________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંના મંદિરમાંના ધાતુપ્રતિમા લેખે
લેખક-મુનીરાજ શ્રી કાંતિસાગરજી. નાગપુરસિટિ અમૃતવિજયજી
ગયા અંકમાં આપણે જેએલ હસ્તલિખિત પ્રતની પુષ્પિકાઓમાં અમૃતવિજયજીને ઉલ્લેખ જોવાય છે. તેઓના અક્ષરો પણ સુંદર માલુમ પડે છે. પણ આ અમૃતવિજયજી કાણ? અને કાના શિષ્ય હતા ? એ પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. તેઓ ૧૬. વરસની વયે બાલાપુર આવ્યા હતા. ૧૮૮૦-૧૯૧૧ સુધીના એમનાં લખેલાં પુસ્તકે ત્યાં મળી આવે છે. તેઓ સંસ્કૃત સાહિત્યના પણ સારા જ્ઞાતા હતા, અને જ્યોતિષમાં બહુ જ સારું જ્ઞાન ધરાવતા હતા. યુતિ હોવા છતાં પણ તેઓ પોતાને મહામૂલો સમય વ્યર્થ ન ગુમાવતાં પુસ્તકે લખવી વગેરે ધાર્મિક કાર્યોમાં વ્યતીત કરતા, આવા યતિઓથી જ પહેલાંનાં યુગમાં તેઓની સત્તા જૈન સંઘે પર અસ્તિત્વ ધરાવતી. તેઓ હેમવિજયજીના શિષ્ય હતા. આ માટે પુષ્પિક નંબર ૧૮ જેવા વિજ્ઞપ્તિ છે. બાલાપુરના જૈનસંધ ઉપર તેમને અનહદ ઉપકાર હતા. ૧૯૩૨માં તેઓને સ્વર્ગવાસ થયો. યાપિ અમૃતવિજયજી યતિ હતા તથાપિ તેમનું ચારિત્ર ઉચ્ચ કેટીનું હતું એમ બાલાપુરના કેટલાક વૃદ્ધોનાં કથન પરથી જાણવા મળે છે. વિબુધવિમલસૂરિજી
બાલાપુરમાં વિબુધવિમલસૂરિએ અંતરીક્ષ-પાર્શ્વનાથ-સીરપુરની યાત્રા કરી ચૌમાસું કર્યું હતું એમ વિબુધવિમલસૂરિના ભાસપરથી સિદ્ધ થાય છે –
“હવે બાલાપુર આવીયા, જાત્રા કરણે એમ લલના; અંતરીક્ષ પારસનાથ ભેટીઆ, પખાં બને છે પ્રેમ લલના. વિબુધ, (૮) જાત્રા કરીને આવીયા, બાલાપુર મુઝાર લેલના; એક ચોમાસો તહાં રહ્યા, રીઝયાં નરનાર લલના. વિબુધ. (૯)
ત્યાં (બાલાપુરમાં) ઔરંગાબાદથી ભાવિક શ્રાવિકા મીઠીબાઈ વાંદવા અર્થે આવી. ત્યારે તેઓ પોતાના ગામમાં આવવા માટે પુષ્કળ વિનંતી કરી. ત્યારે આગળનું ચાતુર્માસ આચાર્યશ્રીએ ત્યાં (ઔરંગાબાદ)ર કર્યું અને છ જણાને ભાગવતી દીક્ષા આપી. ચાતુર્માસ પછી દલેરાની યાત્રા કરવા ગયા. સંવત ૧૮૧૪ માગસર વદ ૩ને દિવસે ઔરંગાબાદમાં આચાર્યવનો દેહાત થયો,
૧ જૈન અતિહાસિક ગુર્જર કાવ્ય સંચય, પૃ. ૩૦.
૨ આચાર્ય વિજયસિંહરિએ પણ ઔરંગાબાદમાં ચાતુર્માસ કર્યું હતું. શીલવિજય એ (તીર્થમાલા. લ. સ. ૧૭૪૮) ઔરંગાબાદને ઉલેખ કરે છે – “દેવગિરી અવરગાબાદ. શાંતિવીર પ્રણમું અલ્લાદિ (
૧૬) પ્રા. તીર્થમાળા સંગ્રહ, (૫.૧૨) હેમચ ગણિ ઔરંગાબાદમાં આવ્યા ત્યારે સર્વ ગચ્છના પાવકોએ પ્રેમપૂર્વક રાખ્યા, ત્યારે ધર્મા પ્રભાવના સારા પ્રમાણમાં થઈ. લઉમીદાસના પુત્રને ત્યાં ચાતુર્માસ બદલાવ્યું. ધનજીશાહના પુત્ર કાન્હજી શાહે દીક્ષા અંગીકાર કરી. (સિંધપુરમાં). ઔરંગાબાદના વિષયમાં “સમ્યકત્વપરીક્ષા ટબાની પ્રતિમાં સારો પ્રકાશ પાડવામાં આવેલ છે.
૦ આ ગામ તે જ કે જ્યાં ઈલ નરેશને અંતરીક્ષપાશ્વનાથની પ્રતિમા સાંપડી હતી. આની
For Private And Personal Use Only