________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું પણ કહી દીધી. રાજાએ ખૂશી થઈને કહ્યું કે “કોઈ મહાતપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય
કે તે આપીને જ હું આ લઈ શકું.” શ્રાવકેએ કહ્યું “આનું મૂલ્ય જે આપ આપે તે અમારે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રશ્ન (ટકા) અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તક લખાવીને સૂરિજીને વહેરાવ્યાં. તેમજ પાટણ, તાઋલિસી નગરી, આશાપલ્લી (આશાવલ), ધોલકા વગેરે નગરના રહીશ મહાધનિક ૮૪ શ્રાવકેએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતો લખાવી પરમ ઉલ્લાસથી આચાર્ય મહારાજને વહોરાવી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્ત્વરૂપ તાળાને ઉઘાડવાની કુંચી જેવી નવે અંગની ટીકાઓ પ્રવર્તમાન થઈ.
ટીકાઓ બનાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ઘેલકા નગરમાં પધાર્યા. ઉજાગર, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાર્ય મહારાજને કોઢ (રક્તદેષ) રેગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઈર્ષ્યાળ લેકે કહેવા લાગ્યા કે–સૂત્રવિર દ્ધ બોલવાથી સૂરિજીને કોઢ થયો છે.” આ સાંભળી શકથી વ્યાકુળ થએલા અને પરલેકગમનની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેથી સ્વપ્નામાં ગુરુએ પિતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયો. આથી ગુરુએ વિચાર્યું કે “કાળરૂપ આ ભયંકર સ મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તો હવે અનશન આદરવું એ જ મને યોગ્ય છે. એ પ્રમાણે ચિતવતાં ગુરૂને બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્ર કહ્યું કે “મેં તમારા દેહને ચાટીને રેગ દૂર કર્યો છે.” એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે “મરણની બીકથી મને ખેદ થતો નથી, પરંતુ રોગને લીધે ચાડિયા લેકે જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતો નથી. ત્યારે ધરણેન્કે કહ્યું કે-“હે ગુરુજી ! એ બાબત તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખુદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી જેનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરે કે જેથી તે થતી નિંદા અટકી જશે, અને તે નિંદકે જ જૈનધર્મના વખાણ કરશે.
શ્રીકાંતા નગરીને રહીશ ધનેશ નામનો શ્રાવક વહાણ ભરીને સમુદ્ર માર્ગે જતો હતો. અધિષ્ઠાયક દેવે તેનાં વહાણ થંભાવી દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે તેણે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાઓ મેળવી હતી. (આ બીના શ્રી પ્રભાવકચરિત્રમાં કહેલી છે.) તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થ થયું. બીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપના કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન (થાંભણ) ગામના પાદરમાં વહેતી એટીકા (સેઢી) નદીના કાંઠે વૃક્ષટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભન ) પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરે, કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને તેના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણ) નામનું ગામ વસાવ્યું.
આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશો તો તમારી પણ પવિત્ર કીર્તિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેત સ્વરૂપે તમારી આગળ બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તો બતાવશે. એ પ્રમાણ કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રી ધરણેન્દ્ર પિતાના સ્થાને ગયા. ઈન્દ્ર કહેલી બીના જાણુને સૂરિજી મહારાજ ઘણુ ખુશી થયા. તેમણે આ રીતે બનેલ તમામ વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. તે સાંભળી શ્રીસંઘે યાત્રાએ જવા તૈયારી કરી.
For Private And Personal Use Only