________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૯] શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૬ ધીમેધીમે જાણે પિતાના પાપના ઓળાઓ, સંધ્યાના પડછાયા જેમ, વધુ ને વધુ મોટા થતા હોય એમ સંયતિરાજને લાગ્યું. કોઈ મહાપિશાચનું દર્શન થયું હોય એમ રાજા વિહ્વળ બની ગયા.
મુનિરાજ તે હજુય મૌન હતા.
પણ પ્રલયના મહાશબ્દોમાં જે તાકાત નથી હતી તે તાકાત ચારિત્રપરાયણ સાધુપુંગવોના મૌનમાં હોય છે. આવાં મન જીરવવાં શકય નથી. એ મૌન તે ભલભલા કાળમીંટને પીગળાવી નાખે એવાં હોય છે.
સાધુરાજનું મૌન સંયતિ રાજ માટે હવે અસહ્ય હતું. પિતાના પાપના પડઘાઓ હવે સહન થઈ શકે એમ ન હતું. તે બોલી ઉઠ્યાઃ “ક્ષમા, સાધુરાજ ક્ષમા ! આપ જેવા સાધુરાજની લાગણી દુભવવાનું આ પાતક મારી શી ગતિ કરશે ?”
પણ હજુય, મૌન તોડવાને સમય દૂર હોય એમ, મુનિરાજ તે અમીભરી નજરે જોઈ જ રહ્યા હતા.
રાજા ફરી બોલ્યાઃ “મુનિરાજ ! કૃપા કરે! મારે વિસ્તાર કરે ! મને સત્ય માર્ગને ઉપદેશ કરોઆ પાપને ભાર હવે અસહ્ય થઈ પડ્યો છે !”. | મુનિરાજે જોયું કે સમય પાકી ગયો છે. રાજાના પરિણામ શુદ્ધ થતા જાય છે. લેટું ટીપાવા માટે તપીને તૈયાર થઈ ગયું છે. તે બેલ્યાઃ “રાજન, અભય હે તને અને સંસારના સમગ્ર જીવોને, તું સૈને અભય આપ એટલે તને પિતાને પણું અભય મળશે ! રાજન, પાપના પુજ સમા આ રાજવૈભવ અને વિલાસને ત્યાગ કરી સૌનું કલ્યાણ કર એટલે તારું કલ્યાણ તને રવયં આવી મળશે ! રાજન, શાંત પાપ.”
મુનિરાજની મેઘગંભીર વાણીમાં પોતાના પાપના પડઘા જાણે સમાઈ ગયા હોય એમ રાજા શાંત થઈ ગયો. તેને અંતરમાં આનંદને અનુભવ થવા લાગ્યો. તેણે વિચાર્યું: “જે સાધુરાજના ટૂંકા સહવાસે આટલી શાંતિ આપી એને ચરણની સતત સેવા મને કેટલું સુખ આપશે?
અને એ કગર રાજવીને ધર્મશર થતાં વાર ન લાગી. એના પાપના પડવા હવે સાવ શાંત થઈ ગયા હતા. એણે મુનિરાજના ચરણમાં પિતાનું સ્થાન શોધી લીધું હતું. રાજવૈભવ હવે એને મન તણખલા તેલે થઈ ગયાં હતાં.
નમતી સંધ્યાએ જ્યારે કાંપિકેસર ઉદ્યાનમાંથી કાંપિલ્ય નગરની ચતુરંગી સેના પાછી ફરી ત્યારે તે રાજવી વિહેણ હતી ! સંયતિરાજ સાધુરાજના પગલે ચાલી નીકળ્યા હતા,
-રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only