________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિતશાંતિ સ્તવ અને તેના છંદો
લેખક—મુનિરાજ શ્રી સુશીલવિયજી
શ્રી અજિતશાંતિસ્તવનો મહિમા
શ્રી અજિતશાંતિસ્તવ એ આ અવસર્પિણીમાં થયેલા ચોવીશ તીર્થકરે પૈકી બીજા તીર્થકર શ્રી અજિતનાથ અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ એ બન્નેની સ્તુતિગર્ભિત સ્તવ છે. મહાન પ્રાભાવિક નવ સ્મરણમાં છઠ્ઠા સ્મરણ તરીકે તેની પ્રસિદ્ધિ છે. તે વિવિધ જાતના છંદોથી અલંકૃત છે. અલંકાર, અનુપ્રાસ, સુંદર શબ્દરચના અને પદલાલિત્ય તેમાં સ્થળે સ્થળે દેખાય છે. તેની રચના પ્રાકૃત ભાષામાં કરવામાં આવી છે. ગાનારને ગાતાં આનંદ ઉપાવે તેવી અને સાંભળનારને હૃદયને વિકસ્વર કરે તેવી આ કૃતિ છે. ચતુર્વિધ સંધ પાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તેને સ્તવન તરીકે બોલે છે. પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યમાં પણ તે વારંવાર બોલાય છે. અજિતશાંતિસ્તવની ઉત્પત્તિ-તેના કર્તા
એક સમયે નદિષણ નામના મહર્ષિ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ પર યાત્રાર્થે પધાર્યા. તરણતારણુ યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુને બહુમાન પૂર્વક નમસ્કાર કર્યા બાદ
ત્યાં અજિતનાથ અને શાંતિનાથની સામસામી દેરીઓ હતી ત્યાં આવ્યા અને તે બન્નેને નમસ્કાર કરી તે બન્ને દેરીઓની મધ્યમાં કાયોત્સર્ગ રહ્યા. કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ તે બન્ને દેરીઓમાં બિરાજતી મૂર્તિની અત્યંત ભક્તિ પૂર્વક મધુર કંઠે પ્રાકૃતમય સુંદર નવા લેકે રચી સ્તુતિ કરી. તે સ્તુતિ “ અજિતશાંતિ સ્તવ” રૂપે પ્રસિદ્ધ થઈ. અને અત્યારે ધાર્મિક પુસ્તકમાં જગે જગે દેખાય છે. આ ફતવ ઉપર અનેક સંસ્કૃત ટીકાઓ બની છે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. એમ કહેવાય છે કે આ સ્તુતિના પ્રભાવથી બને સામસામી દેરીએ એક લાઈનમાં થઈ ગઈ જે અત્યારે પણ શત્રુંજય ઉપર જોઈ શકાય છે. અજિતશાંતિસ્તવના કર્તા નદિષણ કયા? તે સંબંધી મતભેદ
આ સ્તવના કર્તા નંદિષેણ નામના મહષિ છે તેમાં કોઈનો પણ મતભેદ નથી. માત્ર મતભેદ એટલે જ છે કે-નંદિષણ નામના મુનિ એક નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા છે. અને એક મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, એ બેમાંથી આને કર્તા ક્યા સંભવી શકે ? આ બેમાં આખરી સત્ય શું છે તે તો કેવલજ્ઞાની જ જાણી શકે. પરંતુ આ બાબતમાં જે પુરા આપણને મળી શકે છે તે નીચે પ્રમાણે છે.
नेमिवयणेण जत्तागएण जहिं 'नदिसेणगणि'वइणा ॥
विहिओ अजिअसंतिथओ जयउ तयं पुंडरिअं तित्थं ॥१॥ [नेमिवचनेन यात्रागतेन यत्र नंदिसेणगणिपतिना । विहितोऽजित:शांतिस्तवो. जयतु तत् पुण्डरीकं तीर्थम् ।।१।।](शत्रुजयमहाकल्प)
“નેમિનાથના વચન વડે યાત્રા માટે ગયેલા નંદિષણ નામના ગણિપતિએ જ્યાં રહીને અજિતનાથ અને શાંતિનાથનું સ્તવ કર્યું તે પુંડરીક તીર્થ ય પામો.”
આ પ્રમાણે શત્રુજ્ય મહાકલ્પમાં પ્રતિપાદન કરેલ છે.
For Private And Personal Use Only