________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપત્સવી અંક] શ્રીમદુ હરિભકસૂરીશ્વરજી
[૧] ચિરસ્મરણીય છે. આવી અણમોલ સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ દ્વારા પૂજનીય સૂરિજીએ જગતનાં સર્વ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો કે સાહિત્યશાસ્ત્રો વગેરેમાં માનનાર અનુયાયી વર્ગ પર અમૂલ્ય ઉપકાર કર્યો છે. આ રીતે ગ્રન્થકાર તરીકે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ન્યાય, ગ, સાંખ્ય, ધર્મશાસ્ત્ર, ધર્મકથાસાહિત્ય વગેરે અનેકવિધ વિષયોને અંગે મર્મસ્પર્શી, ગૂઢ અને સંગ્રહશીલ શૈલીથી નિજ માર્ગે ગમન કરતા ગજરાજની જેમ સાહિત્ય સર્જનની પ્રવૃત્તિઓ પિતાના જીવનકાલમાં અખંડ રીતે ચાલુ રાખી હતી. આથી નિ:શંકરીતે ગૌરવપૂર્વક પૂજનીય સૂરીશ્વરજીને સાહિત્ય જગતના સ્વામી તરીકે સમ્રાટ તરીકે ઓળખાવી શકાય તેમ છે.
પૂજનીય યાકિનીધર્મનું આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના જીવન અને કવનસાહિત્યસર્જનની આછી નોંધ અહીં પૂર્ણ થાય છે. ટૂટી ફૂટી ભાષામાં તે મહાપુરુષના જીવન અને કવનની વિગતો રજુ કરવાનો આ નોંધમાં મેં મારી શક્તિ મુજબ પ્રયન્ત કર્યો છે. સમર્થ શાસનપ્રભાવક તે સૂરિવરના જીવન કે સાહિત્યની સંપૂર્ણ નોંધ લેવાનું સામર્થ્ય મારા જેવામાં કયાંથી હોય ?
ટૂંકમાં હૃદયગત ભક્તિ અને શ્રદ્ધાના તારને પરસ્પર મીલાવીને નતમસ્તકે, વિનીત શબ્દોમાં પૂજ્ય સૂરીશ્વરજીની સેવામાં અર્થ ધરતા એટલું કહીશ
વન્દન, કેટિશઃ વન્દન શ્રી જૈનશાસનનભના ઝળહળતા એ નભમણિને !!!
ફરી ફરી કોટિશઃ નમન એ સંસારના સાહિત્યસાગરમાં અમીનાં વહેણો હેવડાવનારા પૂજનીય યાકિની ધર્મસૂનુ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીને.
૨૧ આ તકે હું સ્પષ્ટતા કરી દઉં કે “શ્રી ધર્મસંગ્રહણ” અને “જૈનદર્શન”ની પ્રસ્તાવના, “પ્રબન્ધપાચન” વગેરે નિબંધગ્રન્થ તેમજ “પ્રભાવકચતિ” વગેરેને આ નેધરૂપ નિબંધમાં મેં આધાર લીધો છે, એ ગ્રન્થકારોને આથી પરંપરા મારા પ્રયત્નમાં મને જે સહકારભાવ મલ્યો છે, તેને હું કેમ ભૂલી કું? બીજું મારે કહેવું જોઈએ કે મારે આ પ્રયત્ન અપૂર્ણ છે, છવસ્થ આત્માઓના પ્રયત્નો અપૂર્ણ હોય એ સંભાવ્ય છે, ક્ષતિઓ, ત્રુટિઓ કે કહેવાપણું કદાચ હશે ?” વિશેષ અવસરે જરૂર જણાવશે.
For Private And Personal Use Only