________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી
[૩૯] કરતા, અને આથી કેટલાક વિદ્વાન [ પૂ. શ્રી] હરિભદ્ર [ સૂરિ ]ને ચૈત્યવાસી હોવાનું પણ અનુમાન કરી બેસે છે. પણ વસ્તુતઃ આમ નથી. [ પૂ. શ્રી ] ભદ્રેશ્વર [ સૂરિચિત] કથાવલીમાંથી આ પ્રૉપનો ખુલાસો મળી રહે છે, અને તે આ કે [પૂ. શ્રી ] હરિભદ્ર [રિ] પિતે એ કાર્ય નહોતા કરતા, પણ તેમનો ભક્ત લલિગ શ્રાવક શંખવાદનપૂર્વક યાચકને બોલાવી ભોજન કરાવતા હતા.”
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીની સાહિત્યકૃતિઓ લેકભોગ્ય કરતાં વિશેષ પ્રમાણમાં વિદ્વદભોગ્ય છે. આનું કારણ સ્પષ્ટ છે. તેઓશ્રીનું સાહિત્ય ખેડાણ દાર્શનિક સિદ્ધાન્તને અવલંબીને પ્રાયઃ બહુ પ્રમાણમાં થયું છે. દર્શનશાસ્ત્રોને અભ્યાસ તેઓશ્રીએ પોતાના પ્રતિભાબળથી ખૂબ જ વિકસાવ્યો હતો. એઓશ્રીના એ વિકાસનું મૂત પરિણામ આજે પણ આપણે અનેકાન્તજયપતાકા,” “અનેકાન્તવાદપ્રવેશ,” “ધર્મસંગ્રહણી,” “ન્યાયપ્રવેશસત્ર-વૃત્તિ.' ન્યાયાવતારસૂત્રવૃત્તિ” “ષદર્શનસમુચ્ચય,” “લોકતત્ત્વનિર્ણય.” “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” વગેરે એઓશ્રીના દાર્શનિક ગ્રન્થમાં જોઈ શકીએ છીએ. આ અને આને જેવા અનેક દાર્શનિક સિદ્ધાતગ્રન્થ, પ્રકરણગ્ર આગમશાસ્ત્રના વૃત્તિગ્રન્થ વગેરે લગભગ ચૌદસો જેટલા, ગ્ર દ્વારા જેન–જેનેતર સાહિત્યજીવી જનસમાજ પર અદ્વિતીય ઉપકાર કરનારા સાધુચરિત પૂજનીય આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પિતાનું આયુષ પૂર્ણ કરી આજથી સૈકાઓના સૈકાઓ પૂર્વે સમાધિ પૂર્વક સ્વર્ગમાં સીધાવી ગયા. આથી આજે એઓશ્રી સ્કૂલ દેહરૂપે આપણી સમક્ષ બેશક નથી, છતાંયે તે વિશ્વવંદ્ય મહાપુરુષ, પિતાના અપૂર્વ સામર્થ્યથી સાહિત્ય તેમજ જૈનશાસનની અનન્ય સેવાના કાંટાળા માર્ગના પરમસાર્થવાહ તરીકે જગત તવારીખનાં સોનેરી પૂછ પર સદાકાલ અમર છે, અમર રહેશે જ ! - અમર તપ એ સાહિત્યસ્વામી સૂરીશ્વરજી સૂરિદેવના સાહિત્યની આછી નૈધ
જ્ઞાનનું દાન એ શ્રી જિનેશ્વરદેવવિહિત સર્વ દાનમાં શ્રેષ્ઠ છે. સુપાત્રદાન અને અભયદિનની યથાવિધિ આરાધનાનું મૂળ અંગ જ્ઞાનદાન છે. જ્ઞાન દ્વારા વસ્તુગત ત્યાજ્ય અને ગ્રાહ્ય તની વાસ્તવિક ઓળખ થઈ શકે છે. જ્ઞાન એ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓના માર્ગમાં યથાર્થ પ્રકાશ પાડી શકે છે. આવા પ્રકારના માર્ગદર્શનને આપનાર જ્ઞાનના દાનનું સત્કાર્ય, પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિએ પોતાના જીવનકાલ દરમ્યાન જેનશાસનના સનાતન સિદ્ધાન્તોની વફાદારી પૂર્વકની સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ દ્વારા સદાકાલ ચાલુ રાખ્યું હતું. શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય જ્ઞાનનું સાચું રહસ્ય કોઈ સ્થાને પામી શકાય તેમ છે નહિ. શ્રી જેનશાસનના આલંબનને પામનાર આત્માઓ જ જગતમાં સમ્યગૂ જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે, અને જગતના ભવ્ય જનસમૂહને વાસ્તવિક માર્ગદર્શન આપી શકે છે. પૂ. સૂરીશ્વરજીની સાહિત્યકૃતિઓ આથી જ સ્વ અને પરના યથાર્થ આત્મકલ્યાણને કરનારી બની શકી છે–બની રહી છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજીની સાહિત્યરચનાને પ્રદેશ ખૂબ વિસ્તૃત છે, તેઓશ્રીના વિશાલ ગ્રન્થસમૂહની નોંધ લેવાને મારે આ પ્રયત્ન નથી, કેવળ તેઓશ્રીના સાહિત્યની આછી નોંધ અહીં હું ટપકાવું છું
For Private And Personal Use Only