________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય
લેખક:--મુનિરાજ શ્રી કાંતિસાગરજી. નાગપુર
(ગતાંકથી ચાલુ) ગયા અંકમાં આપણે બાલાપુરમાં બનેલ ઐતિહાસિક ખાસ ખાસ ઘટનાઓ તપાસી. હવે આ અંકમાં આપણે બાલાપુરમાં જે સાહિત્યનું નિર્માણ થયું તેમજ જે સાહિત્ય લખાયું તે સંબંધી જે ઉલ્લેખ મળે છે તે જોઈશું.
બાલાપુરમાં નિર્માણ થયેલ જૈન સાહિત્ય (૧) બાલાપુરમાં સંવત ૧૬૭૭ ભાદરવા સુદ ૮ મંગલવારે લૌકાગચ્છીય જીવરાજે એક સ્તવન રચ્યું :
“સંવત સેલસી તેર વરષિ, ભાદ્રવા સુદી આઠમસાર, મંગલવારે સ્તવન કીધું, બાલાપુર મોઝાર રે; ભલ ભાવ આણુ ભવતી જાણી, તવન ભણે જે એકમના,
કરજોડી મુનિ જીવરાજ બોલે, કાજ સરસે તેહનાં.” ઉક્ત મુનિના અન્ય જે રતવને મારા સંગ્રહમાં છે તેમાં બે સ્તવનોમાં સંવત અને ગામનું નામ સૂચવેલ હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનાં હોવાથી તેની નોંધ અહીં ટાંકુ છું.
૧૬૧૯ વિજયાદસમીને સોમવારે બહાદરપુરમાં રઘુનાથસ્વામીનું સ્તવન બનાવ્યું તથા ૧૬૭૨ શ્રાવણ સુદ ૫ વાવેલમાં આદિનાથ સ્વામીનું સ્તવન બનાવ્યું અને ૧૬૭૫ આ સુદિ ૧૦ શુક્રવારે જેતપુર (કાઠીઆવાડ) માં મહાવીર સ્વામીનું સ્તવન નિર્માણ કર્યું.
(૨) બાલાપુરના સંધની વિનંતીથી વિમુનિએ સંવત ૧૭૮૧ માં ગુરુભાસની રચના કરી. આની મૂળ પ્રત મારા સંગ્રહમાં છે
સંવત સતરશશિ વસુ સૂમર, રવિમુનિ કહઈ ઉલ્લાસ,
બાલાપુરની રે સંધની, વીનતીઈ કીધી ભાસ રે | ૮ | (૩) ઉક્ત વિમુનિએ લીંકાછીય શ્રી. કેશવજીનો ભાસ બાલાપુરમાં બનાવ્યો હતો. તેમાં રચના સંવત આપેલ નથી. આ રાસ મારા સંગ્રહમાં છે. એ ગ્રંથના અંતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે
શ્રી બાલાપુર મનરંગ તે રવિમુનિ ભાસ બનાઈ સાધુ. ૧૧.
“ અતિ ભાસ સંપૂર્ણ લિખતી કૃષિ રવજી. સંવત ૧૮૧૮ વર્ષે સા. અમરસી પુત્ર સા. અખયરાજ સા. વિજયરાજ. પઠનાર્થમ બાલાપૂરે” - કાગચ્છીય અન્ય સાહિત્ય વિપુલ પ્રમાણમાં મારા સંગ્રહમાં છે. તે કવિઓમાં જીવરાજ તેજસિંગ મુખ્ય છે. તેની નેંધ નિબંધ લાંબે થઈ જવાના ભયથી આપી શકો નથી. એ તે સ્વતંત્ર નિબંધ જ માગી લે છે. - ૧ આ બહાદરપુરને સં. ૧૫૩૦ નો લેખ શ્રીનાહરજીના સંગ્રહ (ભા. ૧, ૫. ૧૧૫) માં મળે છે.
૨ જેતપુરના લેખો શ્રીનાહરજીના સંગ્રહમાં (ભા. ૨ પૃ. ૯૧) સં. ૧૫૩, તથા બુદ્ધિસાગર [ (ભા. ૧ ૫. ૧૪) ના સંગ્રહમાં ૧૫૨૪ને તથા ઉક્ત સંગ્રહમાં (ભાગ ૨ ૫, ૨૬૫) ૧૫ર૬, તથા ૧૫૭૬ (પૃ. ૨૨૯)ના લેખ મળે છે. આ ગામ કાઠીઆવાડમાં ભાદર નદીના કિનારા પર જેતલસર પાસે આવેલ છે.
For Private And Personal Use Only