________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] પર્વાધિરાજ
" [૪૪૩] કેઈક જગ્યાએ સુવિહિત સાધુઓ પહેચી શકતા નથી, ત્યાંના શ્રદ્ધાળુઓ કઈ વ્રતધારીઓ દ્વારા પણ શ્રી કલ્પસૂત્રની સજઝા વગેરે વંચાવી શ્રી પર્યુષણ મહાપર્વ ઉજવે છે. આજે એડન અને રંગુન જેવા સ્થાનમાં પણ આસ્તિક ભાઈઓ શ્રી ક૫માહામ્ય સાંભળે છે અને આરાધના કરે છે.
જેમ ચોથા આરામાં ઠામ ઠામ દાન, શીલ, તપ, ભાવનામય ધર્મનું સામ્રાજય દેખાતું હતું તેમ શ્રી પર્યુષણ મહાપર્વમાં જૈન જગતમાં આજે પણ લાખ રૂપીઆ દાનમાં અપાય છે. હજારો માણસ શીળવ્રત પાળે છે. અનેક જીવ નાની મોટી તપશ્ચર્યા કરે છે. અને લાખ નહિ પણ લાખોની સંખ્યામાં સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને પ્રભાવનાઓ આદિ થાય છે. જેના નિકટ સંબંધવાળા જેનેતર પણ આ પર્યુષણ મહાપર્વની જેને તરફથી થતી આરાધના જેઈ આસ્તિકાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરે છે. અને તેથી આસ્તિકે ઠેરઠેર બોલતા સંભળાય છે કે અત્યારે આરો વર્તે છે.
શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રના પ્રારંભમાં પ્રભુ મહાવીરનું જીવન વંચાય છે તેમાં સુપનનું વર્ણન આવે છે. તે ચૌદ મહાસ્વપ્ન અને પારણાદિના ચડાવા બેલાય છે. ઘણું ગામોની મળી લાખો રૂપીઆની દેવદ્રવ્યની ઉપજ થાય છે. તે દ્વારા આજે તીર્થકરોના કીર્તિસ્તંભરૂપ હજારે જિનાલયે જાય છે. કલ્પપૂજનમાં આવેલ દ્રવ્ય જ્ઞાન ખાતામાં જાય છે. તેનાથી હજાર વર્ષથી બનેલા ગ્રંથરત્ન સચવાય છે. જેનાં બાળકને ધર્મનાં પુસ્તકે દુર્લભ હતાં, તે આજે લગભગ પ્રતિધર પામી શકાય છે. એટલે બધો જ્ઞાનફેલાવે તે શ્રી પર્યુષણ મહાપર્વમાં વંચાતા શ્રી કલ્પસૂત્રને જ આભારી છે. વળી પર્યુષણ મહાપર્વ સાતે ક્ષેત્રોનું પણ પિષક છે. કારણ કે પર્યુષણ મહાપર્વને પામીને લાખો રૂપીઆ સાતે ક્ષેત્રોમાં વપરાઈ રહેલ છે. તેના પ્રતાપે આજે જીવદયા મંડલીઓ, પાંજરાપોળો, અનાથાશ્રમે, બાલાશ્રમ, ગુરુકુલે, શ્રાવિકાશ્રમ આદિ અનેક ધાર્મિક અને સામાજિક ખાતાંઓ પિજાઈ રહેલ છે. આ પણ શ્રી પર્યુષણ મહાપર્વને જ પ્રતાપ છે.
“સાહસ્મિના સગપણ સમું, સગપણ કે નહિ” એમ જે કહેવાય છે તે શ્રી પર્યુષણ પર્વમાં સાક્ષાત થાય છે. જૈનશાસનમાં શ્રમણ સંસ્થાને ઉત્તમ પાત્ર કહેલ છે અને બીજા નંબરનું પાત્ર શ્રાવક, શ્રાવિકા જ ગણાય છે. તે શ્રાવક શ્રાવિકાની ઓળખાણ, પૂજા, અન્ય દિવસોમાં તે કોઈક જ ભાગ્યશાળી કરતા હશે. પરંતુ પર્યુષણ મહાપર્વમાં તો સ્વામી ભાઇઓની ભક્તિ સારા પ્રમાણમાં થાય છે. અને કંઈક ઉદાર મહાનુભા દ્વારા સીદાતાને સહાય જરૂર થાય છે. આ સ્વામી ભાઈઓને જવાનું, જાણવાનું અને પૂર્વાનું કે પિષ વાનું કામ શ્રી પર્યુષણ મહાપર્વની મદદથી જ થાય છે. અને સ્વામીવાત્સલ્ય નૌકારસીઓ અને સંધ જમણે આદિ શ્રી પર્યુષણ મહાપર્વના પ્રભાવે જ ઉજવાય છે.
આ પર્વાધિરાજનું સૌથી મહત્ત્વનું અંગ ક્ષમાપના છે. પરસ્પર ક્ષમાપના દ્વારા અંતરના મળ ધોઈ નાખીને આપસમાં સ્નેહ અને સંપનું સામ્રાજ્ય સ્થાપનાર આ મહાપર્વ જેવું પર્વ બીજા કોઈ ધર્મમાં બતાવ્યું નથી. ક્ષમાપનાની ઉદાર ભાવનાથી આરાધવામાં આવતું આ મહાપર્વ આત્મકલ્યાણ અને સમસ્ત શ્રી સંધનું કલ્યાણ કરનાર છે.
આ રીતે ધર્મના પ્રાણસમાં દાન, શીલ, તપ અને ભાવનાનું પોષણ કરનાર અને આત્માને મોક્ષને અમરપંથ દર્શાવનાર આ પર્વાધિરાજનું આરાધન કરી સૌ છે આત્મકલ્યાણ સાધે એ જ ભાવના !
For Private And Personal Use Only