SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ પર પ્રેમ છે, તે બીજાને ધન પર છે. વળી ત્રીજે એક આત્મા એવો છે કે જેને ધન કે પુત્ર પર પ્રેમ નથી. એમ કરતાં કરતાં એવો પણ એક આત્મા માની શકાય કે જેને જગનની કઈ પણ વસ્તુ પર રાગ અને દ્વેષ નથી. એ પ્રમાણે રાગ અને દ્વેષ સર્વથા નાશ થઈ શકે તેવા પદાર્થો છે. તેને સર્વથા નાશ શ્રી જિનેશ્વર દેવે કરેલ છે. ચાર રાગી અને નીરાગીનો ભેદ જાણી શકાતો નથી–તમે કહ્યું તેમ રાગ અને દેશને સર્વથા નાશ થાય છે તે ઠીક છે. પરંતુ તેને નાશ જિનેશ્વરે કરેલ છે. તેમાં શું પ્રમાણ છે ? તે કાંઈ દેખી શકાય તેવી વસ્તુ નથી કે જેથી માની લઈએ કે આ મનુષ્ય રાગ દ્વેષ વગરને છે. સ્યા, રાગી ને નીરોગીને ભેદ તેનાં સાધનો દ્વારા જાણી શકાય છે. રાગ અને દ્વેષ જોઈ શકાય તેવા નથી તેથી રાગી અને નીરાગીને ભેદ ન જાણી શકાય તે યુક્ત નથી. આચાર અને વિચારથી સમજી શકાય છે કે આ રાગી છે અને આ નીરાગી છે. જોડનાર મનાય છે નિષrદેતુનાથ: જગતમાં રાગનું પ્રબલસ્થાન કોઈ હોય તો તે સ્ત્રી છે. જેટલા રાગીજન છે તે સર્વે સ્ત્રીના પાશમાં ફ્રાયા છે. ન મીલે બાવા બ્રહ્મચારી જેવા કેટલાક સ્ત્રીથી દૂર હશે તો પણ વચન અને મનથી તો સ્ત્રીનું ચિન્તન તેઓને ચાલુ જ હોય છે. આ પ્રમાણે રાગના સાધન તરફની વૃત્તિ અને પ્રવૃત્તિથી જાણી શકાય છે કે આ માણસ રાગી છે. વળી દેષ શત્રુના નાથદ્વારા જાણી શકાય છે. - પિતાને કઈ હેજ પણ અનિષ્ટ કરે કે તરત જ દૈવી આત્મા તેને બદલે લેવા તત્પર બને છે, પ્રતિકાર કરવા અશક્ત હોય ને તેથી શત્રુનું અનિષ્ટ ન કરતાં શાન્ત રહે તેથી કંઇ નિધી કહી શકાય નથી, કારણકે તેની માનસિક વિચારણું તો નિરન્તર શત્રુનું : અહિત કરવા તરફ જ હોય છે. અમે જેને આપ્તપુરુષ કહીએ છીએ તેઓને નહતો સ્ત્રીને મનથી વચનથી કે કાયાથી અલ્પ પણ સંસર્ગ–ને ન હતી પિતાને કષ્ટ આપનારનું અહિત કરવાની ભાવના–એ માટે રાગ અને દ્વેષ તેનાં સાધનોથી જાણી શકાય છે. તે સાધન જ્યાં ન હોય ત્યાં સમજવું જોઈએ કે અહીં રાગ અને દ્વેષ નથી. શ્રી જિનશ્વર દેવમાં તે સમજી શકાય તેમ છે. ચા નીરાગી પણ અજ્ઞાનથી અસત્ય બોલે છે–તમે જિનેશ્વરને નીરાગી અને અષી કહે છે. પરંતુ તેથી તેઓ જે કહે તે સર્વ સત્ય જ કહે એમ કેમ મનાય ? કારણકે સત્ય કહેવામાં જ્ઞાન પણ આવશ્યક છે. જેને જે પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન નથી તે જે તે પદાર્થનું નિર્વચન કરે તે તે સત્ય માની શકાય નહિ. હું દેવલેક અને નરક નથી માનતા તેથી મને સ્વર્ગ નરક પ્રત્યે રાગ કે દ્વેષ નથી. વળી મને વર્ગ નરક કેવાં હોય છે તેનું જ્ઞાન પણ નથી. હવે હું એ અજ્ઞાન દશામાં જ દેવ અને નરકનું સ્વરૂપ કહું તો તે કંઈ બુદ્ધિમાન પુરુષે માન્ય કરે નહિ. તે જ પ્રમાણે જિનેરાને યથાર્થ જ્ઞાન ન હોય તો તેમનાં વચનો પ્રમાણે કેમ માની શકાય ? સ્થાઅપોને વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે. કારણ સિવાય કાર્ય બનતું જ નથી. તેથી જ્યાં અજ્ઞાન છે છતાં વચનવ્યવહાર પ્રવર્તે છે ત્યાં સમજવું જોઈએ કે વચન વ્યવહાર કરવામાં કંઈ પણ કારણ હોવું જોઈએ-તે કારણ એ જ સંભવી શકે કે તે મિથ્યાભિનિવેશી હોય ને તેથી પિતે અજ્ઞાન છે એમ જગત ન સમજે તે માટે For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy