________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] “મહુડીની મૂર્તિઓ જેન છે
[૪૫૧] જ આ મૂતિની ઓળખાણની વધુ પુષ્ટિ નવાબે પ્રકાશિત પદ્માવતીની (પાટણના ખેતર પાળના પાડામાંની શાંતિનાથના દેરાસરમાંની) મૂર્તિની અંદર મળી રહે છે. દેવી સર્પના મુંચળાઓ ઉપર રહેલ કમળ ઉપર લલિતાસને બિરાજેલ છે અને પૂજન કરતા નાગ અને નાગિની તેના બને ખૂણુ ઉપર છે. આવી જ આકૃતિઓ દેવીના બન્ને ખભાઓની બાજુ એમાં પણ બતાવવામાં આવેલી છે. આ સર્પાકૃતિ આપણી [પ્લેટ પાંચ (બ)] આકૃતિની પીઠિકા ઉપરની સર્પાકૃતિ સાથે બરાબર મળતી છે. ફેર ફક્ત એટલે જ છે કે આપણું આકૃતિમાં, પદ્માવતીની મૂર્તિની અંદર છે તે પ્રમાણે નાગની મૂર્તિઓ દેવીની બેકની બિલકુલ નીચેના ભાગમાં નથી.
બીજી ધ્યાન આપવા લાયક વાત એ છે કે (યક્ષિણી) પદ્માવતીને ફક્ત બે જ હાથ છે અને તે આપણી આકૃતિમાંની યક્ષિણીની માફક જ બેસેલ છે.
સાચી વાત તે એ છે કે મેં આ પત્રમાં બીજે સ્થળે લખ્યું છે તે મુજબ જૈન મૂતિવિધાનશાબ બરાબર વ્યવસ્થિત થયું તે પહેલાં જુદી જુદી યક્ષિણીઓને કેટલા હાથ હેવા જોઈએ એ સંબંધી કશું નિશ્ચિત વિધાન ન હતું. આ વસ્તુ જુદા જુદા પ્રદેશની મૂર્તિમાં જુદી જુદી રીતે મળતી હતી.
આકૃતિ નબર ૧ (પ્લેટ ૪) અને આકૃતિ નંબર ૪ [પ્લેટ ૬ (અ)] કે જેમના ઉપર ખાસ કઈ ચિતો નથી તે પણ જૈન તીર્થકરોની હોવી જોઈએ અને નહીં કે બૌદ્ધની. આકૃતિ નંબર ૧ ની પીઠિકા ઉપરનું ધર્મચક્ર અને તેની બન્ને બાજુના હરણ એ કેવળ બૌદ્ધ ચિહ્ન જ નથી, કારણ કે મથુરામાંથી મળેલ જૂના કાળની સંખ્યાબંધ મૂર્તિઓ ઉપર એ જોવામાં આવે છે.
વિદ્વાનોની વધુ જાણુ માટે આ લેખ મૂળ અંગ્રેજી ભાષામાં અક્ષરશઃ નીચે આપીએ છીએ.
The So-called Buddhist Images
From The Baroda State.*
By
H. D. Sankalia The Archaeological Department of the Baroda State found last year a number of sculptures from Mahudi, a village in the Vijapur taluka. Among them were four metal images, discovered
૫ જુએ નવાબ સંપાદિત જૈન ચિત્ર કલ્પદ્રુમ પહેટ ૨ આકૃતિ ૬.
• Reprinted from “ Bulletin of the Deccan College Rescarch Institute, 'Vol1, nos. 2-3, March 1940.
1 Anngal Report, 1939, pp. 6-11
For Private And Personal Use Only