SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ આ સિવાયના, આ સ્તવના રચયિતા શ્રી. નંદણ ગણિ તે શ્રી મહાવીરસ્વામીના શિષ્ય નહિ પણ શ્રી નેમિનાથના શિષ્ય હોવાના જે બીજા પુરાવા મને મળી શકયા તે આ છે. (૧) શ્રાવક ભીમસી માણેક તરફથી પ્રસિદ્ધ થયેલ “પંચપ્રતિક્રમણ સૂત્ર'ના પાના ૨૮૨ ઉપર અજિતશાંતિ સ્તવના ૩૭મા શ્લોકના અર્થમાં આ પ્રમાણે ઉલ્લેખ કરે છે “અહીંયાં કેટલાએક વૃદ્ધ પુરુષે એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફા શ્રી અજિત, શાંતિ ચોમાસું રહ્યા હતા. પછી તે બન્ને તીર્થકરના પૂર્વાભિમુખ દેરાં થયાં, તિહાં એકદા શ્રી નેમિનાથના ગણધર, શ્રી નંદણમુરિ તીર્થયાત્રાએ આવ્યા થકા શ્રી અજિતશાંતિસ્તવનની રચના કીધી, ” (૨) શ્રી સારાભાઈ નવાબની પ્રખ્યાવલિના પહેલા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલ ‘જેનસ્તોત્ર સંદેહ ભાગ ૧’ના પાના ૧૧ર ઉપર શ્રી ધર્મષસૂરિચિત મહામગર્ભિત અજિતશાંતિ સ્તવના ૩જા અને ચોથા લેકમાં આ પ્રમાણે ઉલ્લેખ કરે છે : "वासासु विहिअवासा सुविहिअसित्तजए अ सितंजे ॥ तहिं रिट्टनेमिणो रिटुने मिणो धयणओ जेउ ॥३॥ देविंदथुआ थुणिआ वरविजा दिसेणगणिवणा ।। समयं वरमंतधम्मकित्तिणा अजियसतिजिणा ॥४॥" (૩) મુનિ મહારાજ શ્રી વીરવિજ્યારા સંપાદિત અને શ્રી જિનપ્રભસૂરિવિરચિત અવચૂરિ સહિત “શ્રી અજિતશાંતિ સ્તવન’ નામના પુસ્તકના ૪૧મા તથા ૪રમાં પાના ઉપર શ્રી જિનપ્રભસૂરિએ ક૭મા કાવ્યની ટીકામાં કરેલે ઉલ્લેખ આ પ્રમાણે છે: “મણિધર gિat fમાધરો વા, જિલપુઝs વા ચિન महर्षिन सम्यगवगम्यते, केचित्त्वाहुः-श्रीशत्रुञ्जयान्तर्गुहायामजितशान्तिनाथौ वर्षा रात्रीमवस्थितौ, तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपसरः समीपेऽजितचैत्य च मरुदेव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथगणधरेण नन्दिषेणाख्येन नेमिषच. नातीर्थयात्रोपगतेन तत्राजितशांतिस्तवरचना कृतेति ॥३७॥" ઉપર્યુક્ત ત્રણ ઉ૯લેખ પૈકી ત્રીજા ઉલ્લેખના કર્તા શ્રી જિનપ્રભસૂરિ જેવા ઐતિહાસિક પુરુષના સમયમાં પણ આ અજિતશાંતિના રચનાર શ્રી. વધુ માનજિનશિષ્ય અને પૂવોવસ્થાથાં શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર શ્રી. નંદિ મુનિ હોવા જોઈએ કે શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદિષેણુછ હોવા જોઈએ તે બાબતમાં મતભેદ ચાલતો હતો. [ ઉપર લખેલ ત્રણે પુરાવા મેં “મહાપ્રભાવિક નવસ્મરણ” (સંપાદક તથા સંશોધક સારાભાઈ મણિલાલ નવાબ)ની પ્રસ્તાવના પૃ. ૮માંથી અહીં મૂકયા છે. ] વળી જેન આત્માનંદ સભા (ભાવનગર) તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ (મહેસાણા) આ બન્ને તરફથી પ્રસિદ્ધ થયેલ “શ્રી પંચપ્રતિક્રમણુસૂત્રમાં પણ અજિતશાંતિના રચયિતા સંબંધી ઉપર કહ્યો તે જ બે મતવાળા ઉલ્લેખ છે. અને તેથી જ આ સ્તવના રચયિતા કયા નદિષણ સમજવા તે નકકી કરવું બહુ મુશ્કેલ છે. તેથી સરવૅ તુ કથિ ' લખીને આ ચર્ચાને બંધ કરું છું. For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy