SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીત્સવી અંક | પ્રાચીન ધાતુપ્રતિમાઓ [ ર૧૫ ] - ચિત્ર નંબર ૨: શ્રી જિનતિ. આ ચિત્રની મૂર્તિને મેં મારા “ભારતીય વિદ્યા”ના લેખમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ તરીકે પરિચય કરાવ્યો છે. પરંતુ તે લેખ લખ્યા પછી મને મળી આવેલા પુરાવાઓ ઉપરથી આ મૂર્તિને શ્રી પાર્શ્વનાથની મતિ તરીકે ઓળખાવવા કરતાં શ્રી જિનભૂતિ તરીકે જ ઓળખાવવી વધારે પ્રમાણપુરસ્સર લાગે છે. ઊંચા પબાસન પર મધ્યમાં પદ્માસનની બેઠકે ધ્યાનાવસ્થામાં બેઠેલી મુખ્ય મૂર્તિ જિનેશ્વરદેવની છે. તેઓશ્રીના મસ્તકની પાછળ લંબગોળ પ્રભાવલી (આભામંડળ) છે. અને તેઓશ્રીની જમણી બાજુએ પલાંઠીની નજીક નીચેના ભાગમાં પીઠ પાછળ પ્રભાવલી સહિતની બે હાથવાળા યક્ષરાજની મૂર્તિ છે; જ્યારે ડાબી બાજુએ પલાંઠીની નજીક પીઠ પાછળ પ્રભાવલી સહિતની અંબિકાયક્ષિણની બે હાથવાળી મૂર્તિ છે. અંબિકાના ડાબા હાથમાંનું બાળક અસ્પષ્ટપણે દેખાય છે; જ્યારે તેણીના ડાબા હાથમાં ફળ હોવું જોઈએ. તેને ભાગ વધારે ખવાઈ ગએલે હેવાથી બરાબર દેખાતો નથી. પદ્માસન ઉપર સુંદર કમલની આકૃતિ કોતરેલી છે અને આકૃતિની નીચે આઠ ઊભી આકૃતિઓ છે. આ આઠ આકૃતિઓ ડૉ. શાસ્ત્રી માને છે તેમ આઠ દિગ્યાની નથી, પરંતુ ગ્રહોની જ છે. અને ગ્રહની આઠ જ આકૃતિઓની રજુઆત આ શિલ્પ ચિત્ર નંબર ૩ કરતાં વધારે પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મારે આજસુધીના નિરીક્ષણમાં કોઈ પણ જિનમંતિના પદ્માસનમાં આઠ દિગ્યાની રજુઆત જોવામાં આવી નથી, વળી જિનમૂર્તિવિધાનને લગતા ગ્રંથેમાં જિનમતિના પદ્માસનમાં દિપાલેની રજુઆત કરવાનું વિધાન પણ નથી; તેથી મારું માનવું છે કે આ આઠે રહે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને પહેલાં એક જ ગ્રહ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ચિત્ર નંબર ૩ઃ શ્રી પાર્શ્વનાથજી. આ જિનમૂતિની પણ વાસ્તવિક ઓળખાણ હું મારા “ભારતીય વિદ્યા ”ના લેખમાં કરાવી ગયું . મધ્યમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂતિ બિરાજમાન છે. તેઓશ્રીના મસ્તક ઉપર નાગરાજ( ધરણેન્દ્ર)ની સાત ફણાઓ સ્પષ્ટ દેખાય છે. એટલે આ મૂર્તિ જેનેના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની છે તેમાં કોઈ બાબતની શંકાને સ્થાન રહેતું નથી. પાર્શ્વનાથ પ્રભુની જમણી બાજુ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુ બે હાથવાળી અંબિકાદેવીની મૂર્તિ છે. અંબિકાદેવીની તથા યક્ષરાજની મૂર્તિઓ સહિતની શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરસની, પાષાણુની તથા ધાતુની મૂર્તિઓ ભારતના જુદાં જુદાં પ્રદેશનાં જિનમંદીરમાં આવેલી છે. આ જિનમૂર્તિનું શિલ્પ જોતાં તે આઠમા સૈકાની હોય તેમ લાગે છે. આ મૂર્તિની પીઠિકા ઉપર એક મસાધ્ય સુશોભન છે. એમાં પરસ્પર ગુથાએલ સર્પના ગુંચળા મુખ્ય પ્રતિમાના કમળાસનને ઊંચે પ્રકડી રાખે છે અને બન્ને બાજુની નાગની મૂર્તિને આગળ ધરી રાખે છે. આ સર્પાકૃતિની નીચે નવ ગ્રહોની અર્ધ આકૃતિઓ શિલ્પીએ રજુ કરેલી છે. આવી રીતના સપના ગુંચળાવાળી પદ્માવતીદેવીની બે હાથવાળી આરસની પ્રતિમા, પાટણના ખેતરપાળના પાડામાં આવેલા શીતલનાથના જિનમંદિરમાં આવેલી છે. ચિત્ર નંબર ૪: શ્રી ઋષભદેવ. આ જિનમૂર્તિની ચર્ચા પણ હું મારા ભારતીય વિદ્યા”ના લેખમાં કરી ગયો છું. આ મૂર્તિને હું ઋષભદેવપ્રભુની મૂર્તિ તરીકે ઓળખાવું છું, તેનું કારણ મૂર્તિના બને ખભા ઉપર, શિલ્પીએ રજુ કરેલી લટકતી મસ્તકના For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy