SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું મળી આવે છે. કેટલીક મૂર્તિઓ તો નિઃસંદેહ સર્વોત્તમ પ્રકારની છે, જે જોતાં જ તેઓની શાંતમુદ્રા અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ થાય છે. અને મહાકવિ ધનપાલે કહેલા નીચેના ઉદ્દગારે સહસા મુખમાંથી નીકળી પડે છે – प्रशमरसनिमग्नं दृष्टिदुग्मं प्रसन्न, वदनकमलमकः कामिनोसंगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥१॥ જેઓનું નવયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, જેઓનું વદનમલ પ્રસન્ન છે, જેને બળે સ્ત્રીના સંસર્ગથી રહિત છે, અને જેઓના હસ્તયુગલ શાસ્ત્રના સંબંધથી મુક્ત છે, તેવા તમે છે (અને) તે કારણે વીતરાગ હઈ જગતમાં ખરા દેવ છો.” નંદવંશના રાજ્યકાળથી ચાલુ સૈકા સુધીના જેન શિલ્પના નમૂનાઓ વિદ્યમાન છે. પ્રાચીન સમયમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે તેના ભૂષણરૂપે, વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં આપણું સ્થાપત્ય ને પ્રતિમાનિર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્ત્વનું છે. એમાંયે ખાસ કરીને મૂર્તિવિધાન તે આપણી સંસ્કૃતિનું, આપણી ધર્મભાવનાનું અને આપણે વિચારપરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી આપણું શિલ્પકારોએ એમની ધાર્મિક અને પૌરાણિક કલ્પનાઓનું અને હદયની પ્રાકૃત ભાવનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. જેનધર્મ નિવૃત્તિપ્રધાન ધર્મ છે અને તેનું પ્રતિબિંબ તેના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ આજ સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઈ. સ. ના આરંભથી કુશાન રાજ્યકાળની જૈન પ્રતિમાઓ અને સેંકડે વર્ષ પછી બનેલ જિનમૂર્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડો ભેદ જણાશે. જેન અહંતની કલ્પનામાં આદિકાળથી શરૂ કરીને આજ સુધીમાં કોઈ ઊંડો ફેરફાર થયા જ નથી. તેથી બૌદ્ધકલાની તવારીખમાં મહાયાનવાદના પ્રાદુર્ભાવ પછી જેમ ધર્મનું અને એને લઈને તમામ સભ્યતાનું સ્વરૂપ જ બદલાઈ ગયું, તેમ જૈનકલાના ઈતિહાસમાં બનવા પામ્યું નથી. અને તેથી જેનમૃતિવિધાનમાં વિવિધતા ન આવી. મંદિરને અને મૂર્તિઓને વિસ્તાર તે દિવસે દિવસે ઘણો જ વળે, પણ વિસ્તારની સાથે સાથે વૈવિધ્યમાં વધારો ન થયો. જેને પ્રતિમાનાં લાક્ષણિક અંગે લગભગ પચીસસો વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યાં ને જૈન તીર્થંકરની ઊભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ ભેદ થવા ન પામે. - જિનપ્રતિમા ઘડનાર જૈન જ હોય એવું નથી, બલ્ક મોટા ભાગે હિંદુઓ જ હોય છે, અને ઘણું લાંબા વખતથી કેટલાક હિંદુ શિલ્પીઓને તો એ વંશપરંપરાનો ઘધે જ છે. જેને મતિઓ ઘડનારા ભારતવાસીઓ જ હતા, પરંતુ જેમ બાદશાહી જમાનામાં આપણું કારીગરાએ ઈસ્લામને અનુકૂળ ઈમારતો બનાવી, તેમ પ્રાચીન શિલ્પીઓએ પણ જેન પ્રતિમાઓમાં જૈનધર્મની ભાવનાને અનુસરી પ્રાણ ફૂકયો છે. જેન તીર્થંકરની મૂર્તિ વિરક્ત, શાંત અને પ્રસન્ન હોવી જોઈએ, એમાં માનવહૃદયના નિરંતર વિગ્રહને માટે એની અસ્થાયિ લાગણીઓ માટે સ્થાન હોય જ નહિ. જૈન તીર્થંકરને આપણે ગુણાતીત કહીએ તો એ ગુણાતીતતાને મૂર્ત સ્વરૂપ આપતાં સૌમ્ય અને શાંત મૂર્તિ જ ઉદ્દભવે, એમાં સ્થૂલ આકર્ષણ કે ભાવનાની પ્રધાનતા ન હોય (અપવાદ તરીકે કેટલીક મૂર્તિઓ હાસ્યરસ ઝરતી મુખમુદ્રાવાળી પણ હેય છે). એથી જેન પ્રતિમાઓ એની મુખમુદ્રા ઉપરથી તુરત જ ઓળખી શકાય છે. આસીન મૂર્તિઓ કરતાં ઊભી મૂતિઓના મુખ ઉપર પ્રસન્ન ભાવ ઘણું દાખલાઓમાં For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy