________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસન્નચંદ્ર રાજર્ષિ [ કવિ શ્રી રૂપવિજયવિરચિત એક ટૂંકું ગીત |
સંગ્રાહક-મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી
(ાગ ધનાશ્રી) પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય; તમે છે મેટા મુનિરાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય– (૧) રાજ છોડી રળિયામણું રે, જાણ અસ્થિર સંસાર; વૈરાગ્યે મન વાળીયું રે, લીયે સંયમ ભાર– (૨)
સ્મશાને કાઉસગ્ગ રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય; બાહું બે ઊંચા કરીને, સૂર્યની સામે દષ્ટી લગાય (૩) દુખ દૂત વચન સુણી રે, કપ ચઢયે તત્કાળ; મનશુ સંગ્રામ માં રે, જીવ પડ જંજાળ – (૪) શ્રેણિક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી તેહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરાકે જાય – (૫) ક્ષણ એક આંતરે પૂછયું રે, સર્વાર્થસિદ્ધ વિમાન, વાગી દેવની દુંદુભી રે, ત્રાષિ પામ્યા કેવળજ્ઞાન (૬) પ્રસન્નચંદ્ર મુનિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્ય રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ મેં પ્રત્યક્ષ- (૭) અર્થ
પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીર પ્રભુના સમયમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, તેમના મનમાં પ્રસંગવશાત અન્ય જનના શબ્દ શ્રવણથી ખરાબ વિચારે આવ્યા. અને જેમ જેમ તે અન્ય પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડ્યા, તેમ તેમ તેઓ પ્રથમ નરક આદિ સાતે નરકનાં દળિયાં ઉપાર્જન કરવા લાગ્યા. - આ પ્રસંગે વીર પ્રભુને શ્રેણિક રાજાએ પૂછયું કે અત્યારે પ્રસન્નચંદ્ર મરે તે કયાં જાય ? ત્યારે શ્રી વીર પ્રભુએ પહેલી નરક, બીજી નરક, યાવતું..સાતમી નરક બતાવી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ લડાઈના વિચારમાંથી સારા વિચારોની ભાવનામાં ચડયા એટલે તેમણે નરકગતિ
ગ્ય બાંધેલાં કર્મનાં દળિયાં વિખેરી નાંખ્યાં, અને અંતે ઉત્તમ શુકલ ધ્યાનમાં ચડી ધાતી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એક્ષપદ પામ્યાં.
સજજને ! વિચારે કે વિચારમાં કેટલું બળ છે ?
For Private And Personal Use Only