SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] સંયતિરાજ [૪૫૭] રાજન ! તું અભયી બને અને આ બધા જીવોને અભયદાન આપ. હે રાજન! તું વિચાર, આ નિરપરાધી નિર્દોષ જેને મારવાથી તને શું લાભ છે? જે તે ખરે, તારા બાણથી વિંધાયેલું આ હરણિયું કેવું તરફડે છે? અરે તેના કરૂણ ચિત્કારથી આ જંગલનાં પક્ષીઓ રડી રહ્યાં છે, પશુઓ નાસી રહ્યાં છે. અહીં આ બધાં કેવી શાંતિથી બેઠાં હતાં. હું મૌનપણે આત્મમગ્ન રહી નિજાનંદ અનુભવી રહ્યો હતે. મને એમનાથી લેશમાત્ર ડર ન હતો, એમને મારાથી લેશપણ ડર નહોતે.' રાજા–પ્રભુ મને એ જ આશ્ચર્ય થાય છે કે આ જંગલી પશુઓથી આપ કેમ કરતા નથી. જુઓ, તેઓ મારાથી ડરે છે, હું તેમનાથી ડરું છું. - મુનિરાજ-હે રાજનું! સાંભળ આવા સાધુઓને ડર શાને હેય? एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमूं मुनिः । बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ॥ “એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરી મેહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મે ખરા ઉપર રહેલા મદોન્મત્ત હાથીની પેઠે ભય પામતા નથી.” હે રાજન, હજી વધુ સાંભળ : चित्तें परिणतं यस्य, चारित्रमकुतोभयम् । - अखंडज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् । જેનાથી કોઈને ભય નથી એવું ચારિત્ર જેના ચિતમાં પરિણમે છે, એવા અખંડ જ્ઞાનરૂપ રાયવાળા સાધુને કોનાથી ભય હાય?” હે રાજન ! જે જીવ બીજા ને અભય આપે છે તે જ જીવ બીજાથી નિર્ભય બની શકે છે. જે જીવ બીજા અને ભય, ત્રાસ, કષ્ટ અને દુઃખ આપે તે જીવ નિર્ભયતાને આનંદ મેળવી શકતા નથી. હે રાજન ! જો તારે સાચા નિર્ભય બનવું હોય તે તું પણ દરેક પ્રાણીને માટે અભયદ બની જા ! , રાજા--પ્રભે ! આપને ત્યાગ, આપનું તપ આપનું ચારિત્ર અદ્દભુત છે. પણ આ રાજ્ય-મહેલાત, બગીચા અને વૈભવ કેમ છોડી શકું? | મુનિરાજ--રાજન્ ! તારા અંત:ચક્ષુ ઉધાડ ! આ રાજ્યપાટ, ઘરબાર, બગીચા ને વાડીઓ આમાંથી અમર શું છે ? આ બધું છોડીને એક દિવસ જવાનું છે, પછી આવી ક્ષણભંગુર વસ્તુઓ પર મોહ અને મમતા શી? રાજા-પ્રભે ! આપ કહે છે તે સમજાય તે છે. મેં જોયું છે કે ઘણાએ શ્રીમંતોના ગગનચુમ્બી મહેલે જમીનદોસ્ત થઈ ગયા છે. અરે, મારા પિતાના બગીચા સુદ્ધાં સૂકાઈ ગયા છે. ઘણીવાર મને એમ થાય છે કે શું આ બધું છેડીને આપણે જવું પડશે? મુનિરાજ-રાજન ! જે જ તે મરવાને જરૂર. જેનું જન્મ તેનું મૃત્યુ અનિવાર્ય છે. “પુનrfજ ના, પુના મર” સંસારી માટે સદા છે જ. હે રાજન! આ તારું રૂપ કે જેના ઉપર તને વધુ મમતા-મેહ છે તે વિનશ્વર છે; વીજળીના ચમકાર જેવું ચપલ છે. હે રાજન! તારી સ્ત્રી, પુત્ર, મિત્ર, માતા-પિતા, બધુઓ તને છોડીને ચાલ્યા જશે. હારા દુઃખમાં તેઓ ભાગીદાર નહીં બની શકે કે તેમના દુઃખમાં તું For Private And Personal Use Only
SR No.521572
Book TitleJain_Satyaprakash 1941 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy