SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતિ અને સાહિત્યના યાત્રાધામસમી, આર્યાવર્તની પ્રાચીનતમ નગરી તક્ષશિલા. =[ તેનું સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય ] લેખક : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ, પાલનપુર તક્ષશિલા નગરને ભેગેલિક પરિચય ભારતવર્ષની પુરાતન રાજધાની તક્ષશિલા નગરને પ્રામાણિક ઈતિહાસ આદિ યુગમાં આપણું નજરે આવે છે. તેના વૈભવ અને જાહોજલાલીનું ગૌરવ પુરાતન સાહિત્યમાં સુવર્ણાક્ષરે આલખાયેલ છે, જે આગળ ઉપર પ્રાચિનતાના પ્રકરણમાં આપણને જોવા મળશે. પંજાબના સુપ્રસિદ્ધ શહેર રાવળપિંડિથી નૈઋત્યકાણમાં વીશ માઈલના અંતરે અને સરાઈકલાથી પૂર્વ અને ઈશાન કોણમાં આ તક્ષશિલા નગરના પુરાતન ખંડેરે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે, જે આશ્ચર્યકારક રીતે સુંદર ખીણમાં આવેલ છે. ખીણની આજુબાજુ ફરતી હૈ નામની નદી તેના નાના નાના પ્રવાહમાં વહે છે. તેની ઉત્તર દિશાએ નાની નાની ટેકરીઓની લાંબી હારમાળા તેની સુંદરતામાં વધારો કરે છે. પૂર્વ દિશાએ મેરી અને હઝારા નામના સફેદ બરફના પર્વત ચળકતા દેખાય છે. તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મરગલા અને બીજી નાની ડુંગરીઓ દેખાઈ આવે છે. તક્ષશિલાની પૂર્વ અને ઈશાન દિશાના વિભાગમાં તેમજ નૈઋત્ય અને પશ્ચિમ તરફના ભાગમાં ડુંગરીઓની હાર આવેલ છે. જેમાંના પશ્ચિમ તરફના ભાગને હથીઆળ કહેવામાં આવે છે. ડુંગરીઓના ઉત્તર તરફના વિભાગમાં હરે નદીમાંથી નહેરે નીકળેલી છે તેમજ દક્ષિણ તરફના વિભાગમાં ઘણું ઊંડા ખાડાઓ અને પત્થરની નાની ટેકરીઓ આવેલ છે, જેમાં પ્રાચીન સમયના સ્તુ ,અને મઠ( વિહાર)ના અવશેષો મળી આવેલ છે. પુરાતત્ત્વવેત્તા જનરલ કનિંગહામ એશ્યન્ટ ગ્રોફી ઓફ ઈન્ડિયા (Ancient Geography of India) નામના ગ્રંથમાં પૃ. ૬૦૦-૬૮૩ માં જણાવે છે કે આમંડા જિલ્લાના નીચા સપાટ મેદાનમાં તક્ષશિલા આવેલ છે, જે યુપલીટીસથી ૬૦ રેશમન માઈલ અથવા અંગ્રેથી પ૫ માઈલ પર છે. (પ્લીની ૪-૨૩) તે સિંધુ અને હાઈડોસપેસ (એરિયન એમ. ફ્રિન્ડલ. એલેકઝાન્ડર પૃ૪ ૮૮) વચ્ચે જે મોટાં શહેરે આવેલાં છે, તેમાં તક્ષશિલા સર્વશ્રી મહે તું શહેર છે. તેની વસ્તી ગીચ છે અને જમીન ઘણી ફળદ્રુપ છે. (પૃ. ૩૪ એમ. ક્રીલ) અને ગાન્ધારથી સાત દિવસના અંતરે પૂર્વ તરફ આવેલ છે. અને સિંધુની પૂર્વ તરફ ત્રણ દિવસના અંતરે છે. તેના વિસ્તારવાળા આ શહેરની બાર અથવા તેર “લી’ની ઉત્તર તરફ બુદ્ધ તેમના માથાને ભિક્ષા માં અર્પણ કરેલ તેને લગત સ્તૂપ આવેલ છે. આ પ્રદેશની જમીન ઘણી ફળદ્રુપ છે. તેમાં ઘણું ઝરાઓ વહે છે, તેમ ઘણું વનસ્પતીઓ પાકે છે. આ ૨૫ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy