________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૧]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
આવી જ રીતે બીજી બે મૂર્તિઓ માટે પણ શાસ્ત્રીજીએ શંકાઓ ઊઠાવી. એક મૂર્તિ માટે તે લખે છે કે “લાંબી બુટવાળા કાન છે.” આ ઉપરથી તેને બૌદ્ધ મૂર્તિઓ ઠરાવવાને પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમના જેવા પુરાતત્ત્વના અભ્યાસીને તે મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી પ્રાચીન જૈન મૂર્તિઓ જોવાથી સહજ રીત્યા સમજી શકાશે કે પ્રાચીન જૈન મૂર્તિઓના કાનની બુટીઓ લાંબી જ હતી. આજે પણ ઘણું જૈન મંદિરોમાં કે જેમાં પ્રાચીન મૂર્તિઓ છે ત્યાં કાનની બુટ લાંબી છે એમ પ્રત્યક્ષ દેખાય છે. પરિકરમાં રહેલા શાસનરક્ષક દેવ-દેવીઓના આકારનું બૌદ્ધ શાસનરક્ષિકાઓ સાથે સામ્ય જોઈ કઈ પણ મૂતિને બૌદ્ધ ભૂતિ' કહેવી એ ઉચિત નથી. બૌદ્ધ મૂર્તિનાં ચિહ્નો અને જૈન મૂર્તિનાં ચિહનમાં સાફ તારતમ્ય જણાઈ આવે છે, અને એ તારતમ્ય અહીં હોવા છતાં તેને લક્ષ્યમાં લીધા સિવાય ઉપલક દષ્ટિ માત્રથી જોન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ હોવાનું લખવું એ સજન પુરાતત્ત્વવિદોને શોભાસ્પદ નથી.
પુરાતત્ત્વના આચાર્ય શ્રીમાન જિનવિજયજીના અધ્યક્ષપણામાં નીકળતા “ભારતીય વિદ્યા” નામક સૈમાસિકમાં શ્રીયુત સારાભાઈ નવાબે શાસ્ત્રીજીની બધી દલીલેનો જવાબ આપ્યો છે અને મહુડીના કેટયાર્ય સ્થાનમાંથી નીકળેલી ચારે મૂર્તિઓ જૈન મૂર્તિઓ જ છે એમ બરાબર સિદ્ધ કર્યું છે. શ્રીયુત શાસ્ત્રીજી અને અન્ય જિજ્ઞાસુ વિદ્વાને તે લેખ જઈ સત્ય સ્વીકારે એ શુભેચ્છા સાથે હું વિરમું છુ.
આ લેખ લખવામાં મેં શ્રીયુત નવાબના લેખને ઉપયોગ કર્યો છે, અને મૂલ મૂર્તિ કે જે અમે ત્યાં જોઈ હતી તે સિવાયની ત્રણે મૂર્તિના તેમણે રજુ કરેલા ફટાના આધારે જ મેં આ મૂર્તિઓ માટે લખ્યું છે.
પરિશિષ્ટ આ ચારે મૂર્તિઓ જૈન મૂર્તિઓ જ છે એ સંબંધી હું લખી ગયો છું. આ પછી વિજાપુર બૃહદ્દવૃત્તાંતમાંથી મને જે હકીક્ત મલી છે તેને સાર અહીં આપું છું.
જે કેટયાર્કના મંદિર પાસેથી આ ચારે જૈન મૂર્તિઓ નીકળી છે તે મહુડીની નજીક કરતાં ખડાયત ગામની વધુ નજીકમાં છે. આ ખડાયત નગરમાંથી ખડાયતા બ્રાહ્મણ અને ખડાયતા વણિકની ઉત્પત્તિ થઈ છે. આ ખડાયત ગામનું અસલ સંસ્કૃત નામ પડાયતન નગર હતું. કેટયાર્કનું મંદિર તેની પાસે જ હતું. એ મંદિરે જતાં રસ્તામાં ઘણે સ્થાને જુનાં મકાનના પાયા, દીવાલે વગેરે નજરે પડે છે. મંદિરની તરફ પહેલાં ગામ હશે એમ લાગે છે. અહીંથી એક ગાઉ દૂર સાભ્રમતી (સાબરમતી નદી વહેતી હતી. નદીનું વહેણ ગામ તરફ આવતું ગયું, નદીના વેગ સામે ગામ ટકી ન શકયું અને એના પ્રવાહના મારાથી ગામ ધ્વસ્ત થયું. ગામની વસ્તી પણ ચાલી ગઈ. પ્રાચીન મહુડી માટે પણ આમ જ બન્યું છે. છેલ્લે ૧૯૬૩ ની ભયંકર રેલ સમયે તેનાં ખંડિયેર-કુવા વગેરે દેખાયાં હતાં.
આ ખડાયત ગામ વીજાપુરથી અગ્નિ ખૂણામાં લગભગ ચાર માઈલ દૂર છે. આ ગામ લગભગ બે હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન છે એમ કહેવાય છે. આનું નામ ત્રાંબાવતી પણ મળે છે. અત્યારે કોટયાર્કના મંદિર તરફ જતાં રસ્તામાં પડાયતનનાં મકાનના
૧ યોગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીવિરચિત.
For Private And Personal Use Only