SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ રે૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું હાઈને પલ્લવ પ્રદેશની મધ્યભાગમાં આવેલ છે. પલ્લવરાજા મહેન્દ્રવમન-પહેલાના કાવ્ય અને સંગીતમાં કૌશલ્યનાં માÇરના શિલાલેખોમાં વખાણ કરવામાં આવેલ છે. તે જ રાજાએ કોતરાવેલી મામદુરની ગુફાઓના જેવી જ સિત્તન્નવાલના ગુહામંદિરની સ્થાપત્યશૈલી છે. સિત્તન્નવાલની ગુફા જેનમંદિર છે. રાજા મહેન્દ્રવમન–પહેલાએ અપર નામના વિદ્વાનના ઉપદેશથી જૈનધર્મ ગ્રહણ કરેલ. ત્યાર પહેલાંના એના સમકાલીન સહધમીઓ અને મિત્રોના હાથે એ પહાડમાંથી ગુફા છેતરી કઢાવી હતી. અને એક સમય પર એ પુરભપકાથી શણ 'ગારાયેલું હતું, પરંતુ હાલ માત્ર એના ઉપલા વિભાગો જ એટલે છતનો ભાગ, થાંભલાના ઉપલા ભાગ અને એમની માટી પરનાં જ ચિત્રો આપણે જોઈ શકીએ છીએ. અદ્યાપિપર્યત જળવાઈ રહેલ મુખ્ય ચીજ તે ઓસરીની સમગ્ર છતને શણગારતું ભવ્ય મંડદક “કમળકાસાર 'નું ચિત્ર છે. કમળપુષ્પમાં વચ્ચે વચ્ચે માછલાં, હંસે, ભેસ, હાથીઓ અને હાથમાં કમળપુપ ધરેલા એવા ત્રણ જેને છે. આમાંના બે જેને ઘેરા રાતા રંગના છે અને ત્રીજે જૈન ઉજળા પીળા રંગનો છે. એમની ઊભા રહેવાની ઢબ, એમના પર પુરાયેલા રંગ અને એમની મુખાકૃતિની મધુરતા ખરેખર મોહક અને આનંદમય છે. આ “ કમળકાસાર ના મડદક ચિત્રમાં કદાચ જેનોના ધાર્મિક ઈતિહાસમાં કોઈ દેખાવ હોય એમ જણાઈ આવે છે. રસના બે થાંભલાની માટીને શણગાર, સારે જળવાય છે. ત્યાં ખીલતા કમળદંડોની રસમય ગુંથણીનું ચિત્રકામ છે. થાંભલાઓ નાયિકાએની આકૃતિથી અલંકૃત કરાયા છે. જમણી બાજુને થાંભલે ઠીક જળવા નથી, પરંતુ ડાબી બાજુને મનુષ્ય અને વરસાદના સપાટાથી લગબગ પૂરેપૂરે બચવા પામેલ છે. એના પરની “ નાયિકને મંદિરની દેવદાસી તરીકે બતાવેલ છે. ” - રાજા મહેન્દ્રવર્મન-પહેલાના જમાનામાં નૃત્યકલાનું ઘણું માન હતું. મહારા મિત્ર 'ત્રિવેન્દ્રમવાળા કે. જી. શંકર આયરે ઈ. સ. ૧૯૨૦ માં મેં મેકલેલા ફોટોગ્રાફની મદદથી મામÇરના શિલાલેખોનો અભ્યાસ કર્યો હતો અને એમાં એ નહિત્યર નૃત્યવિહિત એમ વાંચી શક્યા હતા. એટલે સંભવ છે કે મહેન્દ્રવર્મન પહેલાએ નૃત્યકલા વિષે ગ્રંથ લખ્યો હતો. એ જ શિલાલેખમાં એમને પર નિરવર વાપુર : વિનર અને બીજે ઠેકાણે ઉિર વિવિઘેઃ ત્વર્ણ ચંદ્રવમ્ એ શબ્દો પણ વંચાયા હતા. આ પ્રમાણે નૃત્યકલાથી અવિભક્ત એવી સંગીતકલા વિષે પણ મહેન્દ્રવને ગ્રંથો લખ્યા હતા. વળી ‘પલ્લવોના ત્રીસપા પાને મેં મારે મત દર્શાવતાં લખ્યું છે કે કુડુમિયામલૈના શિલાલેખમાં ઉલ્લેખ રાજા મહેન્દ્રવર્માની સંગીત વિષયક પ્રવીણતા વિષે છે. અહીં એ પણ ઉમેરવું જોઈએ કે-મી. ટી. એ. ગોપીનાથરાવને પુડુકકોટે રાજ્યના ગુહામંદિરની તપાસ કરતાં સંગીત વિશ્યક એક નવો શિલાલેખ જડી આવ્યો હતો. એ વિષે પત્રદ્વારા એમણે મને નીચે પ્રમાણે લખ્યું – ટીરૂમવૈમની ગુફામાં પણ કુડમિયમલૈના શિલાલેખ જેવો સંગીત વિષયક લેખ છે. ૧ અપર નામને સાધુ પહેલાં જૈન દર્શનનો અનુયાયી હતા પરંતુ પાછળથી તે કોઈ ધર્મની સ્ત્રીના પ્રયત્નથી વિધર્મના અનુયાઈ થયે અને રાજા મહેન્દ્રવર્મનને ૫ છળથી રૌવધની બનાવે. પ્રો. ડીલે--સિત્તનવાલના ગુફા મંદિરમાં ડાબી બાજુના થાંભલા ઉપર “નાયિકા=મંદિરની ઉદાસી” તરીકે બતાવેલ છે પરંતુ ખરી રીતે તે “દેવનતંકી” અસરાનું ચિત્રકામ છે. જેનદર્શનમાં દેવદાસી બનાવવાની કઈ પણ યુગમાં પ્રથા ન હતી અને એ પણ નહીં. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy