SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] તિલકમંજરી [ ૯ ] ઓનાં નામનો એક સામટો ઉલ્લેખ આપણને મળી જાય છે. સૌથી વિશેષ ખૂબીની વાત તે એ છે કે આ નામનો ઉલ્લેખ કરવામાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા કે એક પક્ષતાનો જરા પણ આશ્રય લીધા વગર કેવળ એક સાચા સરસ્વતી ઉપાસકને છાજે તે રીતે જૈન-જૈનેતર દરેક વિદ્વાન અને તેમની કૃતિનો, લેશ પણ સંકેચ અનુભવ્યા વગર ઉલ્લેખ કર્યો છે. કવિની આ મહત્તા ખરેખર અભિનંદનીય છે. આટલા લાંબા અને અર્થપૂર્ણ મંગલાચરણ પછી “સ્તિ રીતનાસ્તવિ૮સુત્રોના” ઈત્યાદિ વાકયથી ગદ્યમય કથા પ્રારંભ કરવામાં આવે છે. વચમાં વચમાં કવિએ ચમત્કારિ એવા પદ્ય લેકે પણ મૂકેલા છે અને છેવટે કથાકારે “આનંદ” આનંદ” “આનંદ”ની ઉદ્દઘોષણું પૂર્વક કથાની પૂર્ણતા કરી છે. પ્રાચીન પ્રત | તિલકમંજરીની તાડપત્રની પ્રાચીન પ્રત સં. ૧૧૩૦ માં લખાયેલી જેસલમેર ભંડારમાં છે (જે. પૃ. ૪) “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ [વિ ૩; પ્ર. ૧] પૃ. ૨૦૪ તિલકમજોરી પર સંસ્કૃત ટિપ્પણ તથા ટીકાઓ તિલકમંજરી પર પૂર્ણતલગીય શ્રી. શાંતિસૂરિવિરચિત એક લઘુ ટિપણ મળે છે. આ ટિપણુ દુધ સ્થળોનું સારું સ્પષ્ટીકરણ કરે છે, અને તે ઘણું જ ઉપયોગી છે. તેની પ્રતો અમદાવાદ તથા પાટણના ભંડારોમાં મળી આવે છે. _“તિલકમંજરી કથા સારાંશ ”માંથી પૃ. ૪૦ પદ્મસાગરગણિકૃત એક વિસ્તૃત ટીકા પણ ઉપલબ્ધ થાય છે. લગભગ આઠ કે નવ હજાર લેક પ્રમાણ ગ્રથ છે. કંઈક અશુદ્ધ વધારે જણાય છે. તેની મૂળ પ્રતિ શ્રી. હંસવિજયજી મહારાજ પાસે છે અને ઉતારો અમારી પાસે છે. એવું માનવામાં આવે છે કે આ ટીકા કરતાં ઉપરનું ટિપ્પણું વધારે વજનવાળું છે. --“ તિલકમંજરી કથા સારાંશ” પૃ. ૪ પૂજ્યપાદ્ પ્રગુરુરાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબે તિલકમંજરી ઉપર “પરાગ” નામની સંસ્કૃત ટીકા લખેલી છે, જેનો અમુક ભાગ અમદાવાદવાળા શેઠ શ્રી. માણેકલાલ મનસુખભાઈ તરફથી બહાર પડેલ છે. હજુ સુધી સંપૂર્ણ બહાર પડેલ નથી. સંપૂર્ણ તૈયાર છે. થોડા સમયમાં તે પણ બહાર પડશે. આ ટીકાનું લગભગ પ્રમાણ ૨૦૦૦૦ ઉપરાંત પહોંચે એટલું છે. તિલકમંજરીના સારસંવાહક (૧) દિગંબર પંડિત ધનપાલકૃત તિલકમંજરી કથાસાર. (૨) કવેતાંબર પંડિત લીધરકૃત તિલકમંજરી કથાસાર. (૩) પાસાગર ગણિકૃત તિલકમંજરી કથાસાર. (૪) શ્રીરંગમાં છપાયેલ તિલકમંજરી (સંક્ષેપ). - આ મને પહેલે સાર ૧૨૬૧ માં કાર્તિક માસમાં બન્યો છે. એના કર્તા ધનપાળ પતિ પાળ જ્ઞાતિના અને અણહિલપુર પાટણના વતની દિગંબર જૈન વણિક છે. મળ તિલકમંજરીકાર કવિ ધનપાળ વેતાંબર સંપ્રદાયને માન આપનાર છે. સારકર્તા ધનપાળ દિગંબર છતાં સાર રચવા માટે તૈયાર થયા તેમાં કવિ ધનપાળની આકર્ષક શકિત પ્રગટ થાય છે. આ સારની રચના બીજા નંબરના સાર કરતાં કેટલેક અંશે ઉત્તમ છે. તેમાં પ્રકરણે પાડેલા છે. (આત્માનંદ પ્રકાશ ૧૯૭૨ માઘ.) . For Private And Personal Use Only
SR No.521563
Book TitleJain Satyaprakash 1940 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy