________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
આવી અજાયબ ચીજ શું હશે? એ જાણવા રાજાએ પિતાના પતિને બોલાવ્યા. પંડિતોએ ખૂબ ખૂબ વિચાર કર્યો પણ તેઓ એ ચીજને ન ઓળખી શક્યા. છેવટે એક દિવસ એક મરથી એ ચીજ પાસે જઈ ચડી અને પિતાની ચાંચ મારીને તેણે કાણું પાડી નાખ્યું. આ જોઈને પંડિતોએ નિર્ણય કર્યો કે એ અજાયબ ચીજ એક અનાજનો દાણો છે. તેમણે રાજા પાસે જઈને એ વાતની ખબર આપી. પણ આથી તે રાજાજીની જિજ્ઞાસા શાંત થવાના બદલે વધુ તીવ્ર બની. તેમને થયું: આવડે મેટે લીબુ જેવડો તે અનાજને દાણે હોઈ શકે ખરો ? કયા દેશમાં અને કયા વખતમાં આવડું મોટું અનાજ પાકતું હશે ? પંડિતો વધુ મુંઝવણમાં પડયા, તેમની અક્કલ કામ કરતી ન હતી!
આથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે આપણું રાજ્યમાં જે ઘરડામાં બરડે ખેડુત હોય તેને મારી પાસે રજુ કરે ! આ એક ઘરડા ખેડુત મળી આવતા તેને રાજાજી પાસે હાજર કરવામાં આવ્યો. બિચારો ડોસો ! કમરેથી વળી ગયો હતો. એના દાંત પડી ગયા હતા. તેના વાળ પુણીઓ જેવા થઈ ગયા હતા. અને બે ટકાની મદદથી એ માંડમાંડ ડગલાં ઉપાડી શકતો હતો. તેની આંખે ય નિસ્તેજ બની ગઈ હતી.
રાજાજીએ ડોસાના હાથમાં અનાજનો દાણો આપીને પુછયું : “દાદા, આવડું મોટું અનાજ તમે ખેતરમાં કદી વાવ્યું અથવા બજારમાંથી ખરીદ્યુ છે ?” ડેસે મહા મુશ્કેલીથી સાંભળી શકતો હતો. તેણે છેવટે કહ્યું : “ના બાપજી, આવડો મોટો દાણો મેં ન તો કદી વાવ્યો છે કે ન કદી ખરીદ્યો છે. અમારા વખતમાં તે આજે મળે છે તેવડું જ અનાજ મળતું હતું. પણ મારા પિતાશ્રી જે અત્યારે હયાત છે તે કદાચ આપને કંઈ વધુ ખુલાસો આપી શકે.”
એટલે રાજાએ એ ડોસાના બાપને બોલાવી મંગાવ્યા. એ ડેસો એના દીકરા કરતાં કંઈક વધુ તંદુરસ્ત દેખાતો હતો. ચાલવામાં તેને એક જ ટેકાની જરૂર પડતી હતી. રાજાજીએ તેને પેલે અનાજનો દાણો બતાવીને પૂછયું : “દાદા ! આવડું મોટું અનાજ કયા દેશમાં અને કયારે પેદા થતું હતું ? તમે આવું અનાજ કદી વાવ્યું કે ખરીશું છે?” ડોસાએ કહ્યું : “ના, મેં આવું અનાજ કદી વાવ્યું નથી. અને આપ ખરીદવાની વાત કરતા હે તો-અમારા વખતમાં કશી ચીજ ખરીદાતી કે વેચાતી જ ન હતી. એ વખતમાં તે પૈસાની જ હરતી ન હતી. સૌ પોતપોતાના પાક ખેતરમાં ઉત્પન્ન કરતા હતા અને જરૂર પડે ત્યારે એનાથી જ બદલે કરવામાં આવતો હતો. બાકી–અમારા વખતનું અનાજ અત્યારના અનાજ કરતાં વધુ મોટું અને વધારે કસવાળું હતું એ સાચું છે, છતાં આવડું મોટું તો નહીં જ! મારા પિતાશ્રી એમ કહેતા હતા કે તેમના વખતમાં અનાજને દાગે અમારા દાણું કરતાં વધુ મોટે ઉપજતો હતો. આપને યોગ્ય લાગે તે તેમને બોલાવીને આપ પૂછી શકે છે !”
રાજાજીએ એ ત્રીજા કેસાને બોલાવી મંગાવ્યું. આ ડેસે પહેલાં બને કરતાં વધુ તંદુરસ્ત જણાતો હતો. તેને ચાલવામાં ટેકાની જરૂર નહોતી પડતી. તેનાં કાન, દાંત અને આંખે સાબુત હતાં. રાજાએ તેને પેલે અનાજનો દાણ આપો અને પૂછયું એટલે ડોસાએ જવાબ આપે : “ઘણું દિવસે આવું સુંદર અનાજ હું ફરી જોઈ શકો છું.” તેણે એ દાણુને ચાખી જે અને તે ફરી બોલવા લાગ્યો, “બરાબર, આ એ જ અનાજ છે ”
For Private And Personal Use Only