________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ વર્ષ વીતી ગયાં છે. શંકર રાજાએ ભવ્ય મંદિર બંધાવ્યું અને તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. અનુક્રમે આકાશમાં અધર રહેલ એ પ્રતિમા મિથ્યાત્વના કારણે વિ. સં. ૬૮માં મંદિરમાં સિંહાસન પર સ્થાપિત થઈ
માણેક સ્વામીની આ મૂર્તિ દર્શકોનાં નયનમાં અમીરસ ભરી દે છે. એ કેળના થાંભલા જેવી કાંતિવાળી છે, જેના અભિષેક જળથી આજે પણ દીવા બળે છે, જેના વેદી મંડપમાંથી નિકળતા જળકણો આજે ય યાત્રિકોના વને ભજવી છે. એ રીતે એ મહાતીર્થ છે.'
(ચાલું) બે જૈન ગુફાઓ લેખક–શ્રીયુન નાથાલાલ છગનલાલ શાહ '[૧] ઢિંગલવાડી (જિલ્લો ઈગતપુરી)* મુંબાઈથી ૮૫ માઈલ અને ઇગતપુરીથી ૬ માઈલ દૂર એક પહાડી કીલ્લા પર બ્રિગલવાડી નામ. ગામ આવેલ છે. ઉક્ત પહાડીની નીચેના ભાગમાં એક જૈન ગુફા આવેલ છે. પુરાતન સમયમાં આ ગુફા ઘણી સુંદર હતી કે તેના કતરકામ ઉપરથી જાણી શકાય છે. ગુફાની અંદરને ઓરડાને ભાગ ૩૫ ફૂટ છે, અને તેની અંદરની બાજુ એક બીજે ઓરડો આવેલ છે. ગુફાના બારણુંની અંદર સામેની છતના મધ્યભાગમાં પાંચ મનુષ્ય છે કે જે ગળાઈ આકારે કાતરાએલ છે. બારણાની ઉપરની બાજુમાં એક નમૂર્તિ આવેલ છે, તેમ ગુફાની અંદરના પબાસન ઉપર ત્રણ જૈન મૂર્તિઓ કોતરાએલ છે. ગુફાની અંદરના ઓરડાના ભાગમાં અને તેની જોડના વિભાગમાં એક પુરપાકાર રેનમૂર્તિ જણાઈ આવે છે, જે મૃતિની છાતીને ભાગ તથા મસ્તક તૂટી ગયેલ છે, પરંતુ પગ અને આસનના અવશેષે રહી ગયેલ છે. આસનના મધ્યભાગમાં વૃષભનું ચિહ્ન છે, જેથી માલુમ પડે છે કે આ મૂર્તિ જૈનતીકર શ્રી ઋષભદેવની હેવી જોઈએ. ગુફાને શિલાલેખ સંવત ૧૨૬ ૬ને છે. આ શિલાલેખ ગુફાના ઉત્તર ખુણામાં ભીંતપર હતો, પરંતુ તેને નાશ થતાં થોડોએક ભાગ બચી જવા પામ્યો છે. ગુફાની આગળનો ભાગ તથા તેના બારણનો ભાગ પુરાતન સમયમાં સુંદર કળામય હતાં જે તેમાંના બચી ગયેલ અવશે પરથી જણાઈ આવે છે.
[ 2 ] ચાંદેડ (નાશિક જલો)* નાશિક શહેરથી ઉત્તર તેમ પૂર્વ દિશાએ ૩૦ માઈલના અંતરે ચાંદોડ નામનું ગામ આવેલ છે. એ લાસલ ગામ સ્ટેશનથી ઉત્તરમાં ચૌદ માઈલ થાય છે. ચાંદડ ગામ પહાડના નીચેના ભાગમાં આવેલ છે. પુરાતન સમયમાં આનું “ચન્દ્રાદિત્યપુરી” નામ હોવું જોઈએ. પહાડની ઊંચાઈ ૪૦૦૦ થી ૪૫૦૦ ફૂટ છે. આ પુરાતન નગર યાદવવંશના રાજા દીધું પન્નારે વસાવેલ હતું. યાદવ વંશના રાજાઓએ ઈ. સ. ૮૦૧ થી ૧૦૭૩ સુધી અહીં રાજ્ય કરેલ ગણાય છે. આ શહેર ઈ. સ. ૧૬૭૫ માં મેગલ રાજ્ય કર્તાઓએ જીતી લીધું હતું. આ પર્વત પર શ્રી. રેણુકાદેવીનું મંદિર અને જૈન તીર્થકારોની કૃતિઓ બિરાજિત છે, તેમાં મૃલનાયક જેન તીર્થકર શ્રી ચંદ્ર પ્રભુ છે. * Archeological Survey of India Vol. XVI. P. 48-49-51. Bombay. 1897.
For Private And Personal Use Only