________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
વંદન કરવા આવ્યા. વંદન કરી શેઠ યોગ્ય સ્થાને બેઠા. અવસરે બ્રાહ્મણોને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે-આ બંનેની અસાધારણ આકૃતિ સર્વને જીતનારી છે. ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહ્મણે ગુરુના સામું જોઈ રહ્યા. આથી ગુરુજીએ તેમને મેઢાના બીજાં પણ ચિહ્નો ઉપરથી દીક્ષાને લાયક જાણીને વૈરાગ્યમય દેશના સંભળાવી. તે સાંભળીને તેઓએ દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. અવસરે ગુરમહારાજે વિધિપૂર્વક તેમને દીક્ષા આપી. તે વખતે શ્રી જિનેશ્વર અને બુદ્ધિસાગર એમ બંનેનાં નામ પાડ્યાં. મહાતપસ્વી એવા તે બંનેને ગોહનપૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો અને અવસરે તેમને આચાર્ય પદને લાયક જાણીને ગુરુએ સૂરિપદ આપીને પિતાના પટ્ટધર બનાવ્યા. ત્યારે તેઓ શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા.
અનુક્રમે વિહાર માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં ગુરુમહારાજે જણાવ્યું કે-પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહિત મુનિઓને ત્યાં ટકવા દેતા નથી ને બહુ જ કનડગત કરે છે. તમારે તે જુલમને અટકાવવો, કારણ કે અત્યારે તમારા જેવા બુદ્ધિશાળીઓમાં શિરોમણિ બીજા કોઈ ભાગ્યે જ હશે. આ ગુરુવચનને વધાવી લઈ બંને સૂરિવરએ ગુજરાત તરફ વિહાર કરી અનુક્રમે પાટણ શહમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણી. છેવટે બંનેને ગુરુજીનું વચન યાદ આવ્યું. આ વખતે પાટણમાં મહાપરાક્રમી અને નીતિશાળી દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. તે બંને સૂરિ સેમેશ્વરદેવ નામના પુરોહિતના ઘેર ગયા. ત્યાં તેમણે કહેલાં વેદપદોનો ધ્વનિ સાંભળી પુરહિત ઘણો જ રાજી થયો અને તેણે ભક્તિપૂર્વક બોલાવવા માટે પોતાના ભાઈને મોકલ્યો, તેથી બંને સુરિજી પુરોહિતના ઘેર આવ્યા. તેમને જોઈને પુરહિત ઘણો ખુશી થઈને “આપ બંને ભદ્રાસનાદિની ઉપર બેસો” એમ વીનંતિ કરવા લાગ્યો. બને આચાર્ય મહારાજે પિતાના સંયમધર્મનો વ્યવહાર જણાવીને તે ઉપર બેસવાને નિષેધ કર્યો અને તેઓ શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદ તેમજ જેનાગમના વચનથી સમાનતા (તત્ત્વનું રહસ્ય) પ્રકાશીને આશીષ દેતાં બેલ્યા કે “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કોઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !”
ફરી પણ તેમણે જણાવ્યું કે જેનાગમન અર્થ રૂડી રીતે વિચારીને અમે જેનધર્મને સ્વીકાર કર્યો છે. આ સાંભળી પુરોહિતે પૂછયું કે તમે નિવાસ (ઉતાર) ક્યાં કર્યો છે? તેમણે કહ્યું કે અહીં ચિત્યવાસીઓની મહાકનડગત થતી હોવાથી અમને ક્યાંય પણ સ્થાન મળી શકતું નથી. આ સાંભળી ગુણગ્રાહી પુરોહિતે સપરિવાર બંને સૂરિજીને રહેવા માટે પિતાનું મકાન ખાલી કરી આપ્યું. અને કહ્યું કે આપ ખુશીથી અહીં ઊતરો. ત્યાં તેઓ ભિક્ષાધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા.
બપોરે પુરહિત યાજ્ઞિક સ્માત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કે “તમે
For Private And Personal Use Only