SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાત્સવી અંક] જૈન રાજાઓ [ ૧૪૯ ] ૧-ચદ્રકુલીન આ. શ્રી જિનેશ્વરસૂરિ અને આ. બુદ્ધિસાગરસૂરિ અણહિલપુરપાટણમાં પધાર્યા હતા, ત્યારે ગુર્જરપતિ રાજાએ ચૈત્યવાસી આચાર્યને વિનય અને બહુ જ માનપૂર્ણાંક વિનતિ કરી આજ્ઞા મેળવી, ઉપાશ્રયની વ્યવસ્થા કરાવી આપી હતી. ર–આ. મુનિચંદ્રસૂરિ ( ભીમરાજાના સમયમાં) નાડૅાલથી પાટણ પધાર્યાં ત્યારે વાદિવેતાલ આ॰ શ્રી શાંતિસૂરિજીએ તેમને ઉતરવા માટે શ્રાવકા પાસેથી ટંકશાળાની પાછળના ભાગમાં સુંદર સ્થાન અપાવ્યું. આચાય મુનિચંદ્રસૂરિએ અહીં ષટ્કનના શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ત્યારપછી પાટણમાં સર્વસંધના ચારિત્રધારી સુવિહિત સાધુઓના ઉપાશ્રય થયા. વનરાજે પોતાના ગુરુના બહુમાન માટે ઉપર પ્રમાણે વ્યવસ્થા કરી હતી. વનરાજની માતા જૈન હતી તેમ તેને મત્રી નભુ શ્રીમાળી, મંત્રી ચાંપે, તિલક કરનારી ધ`બહેન શ્રીદેવી, પાટણમાં ઋષભદેવનું મંદિર બનાવનાર નિને ( નિનય ) શેઠ, દંડનાયક નીનાના પુત્ર લહીર૬-એ દરેક જૈન હતા. એકંદરે વનરાજે સ્થાપેલ ગુજરાતનું રાજ્ય એટલે જેન રાજ્ય એમ કહીએ તે પણ ચાલે. હતા. જે માટે એક દોહરા ચાવડા વગેરે વશેા ચૈત્યવાસી યતિઓને કુલગુરુ માનતા પણ મળે છે કે- શિશેદિયા સંડેસરા, ચઉસિયા ચૌહાણ; ચૈત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહુ વખાણુ. (૧) (પ્રબન્ધચિંતામણિ, પ્રભાવકરિત્ર, જૈન સા॰ સં॰ ઇતિહાસ, રા. બ. ગેવિંદભાઇ હાથીભાઇ દેસાઈ B. A. LL. B. કૃત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ.) રાણા અલટજી—મહારાણા બાપા રાવલના વંશમાં થએલ રાજા અહ્લટ પણ મહાન્ પ્રભાવશાલી જૈન રાજા હતા. શિલાલેખ ( સં॰ ૧૦૦૮-૧૦૧૦ ) પરથી જણાય છે કે તે આઘાટમાં રાજ્ય કરતા હતા. તે સમયે તેની મૂલ રાજધાનીનું નગર નાગદા હતું. આ રાજાનાં અલ્લું અલૂ આલૂ રાવલ અને અલ્લટ એમ અનેક નામેા હાય એમ લાગે છે. આ રાજાની સભામાં શ્વેતામ્બર અને દિગમ્બરાના શાસ્ત્ર થયા હતા, જેમાં દિગ’બરાના પરાજય અને શ્વેતાંબરાને જય થયા હતા. આ શાસ્ત્રમાં શ્વેતામ્બરા તરફથી ચદ્રગચ્છના આચાર્ય શ્રીપ્રદ્યુમ્નસૂરિ હતા. રાજા અક્ષ્ટ તેઓશ્રીને પૂજ્ય માનતા હતા. આ આચાય તે સમ્મતિતના ટીકાકાર આ. શ્રી અભયદેવસૂરિ વગેરે અનેક વિદ્વાન શિષ્યા થયા છે. અલ્લરાજા નંદકરિ ( નન્નસૂરિ ) તે ગુરુ તરીકે માનતા હતા કે જેઓના કહેવાથી આ શ્રીમલવાદીસૂરિજીના વડિલ ગુરુબન્ધુ શ્રીજિનયશ મુનિવરે અલરાજાની સભામાં પોતે રચેલ પ્રમાણગ્રંથ કહી સંભળાવ્યા હતા. અલટ રાજાની રાણી હરિયદેવી જે ગુ રાજાની પુત્રી હતી તેણે હર્ષીપુર વસાવ્યું હતું એમ શિલાલેખ મળે છે, જે 'પુરથી પુરીય ગચ્છ નીકલ્યા છે. આજના અજમેરથી હું આ લહીરના વરાસ્તે, વનરાજ વગેરે ચાર રાજાએ સુધી, પાટણના દંડનાયક તરીકે રહ્યા છે. વીર અને તેને પુત્ર વિમલ મંત્રી પણ તે જ પરપરામાં થયેલ છે. ૭ ટોડ સાહેબ લખે છે કે-એક પ્રાચીન વિશ્વનીય જૈન ગ્રંથપરથી વિદિત થાય છે દે મહારાણા શક્તિકુમારથી ચાર પેઢી પૂર્વે સંવત ૯૨૨ (ઇસ્૦ ૮૬૬)માં ખીન્ને એક પ્રતિભાવાન રાન્ત વિતાડના સિંહાસનપર બિરાજમાન હતેા. આ રાતનું નામ અલ્લાજી હતું. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy