________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ ગુણરસિક અને પ્રજાજનોનું હિત કરવાની મતિવાળા એવો મહાબતખાન નામે વડે રાજ્યધિકારી (મુ) રહેતા હતા. તેની નજર નીચે જ અમદાવાદ જીલ્લાનું સર્વ રાજતંત્ર ચાલતું હતું. તે મહાબતખાનની રાજસભામાં શ્રી યશવિજ્યજીના ધર્મશાસ્ત્રોના અથાગ જ્ઞાનની અને અત્યંત બુદ્ધિવૈભવની પ્રશંસા થઈ. આ સાંભળીને મહેબતખાનને પણ એવા બુદ્ધિશાળી ધર્મસંન્યાસીને મળવાનું અને તેમને બુદ્ધિવૈભવ સાક્ષાત્ નજરે જોવાનું મન થયું. તેથી પિતાને અભિપ્રાય રાજસભામાં બેસનાર અગ્રગણ્ય શ્રાવકે વગેરેને જણાવતાં તેઓએ સભામાં પધારવાની શ્રી યશોવિજયજી મહારાજને વિનંતિ કરી. આથી ગુરુમહારાજે પણ, સકારણ રાજસભામાં જવાથી શાસનની પ્રભાવના થશે એમ જાણી, રાજસભામાં જવાની આજ્ઞા આપી. રાજાધિકારીઓ પણ શ્રી જશવિજ્ય મહારાજના પધારવાની વાત જાણી અત્યંત રાજી થઈ રાજસભામાં મુનિમહારાજને ચોગ્ય બેસવા વગેરેની સર્વ સગવડ કરાવી,
(૨૫) શ્રી શેવિજયજી મહારાજે અગ્રગણ્ય શ્રાવકના સમુદાય સહિત રાજસભામાં જઈને રાજ્યાધિકારીની વિજ્ઞપ્તિથી ત્યાં સભામાં સર્વ સભાજને સમા પિતાની બુદ્ધિના બળથી અઢાર અવધાન કરી બતાવ્યાં, કે જેમાં ૧૮ સભાજનની દરેકની જુદી જુદી વાત (એટલે એક જણની અનેક વાત તેવી ૧૪ જણની ઘણું વાર્તા) યાદ રાખીને દરેકની વાત અનુક્રમે સંભળાવી દેવાની હોય છે એવા પ્રકારનાં ૧૮ અવધાને કરી બતાવ્યાં. તેમનું આવું બુદ્ધિબળ જોઈને રાજયાધિકારી મહેબતખાન બહુ જ રાજી થયો.
(ર૬) ત્યારબાદ હર્ષ પામેલ મહેબતખાન રાજ્યાધિકારીએ હર્ષ વડે શ્રી યશોવિજય મહારાજનું ભવ્ય ઉત્સવાદિક પૂર્વક સન્માન પણ કર્યું. આ પ્રમાણે અમદાવાદમાં શ્રી યશો. વિજ્યજી મહારાજે શ્રી જૈનશાસનની ઘણું ઉત્તમ પ્રભાવના કરી અને જેઓ જૈનધર્મ શું ચીજ છે તે બિલકુલ સમજતા નહતા તેવાઓને પણ જૈનધર્મ પણ એક ઉત્તમ ધર્મ છે એમ સમજતા કર્યા. વળી જૈનધર્મમાં કઈ વિદ્વાન નથી, એમ કહેનાર કેટલાએ વિઠાને જૈનધર્મમાં પણ પ્રખર વિદ્વાને છે એમ સમજતા થયા.
(૨૭) અમદાવાદના શ્રી. સંઘે વર્તમાન ગચ્છનાયક આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરિ જીની આગળ એવી વિનંતિ કરી કે “હે અરિવર્ય! મુનિ જસવિજયજી મહારાજ વર્તમાન સમયમાં બહુશ્રુત એટલે ધર્મશાસ્ત્રના જ્ઞાતા અનેક વાદિવિજેતા અને શ્રી જિનશાસનના મહાપ્રભાવક છે માટે તેઓને ઉપાધ્યાય પદવી આપવી યોગ્ય છે.
(૨૮) એ પ્રમાણે વિનયપૂર્વક રાજનગર (અમદાવાદ) ને શ્રી. સંઘે વિનંતિ કરી ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા શ્રી દેવસૂરિજી મહારાજે સંધની વિનંતિને પિતાના હૃદયમાં ઉતારી.
પશ્રી. વિજયદેવસૂરિની બીના ટૂંકમાં આ પ્રમાણે જ ગુવી -શ્રી, વિજયસેનસૂરિજીના તે પધર હતા. પાવલીના ક્રમ પ્રમાણે તેઓ ૧૦ માં પટ્ટધર હતા. તેમને જન્મ વિ. સ. ૧૬૪૩માં, સૂરિપદ
-૧૬૫૧માં, વર્ગવાસ-૧૭૧માં ઉનાના થો હતે. એમના વખતમાં ૨૫ પાઠક અને ૩૫ પંન્યાસ - હતા. ઉપાધ્યાય શ્રી. ધર્મસાગરજી મહારાજે લી (1) તપગચ્છ પટ્ટાવલી (૨) શ્રી. વિજયદેવસૂરિમાહા
સ્પ-સટીક (પૂર્ણ કરવાને સમય વિ. સં. ૧૬૯૯, આના બનાવનાર શ્રીવલ્લભ પાઠક છે.) (0) શ્રી. ગુણવિજયજી મહારાજે બનાવેલા-શ્રી વિજયદેવસૂરિ પ્રબંધ-() વિજયદેવસૂરિની સઝા (૫)
For Private And Personal Use Only