________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
નિહનવવાદ
[૪૪૭ ]
કહી શકાય નહિ તેથી જ અમારા એક પૂર્વાચાર્યે કહ્યું છે કે –
न मे रागा महावीरे न'वेषः कपिलादिषु ।
युक्तिमवचनं यस्य तस्य कार्यपरिग्रहः ॥ (મને મહાવીર પ્રત્યે રાગ નથી અને કપિલ—વગેરે પ્રત્યે દ્વેષ નથી. પરંતુ યુકિતયુક્ત જેનું વચન હોય તેનું કાર્ય કરવું એ અમારે સિદ્ધાન્ત છે.) વળી વેદ વચન આત્માને નિષેધ કરે છે એમ જે તું કહે છે તે પણ યથાર્થ નથી. કારણ કે જે વેદવાકયોનો અર્થ તે આત્માના નિષેધમાં કર્યો તે વાક્યોનો તે અર્થ જ નથી પરંતુ તેનો અર્થ આ પ્રમાણે છે. વિજ્ઞાનઘન-એવાક્યને અર્થ_વિશેષ કરીને જ્ઞાનના સમૂહવાળા જ આત્મા આ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે-અથાત્ જે વખત આત્માને જેનું જ્ઞાન થાય છે તે વખતે તે જ્ઞાને-- વિજ્ઞાન ન ઘવ-એટલે ઘટ પટ કટ મઠ વગેરે જ્ઞાનવાળા જ આત્મા. આ ભૂતામાંથી–અર્થાત પૃથ્વી-જલ-વગેરેમાંથી. જ્ઞાનમાં વિષય કારણ છે. જો ઘટ ન હોય તો તેનું જ્ઞાન કયાંથી થાય ને જે જ્ઞાન ન થાય તો તે જ્ઞાનવાળો આત્મા પણ ન થાય. માટે તેવા જ્ઞાનવાળો આ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે. ને જ્યારે ઘટપટ વગેરે ભૂતો નાશ પામે છે એટલે તે જ્ઞાનવાળા આત્મા પણ નાશ પામે છે. પરંતુ તેવા પ્રકારના આત્માને નાશ થવાથી કંઇ અનાદિ અનંત જે આત્મા છે તેને નાશ થતું નથી. માટે જ પ્રેયસંsisરિતાં વળી તું તે આત્મા માનતા જ નથી એટલે કે તારા વૃદ્ધ પુરુષોએ જે વ્યવહાર ચલાવ્યો હોય તે વ્યવહારને જ તું અનુસરતા હોય માટે તારા વૃદ્ધો “આત્મા નથી એમ કહે તેથી કંઈ આગમમાં વિસવાદીપણું થતું નથી. અર્થાત્ આત્મા છે, તે સમ્બન્ધમાં આસ્તિક આગમ સર્વ એકમત થાય છે. માટે આગમે પરસ્પર વિરોધી નથી એટલે પ્રમાણભૂત છે. માટે આગમકથિત આત્મા માન જોઈએ. તારે એવો જ આગ્રહ છે કે આગમપ્રમાણને હું નથી માનતા, આગમ સિવાય અન્ય રીતિએ આત્મા છે તે સાબીત કરી બતાવો તો જ હું માનું તે અન્ય સમયે, હું તને બીજા પ્રમાણથી આત્મા છે તે સમજાવીશ.
[[ચાલુ ]
જૈનધર્મ ઉપર આક્ષેપ જેને પત્રના તા. ૧૧-૮-૪ના અંક ઉપરથી જણાય છે કે, ‘કિર્લોસ્કર' નામના ઠે. કિર્લોસ્કરવાડી, સતારા) મરાઠી ભાષાના માસિકના ગયા જુલાઈ માસના અંકમાં શ્રી. દ. પાં. ખાંટે) લખેલ
તેવા શીર્ષક વાર્તા પ્રગટ થઈ છે. આ મહારાજા કુમારપાળ અને કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયને અનુલક્ષીને લખ માં આવી છે. અને તેમાં જૈનધર્મની નિંદા થાય તે રીતે શ્રી હેમચન્દ્રાચાર્યનું પાત્રાલેખન કર્યુ છે.
અમે કિર્લોસ્કર એ અંક મંગાવ્યો છે. તે આથી તે સંબંધી પત્રવ્યવહાર કરીને એનું જે પરિણામ આવશે તે જાહેર કરીશું. વ્ય.
For Private And Personal Use Only