SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિલકમંજરી [મહાકવિ ધનપાલકૃત એક ગ્રંથને ટૂંક પરિચય] લેખક--મુનિરાજ શ્રી સુશીલવિજયજી આર્યાવર્તના ઈતિહાસમાં સરસ્વતીના ઉત્કર્ષના જે જે યુગો નોંધાયા છે તેમાં માલવપતિ મહારાજા ભેજનો યુગ પણ એક મુખ્ય યુગ ગણાય છે. તે સમયે અનેક વિદ્વાનોએ સરસ્વતાની શોભા વધારી હતી. તે કાળમાં રચાયેલ અનેક ગ્રંથે આજે ભારતીય સાહિત્યમાં બહુમૂલ્ય રત્ન જેવા ગણાય છે. મહારાજા ભેજ સ્વયં મહાવિદ્વાન હતા અને અનેક રિદ્વાનોને તેઓ આશ્રય આપતા હતા. આ રાજ્યાશ્રયના પરિણામે જ તે કાળની સરસ્વતીપૂજા ઈતિહાસમાં અમર થઈ ગઈ છે. મહારાજા ભોજની રાજસભાના જે પંડિત રત્નસમાન લેખાતા તેમાં પરમહંત મહાકવિ ધનપાળ પણ એક હતા. મહારાજાને તેમના ઉપર પૂરો સદ્દભાવ હતો અને તેમની પ્રેરણાથી જ મહાકવિ ધનપાળે અનેક ગ્રંથની રચના કરી હતી. સંસ્કૃત ગદ્ય સાહિત્યમાં મહાકવિ બાણની કાદંબરીની હરોળમાં બેસી શકે એવી કઈ કૃતિનું નામ લઈ શકાય તે તે મહાકવિ ધનપાળની તિલકમંજરી. આ ગ્રંથની રચનામાં મહારાજા ભોજની પ્રેરણાએ ઘણો ભાગ ભજવ્યો છે એમ એ ગ્રંથરચનાને ઈતિહાસ તપાસતાં લાગ્યા વગર નથી રહેતું. આ ટૂંકા લેખમાં એ તિલકમંજરી સંબંધી કંઈક વિચાર કરીશું. કથાનું મૂળ સૌથી પહેલાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કવિ ધનપાલે આ કથાનું મૂળ શામાંથી લીધું? શું પોતાની મતિક૯૫નાથી એ કથા ગઠવી કહાડી ? અથવા તે અન્ય ગ્રંથમાંથી તેને ઉદ્ધરિત કરી? આ બાબતમાં કવિ સ્વયં તિલકમંજરીના મંગલાચરણમાં ૫૦ મા લેકની અન્દર જણાવે છે– વિનામો ” અર્થાત્“જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલી કથા સાંભળવાની અભિલાષાવાળા રાજા ભોજને વિનેદ આપવા અદ્દભુત રસવાળી આ કથા રચી." આથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે કવિ ધનપાલે પિતાની મતિકલ્પનાથી નહીં પણ જિનેશ્વર ભગવંત પ્રતિપાદન કરેલા તત્ત્વજ્ઞાનને અવલંબીને આ કથા રચી. ગ્રંથના મંગલાચરણના શ્લોક ગ્રંથનું મંગલાચરણ કવિએ ઘણું જ વિસ્તારપૂર્વક કર્યું છે. જુદા જુદા દેશમાં નાના મોટા એકંદર ૫૩ કેમાં બહોળો ઉદ્દઘાત પૂર્ણ કર્યો છે. જેનું કંઇક ખ્યાન નીચે પ્રમાણે છે. આ બાબતમાં “તિલકમંજરી કથા સારાંશ”માં પ. પ્રભુદાસ બેચરદાસ જણાવે છે-“આ સ્થળે કિનારત્વ ને શો અર્થ કરવો? જિનાગમમાં કહેલી કે જિનાગમમાં કહેલા તત્વજ્ઞાન પ્રમાણે (જૈન શૈલીથી) બનાવેલી? પહેલો અર્થ લેવાનું આપણુ પાસે હાલ કંઈ પ્રમાણુ જણાતું નથી. એટલે બીજો અર્થ લે વધારે ઠીક લાગે છે. ” For Private And Personal Use Only
SR No.521563
Book TitleJain Satyaprakash 1940 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy