SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું अह कुसुमसम्भवे काले, कोइला पंचमं सरं . छटुं च सारसा कुंचा नेसायं सत्तयं गओ સાત સ્વરે જીવાશ્રિત કહ્યા છે. વજને મેર, ઋષભને કુકડવ, ગંધારને હંસ, મધ્યમને ગાય બકરાં અગર ઘેટાં, પંચમને કિલા, ધૈવતને સારસ પક્ષી અને ક્રૌંચ, અને નિષાદને હાથી. સ્થાનાંગસૂત્ર. પાને, ૩૯૩, ૮-૪, ૪-૫. અનુયોગદ્વારસૂત્ર. પાને, ૧૨૭. સન ૧૯૩૦ ની સાલમાં ડે. હીરાનંદ શાસ્ત્રી જ્યારે સિત્તન્નવાલના ગુફા મંદિરની શોધખોળ અર્થે આવેલ તે સમયે તેમણે ગુહા-મંદિરની દક્ષિણ બાજુએથી ચાર નાના શિલાલેખો શોધી કાઢયા હતા. જે લેખ પુરાતન પલ્લવગ્રન્થભાષામાં લખાએલ છે. તેમાં મંદિર જેનારાઓ અને યાત્રાળુઓનાં નામો લખાએલ છે. કુડુમીયામલૈ કે જે ગામ સિત્તવાસલથી થોડા જ માઈલના અંતરે આવેલ છે, ત્યાંની એક શિવગુફામાં પલ્લવરાજા મહેન્દ્ર વર્મનના સમયને એક પુરાતન શિલાલેખ મળી આવેલ છે જે લેખ સંગીતના વિષય પર કેતરાએલ છે. ૧ સિત્તન્નવાલનું ગુફામંદિર ખાસ જેનેનું છે. પલ્લવરાજા મહેન્દ્રવમને ઈ. સ. સાતમી શતાબ્દિ આસપાસ બનાવ્યાનું મળી શકે છે. આ ગુફામંદિરમાં પાંચ પત્થરની જૈન તીર્થકરની પશ્વાસને મૂર્તિઓ કોતરાએલ છે. તેમાંની ત્રણ મૂર્તિઓ અંદરના મુખ્ય વિભાગમાં અને બે મૂર્તિઓ વરંડાના એક એક થાંભલાના છેડા પર આવેલ છે. આ મૂર્તિઓનું શિ૯૫કામ અજન્ટાની બૌદ્ધમૂર્તિઓની સાથે સરખાવતાં, ઘણે અંશે મળતું આવે છે. આ મંદિરમાં અજન્ટા તેમજ બીજા બુદ્ધીસ્ટ સ્થાનોની જેમ દીવાલે અને છતા પલાસ્ટરથી ઢાંકેલ છે. આમ કરવાનું અંધકારને અજવાસાના રૂપમાં ફેરવવા માટે નહી, પરંતુ દીવાલો ઉપર મીનાકામ કરવા અને ભીતોને શણગારવા માટે બનાવેલ છે. ચિત્રકારે ડીઝાઈને પહેલાં સફેદ પ્લાસ્ટર ઉપર દોરેલ છે તેના પર હીંદી લાલ રંગને ઉપયોગ કરેલ છે. ત્યારપછી ઝાંખા રંગનું પડ તેના ઉપર આવ્યા પછી સુંદર રીતે કાળો રંગ આપ્યાથી તરેહવાર ડીઝાઈનો જણાઈ આવે છે. મંદિરની અંદરના પવિત્ર સ્થળની છત ઉપર ઉપયોગી ફૂલેને અને ભૂમિતિ સંબંધીના નમુના ઘણી જાતના રંગોમાં બનાવેલ છે. વરંડાના છતના મધ્ય ભાગ અને બે થાંભલાઓ ઉપર અજન્ટાનાં ઘણાં ચિત્રકામોની જેમ નાજુક કળાવાળાં ચિત્રકામ ટકી રહેવા પામ્યાં છે. વરંડાની છત ઉપરનું ચિત્રકામ ખાસ વખાણવા લાયક છે. તેની રચનામાં જળાશયમાંહેનું કમલ, ખુલ્લાં રાતાં કમલના ફૂલેથી અને લીલાં પાંદડાંથી ઢંકાએલ જળાશયમાં માછલાંને પાણીના ધોધમાં તરવાને ભાગ અને કિનારે ફરવાની જગ્યા બતાવેલ છે. જ્યારે હાથીઓ, પશુઓ અને ત્રણે મનુષ્યો જળાશયમાં ન્હાવા પડેલ જોવામાં આવે છે. આ કળાવાળે ચિત્રકામને ભાગ અદાપિ પર્યંત સચવાઈ રહેલ છે. આમાંના એક સ્થંભ ઉપર હીંદના કેઈ રાજા અને તેના સાથીનું વર્ણન કરતું કળાત્મક ચિત્ર દેરાએલ છે. પરંતુ હાલમાં તે ઝાંખુ પડી ગએલ હોવાથી તેના માટે વિશેષ લક્ષમાં લઈ શકાય તેમ નથી. ૧ Epigraphia Indica Vol. 12, & Indian Antiqueri Vol. 11. P. 120. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy