SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] ગુરુપરપ [ ૧૩૩] ૩૭ દેવસૂરિશ્રી સર્વદેવસૂરિજીની પાટે શ્રી દેવસૂરિજી થયા. તેમણે હારના રાજા કર્ણસિંહને પ્રતિબોધ આપ્યો હતો. રાજાએ પ્રસન્ન થઈ તેમને “ રૂપશ્રી” એવું બિરુદ આપ્યું હતું. તેમના ઉપદેશથી ગોપ નામના શ્રાવકે નવ જિનમંદિર કરાવ્યાં હતાં, તેમણે વિહાર પણ ઉગ્ર કર્યો હતો. માળવામાં જઈ પિરુ ગૃહસ્થને પ્રતિબંધ આપી પિરવાડ જૈન બનાવ્યા હતા. પિરવાડોને શ્રી હરિભદ્રસૂરિજીએ જેન બનાવ્યા હતા એવો ઉલેખ હું આપી ગયો છું. આ જાતિને શ્રીમાલ નગરમાંથી જેન બનાવ્યાના ઉલ્લેખ મળે છે. આ સૂરિજીએ માળવામાં પિરવાડો બનાવ્યા. માળવાને પરવડે દેવસૂરિજીના ઉપદેશથી જૈન બન્યા એમ સમજાય છે. ૩૮ સર્વદેવસૂરિ (બીજા)–દેવસૂરિજીની પાટે સર્વ દેવસૂરિજી થયા. તેમણે શ્રી યશોભદ્ર અને નેમિચંદ્ર આદિ આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા હતા. આથી વિશેષ પરિચય આ સુરિજીનો મળતો નથી. ૩૯ શ્રીયશોભદ્રસૂરિ તથા નેમિચંદ્રસૂરિ–શ્રી સર્વદેવસૂરિની પાટે આ બે પટ્ટધરે થયા છે. શ્રી નેમિચંદ્રસૂરિજીએ પિતાના ગુરુભાઈ શ્રી વીરગણિવિરચિત પિંડનિયુક્તિ પરની ૭૬૭૧ કપ્રમાણની વૃત્તિનું સંશોધન કર્યું. આ આચાર્યના સમયમાં નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી થયા. નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી–તેઓ એક મહાપ્રભાવક પ્રવચનિક આચાર્ય થયા છે. તેમનું જન્મસ્થાન ધારાનગરી, પિતાનું નામ મહીધર શેઠ, માતા ધનદેવી, પિતાનું નામ અભયકુમાર. તેમણે બહુ નાની ઉમ્મરે દીક્ષા લીધી. શ્રી વિદ્ધમાનસૂરિજીના આદેશથી તેમને સોળ વર્ષની ઉમ્મરે આચાર્ય પદવી આપવામાં આવી. તેમને સમયે નવ અંગ ઉપરની ટીકાઓ જીર્ણશીર્ણ થઈ હતી જેથી તેમણે નવ અંગની ટીકાઓ તથા જિનેશ્વરસૂરિકૃત ષટ્રસ્થાનક પર ભાષ્ય, શ્રી હરિભદ્રસૂરિજના પંચાશક ઉપર વૃત્તિ તથા આરાધનાકુલક આદિ ગ્રંથ બનાવ્યા છે. શ્રી અભયદેવસૂરિજી પોતે પોતાના ગ્રંથમાં પ્રશસ્તિમાં પિતાની ગુરુપરંપરા આપતાં સર્વત્ર પિતાને ચંદ્રકુળના ઓળખાવે છે. આ સિવાય બીજું કાંઈ લખતા નથી. તેમણે શેઢી નદીને કાંઠે નાગાર્જુન યોગીભંડારિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બહાર કઢાવી હતી તે વખતે જયતિયણ તેત્ર-સ્તુતિ બનાવી હતી, જેની સત્તરમી ગાથાએ મૂર્તિ પ્રગટ થઈ હતી. પછી થંભનપુરમાં તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૫ (મતાંતરે ૧૧૩૯) માં થયો. આ જ અરસામાં કૂર્ચ પુરગ૭ના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જિનવલભસૂરિજીએ ચિત્તોડમાં છ કલ્યાણકની પ્રરૂપણવાળો પોતાને મત પ્રચલિત કર્યો. આ અરસામાં વીરાચાર્યજી, મલધારી અભયદેવસૂરિ, મલધારી હેમચંદ્રસૂરિ થયા. વીરાચાર્યજી-તેઓ ચંદ્રકુલના વંડીલ્લગચ્છના આચાર્ય હતા. પંડિલ્લગને ભાવડગ નામ અપાવનાર શ્રી ભાવદેવસૂરિજીની પાટે વિજયસિહસૂરિજી થયા અને તેમની પાટે શ્રી વિરાચાર્યજી થયા. તેઓ ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના મિત્ર હતા. એક દિવસ રાજાએ હસતાં હસતાં સૂરિજીને કહ્યું કે “તમ્હારું જે આ મહત્ત્વ છે તે કેવલ રાજ્યાશ્રયથી જ છે. જે મહારી સભા છોડીને તમે પરદેશ ચાલ્યા જાઓ તે ગરીબ ભિક્ષુકાના જેવી તય્યારી પણ દશા થાય.' સૂરિજી આ સાંભળી ત્યાંથી ઊઠયા ને રાજાને પિતાને પરદેશ જવાને વિચાર જણવ્યો. રાજાએ કહ્યું-અમે અહીંથી તમને જવા જ નહીં દઈએ. સૂરિજીએ કહ્યું For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy