SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગશુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સંબંધી ત્રણ સઝાયો. સંગ્રાહક-મુનિરાજ શ્રી ન્યાયવિજયજી સત્તરમી સદીના આર્યાવતના ઈતિહાસમાં મોગલ સમ્રાટ અકબરનું નામ મોખરે તરી આવે છે તેમ એ સમયના જૈન ઈતિહાસમાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજીનું નામ મોખરે ગણાય છે. સત્તરમી સદીના એ સૌથી શ્રેષ્ઠ જૈન તિર્ધર હતા એમ કહેવું જરાય વધુ પડતું નથી. એ મહાપ્રાભાવિક આચાર્યપુંગવે જૈન શાસનની શતમુખ પ્રભાવના કરવા માટે સતત પરિશ્રમ ઉઠાવ્યો હતો. એમને યુગ જેના વર્ચસ્વ માટે સુવર્ણયુગ સમાન હતે. કેવળ જૈન જગતમાં જ નહીં પણ સમ્રાર્ અકબર, મહારાણા પ્રતાપથી માંડીને મોટા નાના અનેક રાજવીઓ, વિદ્વાને તેમજ સામાન્ય જનતા ઉપર પણ તેમને પ્રભાવને પ્રકાશ પથરાયે હતે. અને એનું જ એ પરિણામ છે કે એમના સંબંધી અનેક ઉલ્લેખ જૈનજૈનેતર માં મોટા પ્રમાણમાં મળી આવે છે. ઈડર તેમજ વિજાપુરના જ્ઞાનભંડારમાંથી એમના સંબંધી ત્રણ સજઝાએ મળી આવી છે. આ સઝાઓ જગદગુરુના જીવન ઉપર પ્રકાશ નાખવા ઉપરાંત જૂની ગુજરાતીના નમુના રૂપ છે એટલે એ વધુ ઉપયોગી છે એમ સમજી અહીં આપવામાં આવી છે. આશા છે આથી વિદ્વાનોને લાભ થશે. [૧] શ્રી ભાનુચંદ્ર ઉપાધ્યાયકૃત સજઝાયક | ૮૦ | સરસ વચન દિઇ સારદા, ગણધારી હે; ગાઉં તપગચ્છ રાઉ, હીર ગણધારી હે. (૧) ચઉદ વિદ્યા રતનાગરૂ, ગણુ; ધન ધન નાથી માઉ, હીર૦ (૨) મૂરતિ મણ વેલડી, ગણ; વાણી સુધારસ પાન, હીર૦ (૩) સુંદર સાધુ શિરેમણિ, ગણુ; સેહઈ યુગહ-પ્રધાન, હીર (૪) * શ્રી ભાનચંદ્ર ઉપાધ્યાયકૃત આ સઝાયની મૂળ હસ્તલિખિત પ્રત વિજાપુર (ગુજરાત)માંના આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના જ્ઞાનભંડારમાં છે, જેને અંક ૩૯૪ ને છે. આ પ્રતિ એક પાનાની છે. આ સઝાયમાં શ્રી હીરવિજયસૂરિજીનું અતિસંક્ષેપમાં જીવન-જીવનનાં મુખ્ય મુખ્ય કર્યો–આપેલ છે. ખાસ કરીને સમ્રાટ અકબર સાથે સંબંધ અને તેથી થયેલ શાસનઉન્નતિના કાર્યોને ઉલેખ આમાં આવેલ છે. આ કૃતિ શ્રી બાનચંદ્ર ઉપાધ્યાયની હેવાથી ઈતિહાસની દૃષ્ટિએ એનું ઘણું મહત્વ ગણી શકાય. - - For Private And Personal Use Only
SR No.521570
Book TitleJain_Satyaprakash 1941 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy