________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ફલોધી તીર્થ સંબંધી વધુ પ્રકાશ
લેખક:- મુનિરાજ શ્રી, ન્યાયવિજ્યજી શ્રી જેને સત્ય પ્રકાશના ચોથા વર્ષના અંક ૮ અને ૧૦-૧૧ અંકમાં ફવિધિ તીર્થને ઈતિહાસ લેખ મેં પ્રકાશિત કરાવ્યો હતો. એ લેખમાં “પુરાતનપ્રબંધસંગ્રહ”, ‘ઉપદેશતરંગિણી', 'વિવિધતીર્થંકર પ’ વગેરે ગ્રંથને આધારે ફલધિ તીર્થના સથાપક કેણ છે તે જણાવ્યું હતું. તેમાં પુરાતને પ્રબંધ સંગ્રહકાર ની પ્રમાણે ઉલ્લેખ કરે છે--
શ્રી. વાદિદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં જ્યારે લેધી ગામ પધાર્યા ત્યારે જીવન નના મધ્યમાં પારસ નામના શ્રાવકે શ્રી. પાર્શ્વનાથજનું તીર્થ પ્રકટાવ્યું–સ્થાપ્યું. એ શ્રાવક શ્રી. વાદિદેવસૂરિજીને ઉપાસક હતો. જાળીવનમાં તેણે સૌથી પ્રથમ શ્રી. પાર્શ્વનાથ જિનવનાં દર્શન કર્યા. પછી આ બીના પિતાના પૂજ્ય ગુરુ રિપંગવ શ્રી. વાદિદેવસરિજીને જણાવી. સુરિજી મહારાજે પિતાને વિદાન શિષ્યો શ્રી. ધામદેવગણિ અને ગુમતિપ્રભગણિને વાસક્ષેપ આપીને મોકલ્યા અને તેમણે પ્રભુકૃતિ ઉપર વાસક્ષેપ કર્યો. પછી સુંદર જિનમંદિર તૈયાર થયા બાદ શ્રી. વાદિદેવરિજીએ પોતાના શિષ્યરત્ન શ્રી. જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને મોકલ્યા. સં. ૧૧૯૯ (p. વ્રતના પાઠ પ્રમાણે સં. ૧૮૮) ફા. શું. ૧૧ ને ગુરુવારે શ્રી. પાર્શ્વનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ. અને વિ. સં. ૧૨૦માં મહા છે. ૧૭ ને શુક્રવારે કલશારાપણ તથા વજારોપણ કરવામાં આવ્યા.” ' મેં પુરાતન પ્રબંધ સંપ્રકારના લખાણને સાર આપે છે. આ ગ્રંથ શ્રી. નાગેગચ્છીય શ્રી. ઉદયપ્રભસૂરિજીના શિષ્ય શ્રી. જિનભદ્રજીએ વિ. સં. ૧૨૯૦માં બનાવેલ છે.
ઉપદેશતરંગિણકારનું લખાણ પણ લગભગ ઉપર્યુક્ત કથનને જ ટેકે આપે .
શ્રી. વિવિધતીર્થકલ્પકાર કે જેઓ ખરતરગ છીય મહાપ્રાભાવિક શ્રી. જિનપ્રભસુરિજી મહારાજ છે, તેઓની માન્યતા મુજબ વિ. સં. ૧૧૮૧ વર્ષ ગયા પછી શ્રી. ધર્મ ઘેલસરિજીએ શ્રી. પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યના શિખરની પ્રતિષ્ઠા કરી હતી.
આ સિવાય એક શિલાલેખી પ્રમાણ પણ તેમાં આપ્યું હતું કે '૧૨૨૧માં લેધીમાં શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં પ્રાટવંશીય રેપ' આદિએ સિલફટ કરાવ્યો હતે.” વિશેષ જાણવાની ઈચ્છાવાળા મહાનુભાવે છે કે જેઈ લે.
હવે મારા એ લેખને પુષ્ટિ કરનાર ખરતરગચ્છીય પાક થી. ક્ષમા કલ્યાણકજીને એક પાઠ મને મળ્યો છે. તે માટે આ લેખ લખ્યો છે.
પર્વ કથાસંધ્ર નામનું સુંદર પુસ્તક ઉક્ત પાઠકજીએ બનાવેલું છે. એમાં દિવાળી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે પર્વોના માહામ્મની કથાઓ ગદામાં આપેલી છે. ક્યાંક કયાંક તેમણે પિતાને પરિચય નીચે પ્રમાણે આ છે;
For Private And Personal Use Only