કેટલીક ખીના જણાવી છે. આ સૂત્ર ઉપર આચાર્ય શ્રી અભયદેવસૂરિએ ટીકા બનાવી છે. આ ટીકાના અંતમાં સરિજી મહારાજે પાતાથી જે કંઇ ઉત્સૂત્ર ખેલાયું હોય સુધારવા મહાપુરુષોને જે વિનંતી કરી છે તે ઉપરથી સૂરિજીની અનહદ નમ્રતા અને પાપભીરૂતા જણાઇ આવે છે. વધુમાં તે જણાવે છે કે-આ ટીકા બનાવવામાં શ્રી અજિતસિહસૂરિના શિષ્ય યશેાદેવ ગણિએ મને મદદ કરી છે. શ્રી દ્રોણાચાય વગેરે મહાપુરુષોએ પણ સંશાધન કરીને આ વિવક પ્રત્યે આદરભાવ દર્શાવ્યા છે. મૂલ સૂત્રનું પ્રમાણુ શ્લોક-૩૭૦૦ અને ટીકાના શ્લોક ૧૪૨૫૦ છે. વિ. સં. ૧૧૨૦માં આ ટીકા બનાવી. અભયદેવસૂરિ ચદ્રકુલમાં થયા છે. અભયદેવસૂરિ નામના આચાર્યાં બીજા ગચ્છમાં પણ થયા છે. તેમાં પ્રસ્તુત અભયદેવસૂરિજી નવાંગીટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૭ ]
૨ સમવાયાંગ ટીકા—મૂલ સૂત્રમાં એકથી માંડીને ૧૦૦ ઉપરાંત જીવાજીવાદિ પદાર્થોનું વર્ણન કર્યું છે. દ્વાદશાંગી ગણિપિટકનું પલવાત્ર એટલે ટૂંકા સારથી ભરેલું આ ચેથુ અંગ છે. આની ઉપર અભયદેવસૂરિ મહારાજે ૩૫૭૫ શ્લોકપ્રમાણ ટીકા બનાવી છે. મૂલસૂત્રનું પ્રમાણ–૧૬ ૬૭ શ્લોક છે. વિ. સં. ૧૧૨૦ની સાલમાં અણહિલપુર પાટણમાં આ
ટીકા બનાવી છે.
For Private And Personal Use Only
૩ શ્રી ભગવતીસૂત્ર ટીકા—મૂલસ્ત્રમાં જીવ, અજીવ, લોક, અલેક, સ્વસમયાદિનું વર્ણન આવે છે. એટલે ચારે અનુયાગની બીનાથી ભરેલું આ સૂત્ર છે. આમાં શ્રી ગૌતમરવામી વગેરે ભવ્ય જીવેા પ્રશ્નો પૂછે અને પ્રભુ શ્રી મહાવીરદેવ ઉત્તર આપે, આ રીતે ૩૬૦૦૦ પ્રશ્નોત્તરવાળું આ પાંચમું અંગ છે. અતિમુક્ત મુનિ, તુંગિયા નગરીના શ્રાવકા, યુદ્ધ જાગકાદિ ભેદો, સુપ્તપણું અને જાગવાપણું વગેરે અંગે જયંતી શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નો, પાંચ પ્રકારના દેવનું તથા દાનનું સ્વરૂપ, આઠ પ્રકારના આત્મા, કષાયના વિપાકા, નારકી વગેરેના આહારાદિની બીના આમાં આવે છે. મૂળ ગ્રંથ ૧૫૭૫૨ શ્લોક પ્રમાણ છે. આના ઉપર અભયદેવસૂરિજી મહારાજે વિ. સ. ૧૧૨૮માં ૧૮૬૧૬ શ્લોકપ્રમાણ ટીકા બનાવી છે. આ ટીકાને શ્રી દ્રોણાચાર્યે શુદ્ધ કરી છે. ૧. આચારાંગ ચૂર્ણિ, ૨. સૂત્ર કૃતાંગ ચૂર્ણિ, ૩. ભગવતી ચૂર્ણિ, ૪. અનુયાગદાર ચૂર્ણિ, પ. નંદી ચૂર્ણિ, ૬. દશવૈકાલિક ચૂર્ણિ, છ. ઉત્તરાધ્યયન ચૂર્ણ, ૮. આવશ્યક ચૂર્ણિ, આ આઠ ચૂર્ણિપ્રથા હાલ હયાત છે. તેમાંથી શ્રી ભગવતી
૯