________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ત્મા નું સ્વરૂપ
લેખક-મુનિરાજ શ્રી ભદ્રંકરવિજ્યજી આત્મા છે, પરલોક છે, પરલોકનું કારણ કર્મ છે, એમ તે પ્રાયઃ પ્રત્યેક આસ્તિક દર્શનકારે માને છે, પરંતુ તેના સ્વરૂપમાં ઈતર દશનકારે કેવા ગોટા વાળે છે, તે જૈન દર્શનનાં અને ઈતર દર્શનનાં આત્મા વગેરે સંબંધી સ્વરૂપના વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે. આત્મા છે, એમ માન્યા પછી તે કે છે, કયાં છે, તેની અતીત અનાગત અને વર્તમાન અવસ્થા શું છે, એના સંગત વર્ણને ઇતર શાસ્ત્રોમાં મળતાં નથી. આત્મા છે એમ માન્યા પછી પણ જો તેને પરિણામી (ફેરફાર પામવાના સ્વભાવવાળો) માનવામાં ન આવે તે તેની સુખદુઃખ, પુણ્યપા૫ કે બંધક્ષવાળી અવસ્થાઓ કદી પણ ઘટી શકે નહિ. એકાન્તવાદીઓ આત્માને ફૂટસ્થ (અપર્ચ્યુત, અનુત્પન્ન સ્થિરેકસ્વભાવવાળો) નિત્ય માને છે. ફૂટસ્થ નિત્યવાદીના મતે આત્માને કર્તુત્વ ભકતૃત્વ કાંઈ પણ ઘટી શકતું નથી. જ્ઞાન દિને જીવની સાથે સંબંધ જીવનું કર્તુત્વ છે, સુખદુઃખદિને સંબંધ તે જીવનું ભેન્દુત્વ છે, અને અદષ્ટ, શારીર, ઇન્દ્રિયાદિનો સંબંધ, તે જીવના જન્મ જીવન અને મરણ આદિ છે. આત્માને એકાન્ત નિત્ય અગર એકાન્ત અનિત્ય માનવાથી આત્માની સાથે ઉપરોક્ત એક પણ સંબંધ ઘટી શકે તેમ નથી. એકાન્ત નિત્ય પક્ષમાં આવતાં પણ
પૂર્વાવસ્થાના ત્યાગપૂર્વક ઉત્તરાવસ્થાની પ્રાપ્તિ એ જ સંબંધ છે. ફૂટસ્થ નિત્યવાદીના મતમાં એવે સંબંધ કેવી રીતે ઘટી શકે? સંબંધ વિના સંબંધીમાં ફ્તત્વ ભેતૃત્વાદિ ધર્મો પણ કેમ ઘટી શકે છે પૂર્વાવસ્થામાં અપ્રમતા આત્મા ઉત્તરાવસ્થામાં પ્રમાતા બને એ વાત સર્વાનુભવ સિદ્ધ છે. ક્ષણે ક્ષણે જ્ઞાનની અને સુખદુ:ખની હાનિ વૃદ્ધિ થયા કરે છે, જન્મથી મરણ પર્યત છવની અનેક અવસ્થાએ ફરે છે. જ્ઞાન ઇચ્છાદિનું કર્તુત્વ અને સુખદુઃખાદિનું ભોક્તત્વ જીવનું અનુભવ સિદ્ધ છે, તે એકાન્ત નિત્યપક્ષમાં કેવી રીતે ઘટે? એકાન્ત નિત્ય પક્ષમાં સુખદુઃખનું વેદના અને ઘટપટાદિ સંવેદનેને ભેદ જેમ ઘટતો નથી તેમ બંધ મેક્ષને ભેદ પણ નથી ઘટતે. આત્માને એકાન્ત નિત્ય અને અપરિણમી માનવામાં આવે તો તેવા આત્માને સર્વદા બબ્ધ રહેવો જોઈએ ત્યા સર્વદા મોક્ષ જ રહેવો જોઈએ. બંધનું કારણ આત્માને હિંસાદિને વિષે કરવા કરાવવા કે અનુમોદવા રૂપ પરિણામ અને મેક્ષનું કારણ હિંસાદિની વિરતિને પરિણામ; નિત્ય પક્ષમાં આ રીતે હિંસા અહિંસાદિની પરિણતિને ભેદ કેવી રીતે ઘટે છે
સાંખ્ય મતવાળા કહે છે કે આત્મા અકર્તા હેવાથી પુણ્ય પાપ બાંધતા નથી અને બંધને અભાવ હોવાથી તેનો મેક્ષ પણ થતું નથી. પ્રકૃત્તિ કર્યો હોવાથી બંધ મેક્ષ પ્રકૃતિના જ થાય છે. તેઓનું આ કથન અનુભાષિત તુલ્ય છે. બંધ મક્ષ જે પ્રકૃતિને જ હોય તે આત્માની તે સદા એક સરખી અવસ્થા રહી; સંસાર પણ તેને માટે સરખે છે અને મેક્ષ પણ સરખે છે, તે પછી આત્માએ યમ નિયમાદિ દુષ્કર અનુષ્ઠાનનું આ સેવન કરવાનું શું
For Private And Personal Use Only