SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું શ્રાવક નાગનતુઓનું વર્ણન કરીને એ શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને બધા ક્ષત્રિય શાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા–અહો અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનન અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનતુક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં વિવેક સહિત અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીધી કે-“હે બુદ્ધિનિધાન શિષ્ય ! તારે અવસર જોઈને વ્યાખ્યાન વાંચવું.” - એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે-હે મહારાજ ! શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલ વરંતરવિવાળિચાર્દૂિ ઈત્યાદિ ચાર ગાથાને કૃપા કરી અર્થ સમજાવો! ત્યારે શ્રી. અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓનાં તમામ વિશેષણનું ગારરસથી ભરેલું વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી ગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુંવરીએ આ વર્ણન સાંભળ્યું. એમ સાંભળીને કુંવરીએ વિચાર્યું કે આ મારો સ્વામી થાય તો જન્મ સફળ થાય. હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લેભ પમાડું. એવું વિચારી ઉપાશ્રયના બારણું પાસે આવીને બેલી કે-હે બુદ્ધિમાન પંડિત ! બારણું ઉઘાડો ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગાબ્દી કરવાને આવી છું. આ અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપ્યો કે “પહેલાં તમને જે શિખામણ આપી હતી તે ભૂલી ગયા અને જ્યાં ત્યાં હોશિયારી બતાવો છે ! હવે શું કરશો ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા (નરકવાસ) માં લઈ જનારી આ સમિતિની આવી છે.” તે સાંભળી અભયદેવે કહ્યું કે-“હે પૂજ્ય ! આપની કૃપાથી તે નિરાશ થઈને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આપ જરા પણ ચિંતા કરશો નહિ.” પછી અભયદેવે બારણું ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે-“હે રાજપુત્રી ! અમે જૈન સાધુઓ છીએ તેથી અમે એક મુદ્દત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાતો પણ કરતા નથી, તો પછી ગુણગોષ્ઠી અમારાથી કરી શકાય જ નહિ. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ દેતા નથી, સ્નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી, તેમજ નિર્દોષ એવું અન્ન ભિક્ષાવૃત્તિઓ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મળ, મૂત્ર વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુર્ગધમય અને બિભત્સ છે. આવા દુર્ગધમય અમારા શરીરને સ્પર્શ કરવો તારા જેવી રાજપુત્રીને ઉચિત નથી. આ પ્રમાણે એવું બિભત્સ રસનું વર્ણન કર્યું કે જે સાંભળી તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી. પછી તે ગુરુમહારાજની પાસે આવ્યા ત્યારે શ્રી ગુરુમહારાજે કહ્યું કે તારું બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાન કાલમાં તેને શમાવી દેવું વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશ નાંખીને બનાવેલ જુવારને હુમરો ( રેટ) તથા કાલિંગડાનું શાક વાપરવું જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુશ્રીએ અભયદેવને યોગ્ય જાણીને સં. ૧૦૮૮માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના ૧ આ સ્તવનના બનાવર શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદીષેણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે-શ્રેણિક રાજાના પુત્ર નદીણ મુનિએ તે બનાવ્યું છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy