________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૧૨]
નિહનવવાદ
[૪૫]
પોતાને જેનું જ્ઞાન ન હોય તે પણ [કુમતતિ થશરણં વાત પર મુખમાં જે આવે તે બોલવું. જેમકે હરડે દશ હાથની હોય છે ] જેમ આવે તેમ કહે જાય છે. વળી કેટલાક અજ્ઞાનીઓ પિતાને શત્રુ વધારે યશ મેળવતા હોય ત્યારે તેને અપયશ કરવા માટે પિતે ન જાણતા હોય છતાં તે કહે છે તે અસત્ય છે. આ પદાર્થનું સ્વરૂપ તો આમ છે.” એમ દેષથી અજ્ઞાત પદાર્થનું પણ નિરૂપણ કરે છે. એટલે કે અજ્ઞાનીઓને વચનવ્યવહાર પિતાની મહત્તાના રાગથી અને શત્રુને હૃષથી જ પ્રવતો છે. પરંતુ જેણે રાગ અને દેશને સર્વથા નાશ કર્યો છે તેઓને પોતે જે જાણતા નથી તેનું નિરૂપણ કરવાનું કંઈ પણ કારણ નથી. માટે તેઓ જે કંઈ કહે છે તે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી જ, જે પદાર્થ જે સ્થિતિમાં છે તે પદાર્થને તે સ્થિતિમાં યથાર્થ જાણીને અને જોઈને તે જ પ્રમાણે બતાવે છે. વળી જે પ્રમાણે તેઓએ રાગ અને દ્વેષનો સર્વથા નાશ કરેલ છે તે જ પ્રમાણે અજ્ઞાનને પણ મૂળથી નાશ કરેલ છે, કારણ કે અજ્ઞાનના નાશ સિવાય એકલા રાગ દ્વેષને સર્વથા નાશ થઈ શકતો નથી માટે અમે કહીએ છીએ કે આપ્તપુરુષ સર્વથા જ્ઞાની હતા. એટલે તેમનું વચન પ્રમાણભૂત છે.
ચાટવીતરાગને વચન વ્યવહાર કરવાનું કંઈ કારણ નથી: જિનેશ્વર નીરાગી-નિધી અને સર્વજ્ઞ હે, પરંતુ “આત્મા છે' વગેરે વચનો તેમનાં જ છે તે માનવાને શું પ્રમાણ છે? કારણ કે જ્યારે તેમણે રાગ દ્વેષને સર્વથા નાશ કર્યો છે એટલે તેમને બોલવાનું કંઈ પણુ કારણ રહ્યું નથી. વચનવ્યવહાર રાગદેષથી જ થાય છે. માટે વીતરાગ એવા જિનેશ્વરનાં “આત્મા છે' વગેરે વચને સંભવતાં નથી. માટે આગમ પ્રમાણ નથી. - સ્થા, રાગદ્વેષ વિના કરૂણાથી પણ વચનવ્યવહાર થાય છેઃ વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતો નથી એવું કંઈ નથી લૌકિક ઉદાહરણું લઈએ તે એક ન્યાયાધીશ પ્રામાણિકપણે ન્યાય આપવામાં કંઈ પણ શરમ રાખતા નથી. તેને ચાર પ્રત્યે કે શાહુકાર પ્રત્યે કંઈ રાગદ્વેષ નથી છતાં સત્ય ન્યાય આપવો તે તેનું કર્તવ્ય છે. બીજું વાદસભામાં મધ્યસ્થને વાદી કે પ્રતિવાદી પ્રત્યે પ્રેમ કે અપ્રેમ જેવું કંઈ નથી તે પણ સત્ય નિર્ણય જાહેર કરે તે તેનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અલૌકિક વ્યવહારમાં પણ જિનેશ્વર પ્રભુનું કરુણથી અસન્માર્ગેથી સન્માર્ગે જગતને લાવવાની ભાવનાથી સત્ય માર્ગ બતાવે તે કર્તવ્ય છે. તીર્થકર નામકર્મના પ્રભાવથી જિનેશ્વરેને ત્રિજગતને ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવના થાય છે ને તેથી તેઓ સતત ઉપદેશામૃત વરસાવ્યા કરે છે. વચનવ્યવહાર હોય ત્યાં રાગદ્વેષ રહેવા જ જોઈએ એવો કંઇ નિયમ નથી. એટલે રાગ દેષ સિવાય પણ જિનેશ્વરે એકાન્ત હિત કરવાની ભાવનાથી દેશના આપે છે. તેઓએ આપેલ દેશના તે જ આગમ છે. માટે આગમ પ્રમાણ છે.
ચા આગમમાં પરસ્પર વિરોધ હોવાથી તે પ્રમાણુ નથી–તમારા કહેવાથી આગમ એ પ્રમાણ છે એમ માનીએ તો પણ તે ઘટતું નથી, કારણ કે પ્રમાણુ કદી વિસંવાદી હેતું નથી. આગમ તે વિસંવાદી છે. એક આગમ એક વસ્તુની સત્તા બતાવતું હોય તે અન્ય આગમ તેને જ નિષેધ કરતું હોય. એક કહે કે આમ કરવું જોઈએ તો બીજું કહે કે આમ નહિ તેમ કરવું જોઈએ. એક કહે છે કે હું કહું છું તે સત્ય છે, બીજો કહે છે કે મારું કથન યુક્ત છે. એ પ્રમાણે આગમો જ પરસ્પર અવિરેાધી નથી અને લડે છે
For Private And Personal Use Only