________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ થય
કરી શકાય એ માટે જ શ્રી મુનિસમ્મેલને આ સમિતિની સ્થાપના કરી હતી એમ કહીએ તા કશું ખાટુ નથી.
આ પાંચ વર્ષ દરમ્યાન સમિતિએ શ્રી જૈન સત્ય પ્રકાશ” દ્વારા જે કઇ કાર્ય કર્યું છે તે બધાને આજૂએ રાખીએ અને શરૂઆતમાં બે—ત્રણ વર્ષ દરમ્યાન આવા હલકટ દિગમ્બર સાહિત્યના સચાટ જવાબ આપવા જે પ્રયત્ન કર્યા છે અને તેનુ જે આશ્ચર્યકારક પરિણામ આવ્યુ છે તેના વિચાર કરીએ તે તે સમિતિની અને આ માસિકની ઉપયેાગિતા બતાવે એમ છે.
સમિતિએ માસિક શરૂ કર્યું તે પહેલાં જ દિગંબરી શ્વેતાંબર વિરૂદ્ધનુ ઢગલાબંધ સાહિત્ય પ્રગટ કરે જતા હતા તેમને શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના પ્રકાશને વિચાર કરતાં કરી મૂકયા અને અત્યાર સુધી પાતે બિનજવાબદારી પૂર્વક જે કંઈ લખે જતા હતા તેવુ લખાણ કરવામાં હવે સચાટ સામને સહન કરવા પડશે એમ તેમને લાગવા લાગ્યું. પરિણામે શ્વેતાંબરા વિરૂદ્ધનું નવું સાહિત્ય પ્રગટ કરતાં દિગરાને અટકવું પડયુ. ભલે આવા સાહિત્યનું પ્રકાશન સાએ સા ટકા બંધ ન થયુ હાય, કાઇ કાઇ વખત થાડુ ઘણું લખાઇ જતું હાય, છતાં તેમાં સંગીન ઘટાડા થઇ ગયા છે, એમ એનાથી પરિચિત વિદ્વાનોને કબૂલ કરવું પડયું છે.
શ્રી મુનિસમ્મેલને આ સમિતિની સ્થાપના કરી તે અરસામાં સ્થાનકવાસી સામયિકમાં પ્રગટ થતી ધર્મ પ્રાણુ લાંકાશાહ'ની લેખમાળામાં આપણા પૂર્વાચાર્યા વિરૂદ્ધ જે કઈ લખવામાં આવ્યુ હતુ. તેણે સમાજનુ મન ઉંચુ કરી મૂક્યુ હતુ. સમિતિએ આ અંગે પણ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’માં એક લેખમાળા લખીને જે જવાબ આપ્યા છે તે નોંધવા યાગ્ય છે.
આ ઉપરાંત શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે લખેલ અને ‘પ્રજામંધુ' સામાહિકની ભેટ તરીકે અપાયેલ ‘રાજહત્યા’ પુસ્તકમાં નૈનાને ઉતારી પાડે એવું જે કંઇ લખવામાં આવ્યુ હતુ તે પ્રસ ંગે, એગલેારના એક વિદ્વાને કાનડી ભાષામાં પ્રગટ કરેલ ‘ગૌતમબુદ્ધ' નામક પુસ્તમાં તીર્થક શબ્દનો ઉપયોગ કરી જેના માટે જે ગેરસમજ ઉભી કરેલ તે પ્રસંગે, ‘કલ્યાણ’ નામના હિન્દી ભાષામાં પ્રગટ થતા માસિકના, ત્રણ વર્ષ પહેલાં પ્રગટ થયેલ ‘સતાંક નામના એક વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીનું મેાઢે ગૃહપત્તિ બાંધેલું એવું સાવ બેહુદુ અને તદૃન અશાસ્ત્રીય ચિત્ર પ્રગટ કર્યું તે પ્રસગે તેમજ શ્રી ગોપાલદાસ પટેલે સપાદિત કરેલ અને શ્રી પુંજાભાઈ ગ્રંથમાળા તરફથી પ્રગટ થયેલ ‘ભગવતીસાર’ નામના ગ્રંથમાં ભગવાન મહાવીરસ્વામીના માંસાહાર અંગે જે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યેા હતા તે પ્રસંગે; આમ નાના મેટા અનેક પ્રસંગોએ સમિતિએ
For Private And Personal Use Only