SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક ] ગણધર-સાર્ધશતકને સંક્ષિપ્ત પરિચય [ ૨૨૫] નામકરણ ધારાસનામ ગ્રન્થનિર્માતાએ આપ્યું છે કે પાછળના લેખકેએ ?-એ નિશ્ચિતતા કહી શકાય તેમ નથી. કારણ કે આખીયે કૃતિ વાંચતાં નામને કયાંય ઉલ્લેખ દષ્ટિગોચર થતો નથી. પણ અર્થ તરફ ખ્યાલ આપતાં નામ બરાબર બંધબેસતું લાગે છે. મધર શબ્દની વ્યુત્પત્તિ “ ધારાતીતિ જાળધરઃ ” એ પ્રમાણે છે. ગચ્છનાયકમાલિક-અધિપતિ-આચાર્ય આદિ શબ્દો ધર શબ્દના પર્યાયવાચી શબ્દો છે. બધી મળીને ગાથાઓ ૧૫૦ છે. માટે આ નામ જે આપેલ છે તેમાં કશું અસંગત નથી.. આની તમામ ટીકાઓમાં પણ આ જ નામનો ઉલ્લેખ મળે છે. * રચનાને ઉદ્દેશ–પૂર્વજો–ગણધર અને પિતાના પરમોપકારી સાધુઓનું સ્તુતિરૂપે સ્મરણ કરી પૂર્વજો પ્રત્યે પિતાની કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કરવા માટે અને પૂર્વજોની કીર્તિ સંભારી તે સમયના લેકેને પ્રમુદિત કરવા માટે આ ગ્રંથ રચ્યો છે. આથી આ ગ્રંથ ઐતિહાસિક, સાહિત્યિક અને ભાષા એ ત્રણે દષ્ટિએ મહત્ત્વનું છે. ગ્રંથની વર્ણનશૈલી અતિ રોચક છે. પ્રાચીન જૈન સંક્ષિપ્ત ગુર્બાવલીનું જ્ઞાન આ ગ્રંથ સુંદર રીતે આપી શકે તેમ છે. હવે આપણે ગ્રન્થરચયિતા અને ગ્રંથનિર્માણ વિષયક છેડે વિચાર કરીશું. ગ્રન્થરચયિતા અને તેમને સમય-આ મહત્વપૂર્ણ ગ્રંથરત્નના નિર્માતા જિનવલ્લભસુરિજીના પટ્ટધર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી છે. તત્કાલીન વિદ્વાનોમાં એમનું સ્થાન મહત્વનું છે. એમનો જન્મ ગુર્જરધરાના આભૂષણરૂપ ધધુકા નગરમાં સં. ૧૧૩૨ માં થયે હતો. પિતા મંત્રી વાગિ અને માતા બાહડદે હતાં. વિ. સં. ૧૧૪૧ માં બાલવેયે દીક્ષા અંગીકાર કરી, સર્વશાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યું. જેન આગમાદિ ગ્રન્થનું અધ્યયન હરિસિંહચાર્ય પાસે કર્યું હતું. સર્વ ગ્ય ગુણોથી પરિપૂર્ણ સોમચંદ્રમુનિને દેવભદ્રસૂરિએ આચાર્ય પદ સ્વીકારવા કહ્યું, પણ આ વાત માટે ઉક્ત મુનિએ પિતાની અયોગ્યતા દર્શાવી, પોતાની લઘુતાને પરિચય આપ્યો. અને સકલ સંઘના આગ્રહથી દેવભદ્રસૂરિએ મેવાડદેશની ઈતિહાસપ્રસિદ્ધ રાજધાની ચિતોડ નગરીમાં તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા. આ પછી તેઓ જિનદત્તસૂરિ તરીકે શ્રી જિનવલ્લભસૂરિના પટ્ટધર જાહેર થાય. આ આચાર્યપદ વિ. સં. ૧૧૬ ૮માં વૈશાખ વદ ૬ આપવામાં આવ્યું હતું. અજમેરને અર્ણોરાજ-આનલ્સ સૂરિજીને પરમ ભક્ત હતો. જ્યારે સૂરિજી અજમેર ગયો ત્યારે ખુશી થઈ નિત્ય રહેવા વિજ્ઞપ્તિ કરી, પણ આચાર્યો જેનમુનિને પ્રબલ કારણ વિના એક જગ્યાએ રહેવું અનુચિત દર્શાવ્યું. આચાર્ય જેવા વિદ્વાન હતા તેવા જ સુપ્રસિદ્ધ ગ્રન્થનિર્માતા હતા. ૧ ગણધરસાર્ધશતક (પ્રા. ગા. ૧૫૦ ) ૧૦ વિશિકા ર સંદેહદોલાવલી (પ્રા. ગા. ૧૫૦). ૧૧ વ્યવસ્થાકુલક ૩ ચૈત્યવંદનકુલક (ગા. ૧૫૦ ) ૧૨ દર્શનકુલક ૪ ઉપદેશરસાયન (અપ૦ ગા. ૮૦ ) ૧૩ સર્વાધિષ્ઠાયિ સ્તોત્ર પ ગણધરસમતિ (પ્રા. ગા. ૭૦ ) ૧૪ સુગુરૂપાતંત્ર્ય ૬ ચર્ચરી (અપ૦ ગા. ૪૭) ૧૫ અધ્યાત્મગીત છે કાલસ્વરૂપ ( ,, ,, , ) ૮ ઉપદેશકુલક ૧૬ ઉસૂત્રપદેદ્દઘાટનકુલક ૯ અવસ્થાકુલક ૧૭ કૃતસ્તવન For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy