________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૫
અજિતશાંતિસ્તવ સંબંધી બીજી કેટલીક હકીકત વધુ મળી આવતી ગાથાઓ
ववगयकलिकलुसाणं, बवगयनिद्धंतरागदोसाणं ।
ववगयपुणब्भवाणं, नमो त्थु ते देवाहिदेवाण ॥१॥ - નાશ પામ્યો છે કલિ સંબંધી મલ જેને અથવા કલેશ અને પાપ જેના, નિર્મળ થયા છે રાગદ્વેષ જેના, તથા ટળી ગયો છે પુનર્જન્મ જેને એવા તે દેવાધિદેવને નમસ્કાર થાઓ.
सव्वं पसमइ पावं, पुण्ण वइ नमसमाणस्स ।।
agoળવવાર, ઉત્તરે “કનિમતિ' iારા સંપૂર્ણ ચંદ્ર જેવા વદનવાળા શ્રી. અજિતનાથ અને શાંતિનાથ એ બન્નેનું કીર્તન કરે છેને વંદન કરનારના સર્વ પાપનો નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે.
કેટલીક પ્રતિમાં ૩૯મી ગાથા પછી ઉપર્યુકત બને ગાથાઓ દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તેને બેલવના પ્રચાર નથી. મતે પુસ્તકો ટીકાઓ અને લેખ
પાટણના ભંડારમાં શ્રી અજિતશાંતિ સ્તવની તાડપત્રની પ્રત છે. આ સિવાય અન્ય ભંડારમાં પણ હોવાનો સંભવ છે. આ સ્તવની હસ્તલિખિત પ્રતો તે અનેક ભંડારોમાં વિદ્યમાન છે, તેમજ પંચ પ્રતિક્રમણ, ન મરણ વગેરે સંખ્યાબંધ છપાયેલાં પુસ્તકમાં ઠામઠામ દષ્ટિગોચર થાય છે.
“શ્રી અજિતશાંતિ' ઉપર જિનપ્રભસૂરિની ટીકા છે. આ સિવાય અન્ય પણ ટીકાઓ છે. આના ઉપર એક જર્મન વિદ્વાને જર્મન ભાષામાં લેખ લખેલ છે એમ સાંભળ્યું છે. અજિતશાંતિસ્તવ જેવું “આવભવીરસ્તવ
અજિતશાંતિસ્તવ જે છંદમાં રચાયેલ છે તે જ છંદમાં શ્રી. સકલચંદ્ર વાચકના શિષ્ય શ્રી. શાંતિચંદ્ર “ઋષભવીરસ્તવન' રચેલ છે. માત્ર ભિન્નતા એટલી જ છે કે અજિતશાંતિસ્તવ પ્રાકૃતમાં છે અને આ સંસ્કૃતમાં છે. તેમાં અજિ નાથ અને શાંતિનાથની સ્તુતિ છે અને આમાં આદિનાથ અને મહાવીરસ્વામીની સ્તુતિ છે. આ ઋષભવીરસ્તવ ભીમસિંહ માણેક તરફથી છપાયેલ શ્રી. પ્રકરણ રત્નાકર' ભાગ ત્રીજાના ૮૩૫-૮૩૭માં પૃષ્ઠમાં મૂકેલ છે.
આ શ્રી ઋષભવી રસ્તવની અન્તિમ પુપિકા આ પ્રમાણે છે.
संप्रति सुविहितयतिपति,मूरिश्रीहोरविजयगुरुराज्ये ॥ થવાઢવક્રવાર-નવારમુનિશાંતિવન રૂદ્રા कवितामदपरिहारान्नुवता विमलाशयेन जिनराजौ ।।
यदवापि सुकृतमतुलं संघे शांतिर्भवतु तेन ॥३९॥ ॥इति श्रीसकलचंद्रवाचकबालकमुनिशांतिचंद्रविरचित थोऋषभवीरस्तवः समाप्तः।।
ઉપસંહાર શત્રુજ્ય મહાક૯૫, મહામાભાવિક નવસ્મરણ, પંચપ્રતિક્રમણ સાથે, પ્રકરણ રત્નાકર, અજિતશાંતિ પર રચાયેલ સંસ્કૃત ટીકા વગેરે અનેક ગ્રન્થોને અવલંબીને લખાએલા આ લેખને અહીં સમાપ્ત કરવામાં આવે છે. આ અજિતશાંતિ સ્તવનું સૌ જીવો ભક્તિપૂર્વક પઠન શ્રવણુદિ કરે અને સ્વહૃદયરૂપી કમલને તેની પીયૂષ ધારાથી સીંચે એ જ ભાવના !
For Private And Personal Use Only