SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] અનકા–ટનકાઈની જેન ગુફા [૪૭] માળમાં પડસાળની આગળના ભાગમાં બે સ્થભો છે. એ સ્થભે નીચેના માળ જેવા સુંદર રીતે કેતરી કાઢેલા નથી. અંદરને ખંડ સંપૂર્ણ રીતે સાદ છે. બીજી ગુફાઓ પણ બે માળની છે. અને પહેલી ગુફાને ઘણું મળતી આવે છે. પડસાળ ખંડના બહારના ઓરડાઓ જેવી છે. નીચેના ભાગ ઉપર પડસાળની લંબાઈ છવીસ ફૂટ અને પહોળાઈ બાર ફૂટ છે. તેના દરેક છેડે એક મોટી આકૃતિ જોવામાં આવે છે. જમણે કે પશ્ચિમ ભણીને છેડે એક પુરૂષની આકૃતિ છે તે ઇંદ્ર તરીકે ઓળખાય છે. તે હાથી ઉપર બેઠેલ છે. હાથી તેમજ ઇદ્ર જુદા જુદા પ્લેમાંથી કોતરી કાઢવામાં આવેલ છે. ઈંદ્રાણી કે અંબા તેની હોય છે. તેને રંગ કાગળ વગેરે લગાડીને લેકેએ એવી આકૃતિ બનાવી છે કે તેથી તે ભવાની દેવીની લાગે છે. ખંડનું બારણું પહેલા નંબરની ગુફાના બારણું જેવું છે. ખંડ પચીષ સમચોરસ ફૂટ છે. તે છેલ્લા ખંડને ઘણી રીતે મળતે છે. પણ બરાબર છેતરી કાઢવામાં આવ્યું નથી. મંદિરનું દ્વાર વધારે પડતું સાદું છે. તીર્થકરની નાની મૂર્તિ તેમાં બિરાજમાન છે. આ મંદિર તેર સમચોરસ ફૂટ છે, તેમાં ઊંચા આસન સાથે એક મૂતિના માટે જગ્યા છે. મૂર્તિની આસપાસ પ્રદિક્ષણ દઈ શકાય એવી રીતે મૂર્તિ બનાવવાને ઉદ્દેશ છે એમ લાગે છે, પણ આ મૂર્તિ પૂરી થઈ નથી, અધૂરી રહી છે. નીચેના ભાગલા ભાગના ખંડના જમણું છોથી સીડી વાટે ઉપલા માળે જઈ શકાય છે, કેટલાએક ચેરસ બાકાઓથી તેમાં કેટલેક અંશે પ્રકાશ મળી રહે છે. બારણુંમાંથી એક સાંકડા ઝરૂખામાં જવાય છે, જેને દરેક છે. એક સિંહ કોતર જોવામાં આવે છે. ખંડ ચાર સ્થંભો સાથે વીશ સમચોરસ ફૂટ બનાવવાની ધારણા હતી ૫ણું ખંડને થોડાક ભાગ ખોદી શકાય છે. ઉકત મંદિરની લંબાઈ નવ ફૂટ અને પહોળાઈ છ ફૂટ છે અને તેમાં મૂર્તિ માટે દીવાલ આગળ બેઠક છે. ત્રીજા નંબરની ગુફા છેટલી ગુફાના નીચલા માળ જેવી છે. આગળને ઓરડે આશરે પચીસ ફૂટ લાંબે અને નવ ફૂટ પહોળે છેજેને એક છેડે ઇંદ્ર અને બીજે છેડે અંબાની આકૃતિઓ છે; આમાં ઈદ્રની આકૃતિને ઘણું જ નુકશાન થયું છે. તેને હાથી બરાબર ઓળખી શકાતું નથી. ચમરધારીઓ ઉપરાંત ગાંધે તેના પરિવાર છે. ખંડની દરેક બાજુએ એક ચાર હાથવાળો વામન છે. મકરે વચ્ચે એક તરણની કમાન છે કે જેવી કમાન હાલના જેન મંદિરમાં આવા સ્થાનમાં સામાન્ય છે. અંબાના પણ પરિવાર છે. તેમાં એક પરિચારક એક નાના પ્રાણી ઉપર આરૂઢ થયેલું જોવાય છે. તેના હાથમાં એક મહેટી લાકડી છે. બીજો એક તાપસ છે જેને હેટી દાઢી છે. એ તાપસ છત્ર લઈ જાય છે. આમ્ર વૃક્ષનાં પાંદડાંઓ આ આકૃતિ ઉપર આલેખવામાં આવ્યાં છે. એ પાંદડાઓના છ વિભાગ કરવામાં આવ્યા છે જે સીધા તેરણે નીચે થઈને સરખે અંતરે લટકે છે. આ તારણો શિલ્પકામના મથાળા સુધી પહોચેલાં જોવામાં આવે છે. તારણોની મધ્યમાં કીર્તિ મુખ છે. ઉક્ત ખંડમાં એક બારણું વાટે જઈ શકાય છે. એ બારણાની શોભા સામાન્ય છે, For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy