________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
કરી અનુક્રમે આવતાં અનેક ગામોમાં ભાગ્ય જીવોને પ્રતિબંધ કરતા કરતા અને શિષ્યને ભણાવવાની ઉત્તમ સગવડથી સંતોષ પામતા અને શ્રી યશોવિજયજી વગેરે શિષ્ય સહિત શ્રી નવિજયજી ગુરુમહારાજ કાશીનગરમાં પધાર્યા.
(૧૭) કાશીનગરમાં આવીને ભણાવનાર ઉપાધ્યાયની સગવડ યથાવસ્થિત કરીને ઉત્તમ બુદ્ધિવાળા શ્રી યશોવિજયજી મહારાજે બ્રાહ્મણ વિદ્યાગુરુઓની પાસે છએ દર્શનના તાત્પર્ય, વાળા-રહસ્યવાળા ગ્રન્થોનું અધ્યયન શરૂ કર્યું.
(૧૮) તે છએ દર્શનના ગ્રન્થમાં ન્યાયશાસ્ત્રોમાં પ્રાચીન અને નવીન ન્યાય એમ બે પ્રકારનાં ન્યાયશાસ્ત્ર છે, તે બન્નેને ગ્રન્થ ત્રણ વર્ષમાં યથાર્થ જાણી લીધા. અને એમાં નવીન ન્યાયને તરવચિંતામણિ નામને ગ્રન્થ જે બહુ કઠીન છે તે પણ અલ્પ કાળમાં બુદ્ધિના પ્રભાવથી ભણી લીધે. ' (૧૯) એ પ્રમાણે એ દર્શનનાં શાસ્ત્રોમાં નિપુણ થઈને અને તેમાં પણ ન્યાય શાસ્ત્રમાં વિશેષ નિપુણ થઈને શ્રી યશોવિજયજી મહારાજ-કાશીનગરમાં કઈકવાર ચર્ચા માટે મળતી વિદ્વાનોની સભામાં જઈને ચર્ચાવાદ સાંભળ હતા. એક વાર તે વિદ્વાનોની સભામાં એક મહાન તાર્કિક-નૈયાયિક સંન્યાસી આવ્યો. તેણે પિતાના ચર્ચાવાદમાં સર્વ વિદ્વાનને દિમૂઢ જેવા બનાવી દીધા. તે વખતે સભામાં તે સંન્યાસી સામેના ચર્ચાવાદમાં શ્રી યશોવિજ્યજી મહારાજ પિતે ઊભા રહ્યા અને તેની સાથે ઘણી વિલક્ષણ અને વિવિધ યુક્તિઓથી વાદવિવાદ કરી એ સંન્યાસીને શીધ્ર નિરુત્તર કરી હરાવ્યો. આ વખતે કાશીની આવી મહાન પંડિતની સભામાં સંન્યાસી સામે જીત મેળવવાથી શ્રી યશેવિજયજીએ ઘણું જ ચિરસ્થાયિની પ્રતિષ્ઠા મેળવી, અને તેઓશ્રી મહાન વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયા.
(૨૦) એ પ્રમાણે કાશીની સભામાં મહાન તર્કવાદી સંન્યાસીની હામે જીત મેળ. વિવાથી અને પિતાની સભાનું ગૌરવ સાચવવાથી બહુ હર્ષ પામેલા ત્યાંના વિદ્વાનોએ શ્રી યશવિજયજી મહારાજને ન્યાયવિશારદની પદવી આપી. ત્યારબાદ ગુરુમહારાજ શ્રી નયવિજયજી મહારાજે વિચાર કર્યો કે શિષ્યને ભણાવવા સંબંધી જે કાર્ય માટે અહીં આવ્યા હતા તે કાર્ય હવે સમાપ્ત થયું છે, અને શિષ્ય હવે પ્રખર વિદ્વાન થયેલ છે, માટે અહીંથી વિહાર કરવો આવશ્યક છે, કારણ કે મુનિના માર્ગ પ્રમાણે કોઈ એક નગરમાં એક ચોમાસાથી અધિક ચોમાસું કરવું યુક્ત નથી પરંતુ શિષ્યને ભણાવવાના મુખ્ય લાભને વિચારી અહીં આટલી મુદત રહેવાની જરૂર હતી તે હવે પરિપૂર્ણ થવાથી વિહાર કરવો ઉચિત છે. એમ વિચારી કાશીથી વિહાર કરીને તાર્કિકશેખર શ્રી યશોવિજયજી મહારાજ વગેરે શિષ્ય સહિત શ્રી નવિજયજી મહારાજ પ્રથણ આગ્રા નગરમાં આવ્યા. ૩
૩-પિતાના ગુરૂમહારાજે તર્કવિદ્યાને અનુભવ પ્રાપ્ત કરાવ્યું, પિતે કાશીમાં વિજય મેળવ્ય, અને ૫ડિતાએ ન્યાયવિશારદ' પદવી આપી એ બીના શ્રી યશોવિજયજી મહારાજે સવકૃત ‘ન્યાયખંડન ખાદ્ય' (શ્રી મહાવીર સ્તવન)ને ૧૦મા કલેક વગેરેમાં જણાવી છે-તે આ પ્રમાણે
असौ जैन : काशीविबुधविजयप्राप्तबिरुदो। मुदो यच्छत्यच्छ : समयनयमीमांसितजुषाम् ।। य: श्रीमद्गुरुभिर्नयादिविजयैरान्वीक्षिकी ग्राहित । प्रेम्णां यस्य च सम पद्मविजयो जात : सुधी : सोदर : ।।
For Private And Personal Use Only